SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ઉપાન કરે છે. પણ વિશિષ્ટ પુણ્યાનુષંધી પુણ્યને અને વિશિષ્ટ કર્મક્ષયના વહેપાર તે જિનશાસનરૂપી મહાનગરમાં જૈન ધર્મરૂપી વેપાર સિવાય ખીજે ક્યાંય થઇ શકતા નથી. ૭૦ આ જિનશાસનરૂપી મહાનગર એવું ખદર છે કે જો મનુષ્ય જાગૃત રહીને ધર્મના વહેપાર ધમધેાકાર ચલાવે ને સ્વની પિછાણુ કરે તે આત્માનું ઉત્થાન થઈ જાય. આ ધર્મની ગાડી જીવને ઠેઠ મેાક્ષના સ્ટેશને ક્ષેમકુશળ લઈ જાય છે. જ્યારે ખીજા ધર્મની ગાડીએ અધવચ ઉતારી મૂકે છે. આપણે અધવચ મેસી રહેવું નથી. આત્માનું ઉત્થાન કરી મેાક્ષમાં જવુ' છે. જ્યાં પરની પિછાણુ, પરને રાગ ત્યાં કર્મનુ ખધન અને આત્માનુ પતન છે. હીરાના વહેપારીને માટી વખાર મેાટા ગોદામ રાખવા પડતા નથી. એક નાનકડું પડીકું ખીસ્સામાં હેાય પણ તેના લાખાના મૂલ્ય હાય છે. તેમ જૈન ધર્મની સમજપૂર્ણાંકની નાનીશી કરણી મહાન લાભ અપાવે છે. કોઇ ગામડિયા માણુસ ઝવેરીની દુકાન ખાલી જોઈને કહે અહી તે માખીએ ઊડે છે ને બકાલાની દુકાને માણસાની ઠંઠ જોઈને કહે આના વેપાર ધમધેાકાર ચાલે છે. પણ એને ખબર નથી કે મકાલાના મૂલ્ય કેટલા ને હીરાના મૂલ્ય કેટલા ? ઝવેરીની દુકાને મહિનામાં એકાદ બે ઘરાક આવી જાય તે કામ થઈ જાય. હીરાના ઘરાક તેા આછા જ હાય ને? એક કવિએ પણ કહ્યું છે કેઃહીરાના વેપાર તું તે અવેરતના જાણકાર....વીરા તારે હીરાના વેપાર બીજા જન્મા ખાણ કાલસાની, માનવ હીરાની ખાણુજી. ધ તત્ત્વાંને નહિ સમજે તેા અફળ જશે અવતાર....વીરા તારે... ખેલે, હવે તમે શેના વેપારી છે ! હીરાના કે અકાલાના? વાલકેશ્વરમાં તા હીરાના વેપારીની દુકાને ભલે રાકેાની ઠઠ જામતી ન હેાય પણ લાખની કમાણી કરી લે છે. કાછીયાની દુકાને ઘરાકોની ભીડ જામતી હોય પણ નફે સામાન્ય થાય છે. આ ગીતમાં કવિ શું કહે છે. હું વીરા! તુ હીરાના વેપારી છે. ઝવેરાતને જાણકાર છે. મનુષ્ય જન્મ એ હીરાની ખાણુ જેવા છે. ખીજા જન્મા કાલસાની ખાણ જેવા છે. મનુષ્યભવમાં જે આત્મતત્ત્વ જીવ પામી શકે છે તે-ખીજા જન્મમાં નહિ પામી શકે. માટે તમે હવે સાચા ઝવેરી અની મનુષ્ય જન્મની એક ક્ષણ પણ નિષ્ફળ જવા દેશે નહ. આવેા ચાગ ફરી ફરીને મળશે નિહ માટે કામ કાઢી લે. જેમણે મનુષ્ય જન્મ પામી તકને એળખી છે, જેમના અંતરમાં આત્મિક સુખના જુવારા ઉડી રહ્યા છે તેવા અનાથી નિગ્રંથ મડિક્રુક્ષ બગીચામાં પધાર્યા છે. એક સુદર વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં બેઠા છે. આ તરફ શ્રેણીક રાજા પેાતાના શરીરના આન માટે મગીચામાં આવ્યા. બગીચામાં ફરતા ફરતા જે વૃક્ષ નીચે મહામુનિ બેઠેલા છે ત્યાં આવ્યા. મુનિની મુખમુદ્રા જોતાં તેમના અંતરમાં એવા આન થયા ને મનમાં થયું કે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy