SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શારદા સાગર બેસવા માટે વિનંતી કરી એટલે તે ચટાઇ ઉપર બેઠે. આ સંસાર કેવા અસાર છે, આ શરીર કેવું ક્ષણભંગુર છે તે ખૂખ સારી રીતે સમજાવીને તેણે સચોટ -ઉપદેશ આપ્ય ને કહ્યું- શેઠ! હવે તમે વૃદ્ધ થયા છે. ખાનાર કાઇ નથી તે મળેલી સંપત્તિના સદુપયોગ કરો. સાધુના ઉપદેશ સાંભળી બધાના દિલમાં થઇ ગયું કે વાત તે સાચી છે. સાથે શુ લઇ જવાનું છે? ઘરના બધા કહેવા લાગ્યા કે આપે અમને સદુપદેશ આપી અમારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. શેઠાણીએ કબાટમાંથી સેાના મહારાનેા થાળ ભરી સાધુના ચરણમાં ધર્યો અને કહ્યું- આપે અમને લક્ષ્મીની ચંચળતા સમજાવી તેથી આપ આ ગ્રહણ કરીને અમને આશીર્વાદ આપે. પણ આ સાધુના વેશ ધારણ કરનાર બહુરૂપી કહે છે– ના, મને એ ન ખપે. એમ કહીને તે સાધુ ચાલતે થઇ ગયા. તેથી શેઠને સાધુ પ્રત્યે બહુમાન જાગ્યું. આ બહુરૂપી એ ગામમાં એક મહિના રહીને જુદા જુદા વેશ એણે ભજવ્યા અને મહિના પછી શેડ પાસે આવીને તેણે રજા માંગી. ત્યારે શેઠે પૂછ્યું મહિના પહેલા અમારે ત્યાં એક સાધુ આવ્યા હતા. તેમના જેવી તમારી મુખાકૃતિ દેખાય છે. ત્યારે બહુરૂપીએ કહ્યું- તમારી વાત સાચી છે. તે સાધુ હું પોતે જ હતા. તે વખતે શેઠે કહ્યું- તમે તે સમયે સેાના મહારાથી ભરેલા થાળ લઈ લીધા હાત તેા અત્યારે આ ભીખ માંગવી પડત નહિ. ત્યારે મહુરૂપીએ કહ્યું- હું બહુરૂપી છું. મેં તે વખતે સાધુના વેશ લીધા હતા. જે સમયે જે વેશ લીધે હાય તેને વફાદાર રહેવું તે વિવેકી મનુષ્યનુ' કવ્ય છે. ખંધુએ ! બહુરૂપી પણ એટલું સમજે છે કે સાધુ એટલે તદ્ન નિસ્પૃહી. તે મારાથી સાધુના વેશ લઇને પરિગ્રહની મમતા કેમ કરાય ? તે પણ પાતાના વેશને વફાદાર રહે છે. સાધુને જો તમારા વૈભવના, તમારી સપત્તિને રાગ હાય તે તમને ત્યાગમાગ કેવી રીતે સમજાવી શકે? બીજા જીવે ને ત્યાગ ઉપર રાગ કરાવવા માટે સાધુના જીવનમાં સંપૂર્ણ ત્યાગ હાવા જોઇએ. સાધુ એટલે જગતના તાણુહાર. તમે સમજી લે કે અમારા વધી ગયેલા પરિગ્રહ રૂપી વાળને ઉતારનાર તે સાચા સાધુ છે. વાળ વધી જાય તેા કપાવે! છે ને? નખ વધી જાય તેા કાપી નાંખે છે ને ? જો નખ ન કાપી નાંખા તે મેલ ભરાઈ જાયછે. ને કયારેક તે આખા ઉખડી જાય. તેવી રીતે પરિગ્રહ ખૂબ ભેગા થાય છતાં તેની મમતા ન ઉતારે તે એક દિવસ અનિચ્છાએ પણ મમતા ઉતારવી પડશે. સતના ઉપાસક એવા શ્રમણેાપાસકે એછામાં ઓછા એ નિયમ તે અંગીકાર કરવા જોઈએ. એક સ્વદ્વારા સતેાષ અને ખીજું પગ્રિહનું પરિમાણુ. પેાતાની પત્ની સિવાય આ જગતમાં જેટલી સ્ત્રીએ છે તેમને માતા અને બહેનની દૃષ્ટિથી દેખે. જેનામાં આવી સૃષ્ટિ નથી તેનું જગતમાં સ્થાન નથી. તેવી રીતે 'પરિગ્રહ વધતા જાય પણ તેની મર્યાદા કરવામાં ન આવે તે જેવી રીતે રબરના પુગામાં પવન ભરવામાં આવે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy