SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન શાકનું તપેલું સંતાડીને મૂકી દીધું. બીજું જે ભોજન બનાવ્યું હતું તેમાંથી તેના પતિ, દિયર, દેરાણીઓ બધાને જમાડયા. સૌ જમીને પિતાના સ્થાને ગયા. તે દિવસે ચંપાપુરીમાં ચૌદ પૂર્વધર જ્ઞાની ગુરૂ ધર્મઘોષ મુનિ પિતાના શિષ્ય પરિવાર સહિત પધાર્યા. તેમની સાથે એક ધર્મરૂચી અણગાર માસ–માસમણુનાં તપસ્વી હતાં. તે દિવસે તેમને માસખમણનું પારણું હતું. પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન કર્યું એટલે ગુરૂએ કહ્યું–હે મારા તપસ્વી શિષ્ય! તમે ગૌચરી જાઓ ને પારણું કરે. ગુરૂ આજ્ઞાથી ધર્મરૂચી અણગાર ત્રીજા પ્રહરે ગામમાં ગૌચરી માટે પધાર્યા. માનના કારણે દુષ્ટ બુદ્ધિ શું કરે છે !: મુનિ ફરતાં ફરતાં નાગેશ્રીના ઘેર પહોંચ્યા. મનિને પિતાને ઘેર આવતા જેઈને નાગેશ્રીને ખૂબ હર્ષ થયો. પધારો-પધારો ગુરૂદેવ ! કહેતી સામી ગઈ મુનિના પાત્રમાં પેલું કડવું ઝેર જેવું શાક વહેરાવી દીધું. મુનિ બસ...બસ કહેતાં રહ્યા ને એણે આખું પાત્ર ભરી દીધું. વળી થોડું રહે તે કયાં ઉકરડે ફેંકવા જવું. એના કરતાં આ ઉકરડે હાલી ચાલીને આવ્યું છે તે નાંખી દઉ. બધું શાક મુનિના પાત્રમાં વહોરાવી દીધું. વહેરાવીને રાજી થઈ દેવાનુપ્રિયા ! સાધુને ઉત્કૃષ્ટ ભાવે નિર્દોષ સૂઝતા આહાર પણ વહેરાવવાથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. પણ આ નાગશ્રી દાનમાં દંડાણી, માનમાં મંડાણી ને જગતમાં ભંડાણી. નાગેશ્રી ઉત્કૃષ્ટ ભાવે મા ખમણને તપસ્વીને દાન દેવાં છતાં નરકે ગઈ. તેનું કારણ શું? સમજાણું ને ? તેણે વહેરાવતા વિચાર ન કર્યો કે આ હળાહળ ઝેર જેવો આહાર વહોરાવું છું તે આ મુનિનું શું થશે ? ધર્મરૂચી અણગાર ગૌચરી લઈને પોતાના ગુરૂ પાસે આવ્યા. આવીને ગુરૂને આહાર બતાવ્યું. ત્યાં તેમાંથી નીકળતી કડવી વરાળમાં વિષમય ગંધ આવી. હે વત્સ! યાદ યહ ખાવે તે, ટિકે ન તેરે પ્રાણ બાહાર જાય કામુક ભૂમિમે, પઠ દે કરૂણુઆન...હે શ્રેતા ગુરૂએ કરેલે સંકેત : હે મારા વહાલા તપસ્વી શિષ્ય! આ આહાર વિષમય છે. તારે ખાવા ગ્ય નથી. જે ખાઈશ તે તારા જીવ અને કાયા જુદા થઈ જશે. માટે તમે જંગલમાં જઈ જમાં નિર્જીવ ભૂમિ હોય ત્યાં આહારને પરઠવી દે. આજે ગુરૂ આવા તપસ્વી શિષ્યને આજ્ઞા આપે તે તમે શું કહે ? (હસાહસ) વિનયવંત શિષ્ય કડે આહાર પરડવવા ઘણે દૂર જતાં કુંભારના નિભાડા હતા ત્યાં પહોંચ્યા. કઠણ અને નિર્દોષ જમીન હતી ત્યાં જઈ તેમણે શાકનું એકજ ટીપું જમીન ઉપર મૂકયું કે કોઈ જીવની હિંસા નથી થતી ને? પણ કીડીઓની ઘ્રાણેન્દ્રિય ઘણુ તીવ્ર હોય છે. શા.-૬
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy