SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૬૫ કર પછી તું ચાલવા માંડે. જે પડછાયો તારી પાછળ ચાલવા માંડે છે કે નહિ? બેલ, તારે પડછાયાને કયાંથી પકડે છે? ત્યારે બાળક કહે છે મારે એને માથાથી પકડ છે. જે તારે એને માથેથી પકડે હોય તે તારા માથાને પકડ એટલે એનું માથું તારા હાથમાં આવી જશે. જરા મેઢું ફેરવવાનું હતું. એ પશ્ચિમ તરફ દોડતે હતો તેના બદલે મોટું પૂર્વ તરફ કરવાનું કહ્યું. બાળકે જરા મુખ ફેરવ્યું અને જોયું તે એ જેમ ચાલતો ગયો તેમ તેમ પડછાયે એની પાછળ આવતે ગયે. એનું માથું પકડાઈ ગયું. આ જોઈ બાળક ખુશ થઈ ગયે. દેવાનુપ્રિયે! આ બાળકની જેમ જીવને પણ દિશા બદલવાની જરૂર છે. વર્ષોથી જીવ સુખ મેળવવા દોડયા કરે છે. આટલું મેળવી લઉં. આટલું મેળવી લઉં એ સુખ મેળવવા પૃથ્વીના પટ ઉપર ફરી વળે પણ કહો તે ખરા તમે સુખી થયા? સુખના દર્શન કર્યા, જે સુખ મળી ગયું હોય તે હજુ શા માટે ફર્યા કરે છે? જરા કરીને બેસોને ! સુખ મળી ગયા પછી ભમવાની જરૂર જ ક્યાં છે? તમે એક ફલેટ લેવા ગયા. મનગમતે ફલેટ મળી જાય એટલે સામાન લઈને ત્યાં રહેવા જાઓ ને! પણ ફલેટ લીધા પછી એવું તે નથી કરતા ને કે ફલેટ વાલકેશ્વરમાં લીધે છે ને રહે છે ભૂલેશ્વરમાં! ટૂંકમાં હું તમને એ કહેવા માગું છું કે તમે જેમાં સુખ માને છે તેમાં જ જે સુખ હોય તે એ સુખ તમને, છોડીને શા માટે ચાલ્યું જાય છે ને દુઃખ કેમ આવે છે? હજુ સુધી દિશા બદલાતી નથી. વર્ષો પૂર્વે જેવા હતા તેવાં ને તેવાં જ જે આપણે હોઈએ તે એ વાત નકકી થાય છે સુખ મેળવવા દેવાદેડ કરી છે કે પણ હજુ સુખ મળ્યું નથી. આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. જેટલા ઊંડાણથી, ગભીરતાથી, શાંતિથી અને પ્રસન્નતાથી અંતરમાં ઊંડા ઉતરશે તેટલું જલ્દી સુખ મળશે. પણ જે ઉતાવળ કરશે, કંટાળે લાવશે તે વર્ષો સુધી દેડ્યા કરશે તે પણ સુખ નહિ મળે, આત્મિક સુખ મેળવવાની રીત આમ જોવા જાઓ તે બહુ સહેલી છે. ને આમ જેવા જાઓ તે કઠિન પણ છે. એક ચિંતકે કહ્યું છે કે “તદ્દ દૂરે તદ્ અંતિકે” જે તને અત્યંત દૂર લાગે છે તે તે એકદમ તારી નજીકમાં છે પણ નજીકની વસ્તુ આપણને દેખાતી નથી. ચશ્મામાં બે દષ્ટિ હોય છે. એક લાંબી દષ્ટિ ને બીજી ટૂંકી દૃષ્ટિ, આપણી પરિસ્થિતિ પણ એવી છે કે જે વધારે નજીક છે એ દેખાતું નથી. કારણ કે એ વધારે સુક્ષ્મ છે. પણ જે વધારે દૂર છે એ દેખાય છે. કારણ કે એ વધારે સ્થૂલ છે. સ્કૂલ દેખાય છે. સૂમ દેખાતું નથી. સ્થૂલદષ્ટિ બંધ થાય ત્યારે એ સુક્ષ્મ તત્ત્વ દેખાય છે. તમે એ તે જાણે છે ને કે ફિલ્મ ચાલુ થાય છે ત્યારે બધી લાઈટ બંધ કરી દેવામાં આવે છે. એ વખતે પડદા ઉપર બહારનો પ્રકાશ ખૂબ પડતું હોય તે પડદા ઉપર દેખાતી આકૃતિઓ ઝાંખી દેખાય છે. જે પ્રતિબિંબ આવી રહ્યું છે એને જોવા માટે આસપાસની બધી લાઈટ બંધ કરવી પડે છે તેવી રીતે આપણે અંદરની વસ્તુ જેવા માટે બહારની
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy