SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ શાતા અન ગાવા લાગી. અભિમન્યુને સારા વજ્રભૂષાથી સજાવીને હાથી ઉપર બેસાડયો ને મેરી જાન લઈને વિરાટ રાજાએ તૈયાર કરેલા લગ્નમ`ડપમાં આવ્યા, અને ખૂબ ધામધૂમથી અલિમન્યુ સાથે ઉત્તરાના લગ્ન કર્યાં. અભિમન્યુ અને ઉત્તરા માયરામાં જાણે સાક્ષાત્ ઈન્દ્ર-ઈન્દ્રાણી ન હાય, તેવા શાભતાં હતાં. નગરના લોકો વરવધૂને જોઈ ને કહેવા લાગ્યા કે અહાહા.... શુ જોડી છે! હસ્તમેળાપ વખતે વિરાટ રાજાએ અભિમન્યુને હાથી, ઘેાડા, રથ અને ઘણાં ગામ આપ્યા, અને પેાતાની પુત્રીને ઘણાં વસ્ત્રાભૂષણુ, દાસ-દાસીઓ વિગેરે ઘણુા કરિયાવર કર્યાં. યાચકોને ખૂબ દ્રવ્ય દાનમાં આપ્યું અને આખું ગામ જમાડયું. ત્યાર બાદ બધા રાજાએ જવાની રજા માંગી. વિરાટ રાજા રજા આપતા નથી, પણ છેવટે રડતી આંખે ખૂબ સત્કાર કરીને રજા આપી. સૌ સૌના સ્થાને ગયા. કૃષ્ણજીના આગ્રહથી પાંડવા દ્વારકા જાય છે. દ્વારકા નગરીના પ્રજાજના પાંડવાનુ. ભવ્ય સ્વાગત કરે છે. ત્યાં આનંદપૂર્વક બધા સાથે રહે છે. અર્જુનજી સિવાયના ચાર પાંડવાને લક્ષ્મી, વેગવતી, વિજયી અને રતિદુલારી આ ચાર કન્યાઓ પરણાવી. હવે દિવસે જવા છતાં દુર્યોધને પાંડવાને રાજ્ય ન આપ્યું. આથી કૃષ્ણજીને ધ આન્યા. તેર વર્ષ પૂરા થવા છતાં અને આટલા કષ્ટ આપ્યા છતાં હજી દુŕધનને પાંડવાને રાજ્ય આપવાનું મન થતુ નથી. તેથી દ્રુપદ રાજાના હાંશિયાર દૂતને ખેલાવી કૃષ્ણે એક પત્ર લખીને આપ્યા ને કહ્યું, કે આ પત્ર હસ્તિનાપુર જઈને દુર્માંધનને આપજે. આ પત્ર વાંચીને દુÜધન જો કઈ બેલે તો તેના જડબાતેાડ જવાબ આપી દેજે, બિલકુલ શરમ રાખીશ નહિ. આ પ્રમાણે ભલામણુ કરીને કૃષ્ણજીએ દૂતને હસ્તિનાપુર માકલ્યા. હવે દૂત પત્ર લઈને દુર્યોધન પાસે પહોંચશે. પત્ર વાંચીને દુર્ગંધન દૂતને કેવા જવાબ આપશે ને કૂત પણ ધન સામે કેવી ટક્કર ઝીલશે ને શુ મનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૧૧૨ કારતક સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૨૪-૧૧-૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેન ! સ્યાદ્વાદના સર્જક, વિસંવાદના વિસઢ, લવાભવના ભેદ્યક, એવા અનંત ઉપકારી પ્રભુ જગતના જીવાને આત્મકલ્યાણના માર્ગ બતાવતાં કહે છે કે હું આત્મા ! આવા સુ ંદર મનુષ્ય જન્મ પામીને તું તારા ભવના છે કર. આ ભવમાં જે તું ભવના ઈંદ્રનેા ઉપાય નહિ કરે તે ક્યાં જઈને કરીશ ? ચાર ગતિના ભવને અભાવ કરવા માટે અને ભવભ્રમણ મિટાવવા માટે આ જન્મ છે. પરમ માનંદની પ્રાપ્તિને પિપાસુ થઈ ને તું ભવચ્છેદના ઉપાય કર. વીતરાગ ભગવતાએ ભવ્ય
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy