________________ | સ્વ. આચાય રત્નચંદ્ર ગુરુદેવાય નમઃ || ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ ગુરૂદેવ બા. વ્ર, પ. રત્નચંદ્રજી મહારાજ સા હું બની ર૭ મી પુણ્યતિથિના પ્રસંગે ગવાયેલ ગીત'? (રાગ - જહાં ડાલ ડાલ પર સિકંદરે આઝમ ) જૈન જ્યોતિર્ધર રત્નગુરૂજી, શાસનના સિતારા, ગુરૂ રત્નચંદ્રજી પ્યારા, વંદન છે. વાર હજારા જેના ગુણાનું સ્મરણ કરતાં, વહે છે અશ્રુધારા, ગુરૂ રત્નચંદ્રજી પ્યારા, ગુરૂદેવ છે તારણહારા.... પાવનકારી પવિત્ર ભૂમિ, ગામ ગલિયાણા નામે, માતા જયાબહેન પિતા જેતાભાઈ, ક્ષત્રિય કુળ સહાયે...(૨) ચૌઢ વેષે સંયમ લીધે, છગનગુરૂની પાસે.... ....... ....ગુરૂ રત્નચંદ્રજી.... આગમના અણમોલ રત્ન બની, જ્ઞાનામૃત પાન કરાવી, જગત જવાહીર આપ બની, ગુરૂજીનું નામ દીપાવી....(૨) તનમાં શાંતિ, મનમાં શાંતિ, એ શાંતિના કરનારા ....ગુરૂ રત્નચંદ્રજી.... 195 સાલે, આચાર્ય પદવી અપચે, ચાતુમાસ પધારી સાણંદ શહેરે, અમીરસ વાણી વરસાવે....(૨) દિલમાં વૈરાગ્ય ભાવના જાગે, એ સંયમના દેનારા ....ગુરૂ રત્નચંદ્રજી.... પરમ પ્રતાપી વિરલ વિભૂતિ, ક્ષમાની અજોડ મૂતિ, શાસ્ત્રનું અનુપમ જ્ઞાન મેળવી, લખ્યા સિદ્ધાંત બહુ ભારી..... (2) ગુણનિધિ ઉપકારી ગુરૂજી, કેમ ભૂલીએ ગુણો તમારા ....ગુરૂ રત્નચંદ્રજી.... અર્ધ શતાબ્દી દીક્ષા પાબી, સંયમ સૌરભ ફેલાવે, એ હજારે ને ચારની સાથે, ખંભાત ચાતુમાસ બિરાજે... (2) ભાદરવા સુદ 11 દિને, શાસનને હીરલો લુટાયે ....ગુરૂ રત્નચંદ્રજી.... સૂર્ય આથમ્ય શાસન કેરી, આવી પસ્યા અને ધારા, ખંભાત સંઘને દીવડે બૂઝાવે, હાહાકાર છવાયે...(૨) સૌને છોડી ચાલ્યા ગયા, એ શાસનના સીતારા ....ગુરૂ રત્નચંદ્રજી.... - કૃપાના કિરણો આપ વરસાવી આશિષ ઉરની દેજો, - શિષ્યા વિનવે કરજોડીને, દર્શન અમને દેજે....(૨) સતી શારદા ગુરુગુણ ગાયે, કરે વંદન વાર ' હજારા ....ગુરૂ રત્નચંદ્રજી....