________________
શારદા અને ઇવેના હિતને માટે અને આત્માના ભવ છેદ કરવા માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી છે, ભગવાનની વાણું ભવભેદક છે. મેક્ષાથી જીવ તે વાણું ઝીલી, આત્મા તરફ વળી, ભવને છેદ કરીને પરમ અવ્યાબાધ શાશ્વત સુખને પામે છે.
જ્ઞાની કહે છે કે મનુષ્યભવ એ મિક્ષમાં જવાનું ટાળ્યું છે. આ રૂડો પવિત્ર જૈન ધર્મ, અપૂર્વ મોક્ષમાર્ગ તેનું આરાધન કરીને તે ટાણને વધાવી લેવાનું છે. આવા સુંદર સમયમાં પ્રમાદ કરીને કેમ બેસી રહેવાય? પ્રમાદથી અને પ્રવૃત્તિથી ભરેલા વીસ કલાકમાં એકાદ કલાક તે બધા પરભાવથી જુદો પડીને સ્વભાવને અનુભવવાને પ્રયાસ કર. અને સુંદર મનુષ્ય જન્મ પામીને આ ત્માએ એ વિચાર કરે જોઈએ કે મારે આ જન્મ આત્મહિત સાધવા માટે છે. વિષય-કષાયોમાં તે અનંતા જન્મ વીતાવ્યા પણ એમાં ક્યાંય આ જીવને શાંતિ ન મળી. માટે આ જન્મમાં એવું કાર્ય કર્યું કે જેથી આત્મશાંતિ મળે ને ભવદુઃખ ટળે. આત્મશાંતિના ચાહક મુમુક્ષુ આત્માએ સર્વ પ્રથમ કષાયોનો ત્યાગ કરે પડશે. કષાયો આત્માને કલંકિત કરે છે ને મલીન બનાવે છે. માની લે કે તમે કિંમતી સુંદર કપડાં પહેરીને કેઈ પ્રસંગમાં જતાં હે અને કઈ તમારા કપડાં પર કાદવ કે ગંદા પદાર્થ નાંખે તે તમને કેવું થાય છે? તમે એની સાથે લડો, ઝઘડે અને એથી આગળ વધીને થપ્પડ પણ મારે. જે બસે, પાંચ રૂપિયાના વસ્ત્રો માટે આટલી કાળજી રાખે છે તે આત્મા માટે કેટલી કાળજી લેવી જોઈએ? - જે ખરેખર આત્મા માટે લાગણી અને કાળજી હશે તે ક્રોધ કષાય જ્યારે તમારા પર હુમલો કરવા આવશે ત્યારે ક્રોધને કહી દેશે કે તું શું સમજીને મારી પાસે આવ્યો છે. જે મારી પાસે આવીશ તે ક્ષમારૂપી તલવાર વડે તારે નાશ કરી નાંખીશ. માન આવે ત્યારે કહેશે કે હું તે તારે પડછાયો લેવા પણ ઇચ્છતું નથી. તું મારાથી દૂર રહેજે. નહિ તે મૃદુતા રૂપી ભાલાથી તારું માથું ફેડી નાંખીશ. એ રીતે માયા આવે ત્યારે કહી દેશે કે એ ધુતારી ! તે મને અનેક વાર છેતર્યો છે, પણ હવે હું તારાથી છેતરાઉં એમ નથી. જે તું મારી પાસે આવીશ તે આ સરળતા રૂપી છરી વડે તને ખતમ કરી નાંખીશ, અને લેભને તે સ્પષ્ટ શબ્દોમાં કહી દેશે કે તારા જે અધમ મેં કોઈને જોયો નથી. જે તું મારા આંગણામાં પગ મૂકીશ તે સંતેષરૂપી લાકડીને છુટો ઘા કરીશ ને તારે પગ ભાંગી નાખીશ. ભગવાન કહે છે કે લડવું હોય તે કષાયો સાથે લડે અને તેને નાશ કરે. એમાં જ સાચી હોંશિયારી ને બહાદુરી છે.
, કષાયોને સર્વથા નાશ થશે એટલે આત્મશાંતિ મળવાની છે. શાંતિ-શાંતિના પિકારે કરે શાંતિ નહિ મળે. શાંતિ બાહ્ય પદાર્થોમાં નથી પણ આત્મામાં અખૂટ શાંતિ ભરેલી છે. એક વાર આત્માના ખજાના તરફ દષ્ટિ કરે. દૂરબીનથી માણસ દૂરની વસ્તુ જોઈ શકે છે,