SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. શારદા દેશન આજીવિકાનું સાધન થઇ જાય ને એટલી ઈંટા મળતાં ઈંટને માટીનુ ઘર પણ ઉભું થઇ જાય. એ સ્વધી ને કેટલી રાહત મળે ! પેલે શ્રાવક પણ વિચાર કરવા લાગ્યા કે અહા ! જૈન ધર્માંના કેવા મહાન પ્રભાવ છે! આજે હું જૈન ન હેાત તે મને કોઈ પૂછતુ નહિ. એ શ્રાવક ત્યાં ઘર વસાવીને રહેવા લાગ્યું. ટૂંકમાં જૈન કુળમાં જન્મ પામવા તે મહાન પુણ્યાદય છે, તેથી અધિક જેને નાયક જૈન ધમી હાય તે નગરીમાં જન્મ પામવા તે વિશેષ પુણ્યવાન છે. કારણ કે રાજા ધર્મોના પ્રેમી હેાય તેા પ્રજા પણ એવી ધર્મ પ્રેમી હેાય છે. તમે પણ આછા પુણ્યવાન નથી. મુંબઈમાં સતા તમને જાગૃત કરવા માટે પધારે છે. માટે જાગે ને તમારું પરાક્રમ તપ અને સંયમમાં ફારવા. કૃષ્ણ વાસુદેવને નેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પધાર્યાની વધામની મળી. તેમણે વનપાલકને ન્યાલ કરી દીધે!. હવે તેમને ભગવાનના દન કરવા જવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી છે. દ્વારકા નગરીમાં આનંદ આનંદ વર્તાઇ રહ્યો છે. હવે આગળ શુ મનશે તેના ભાવ અવસરે, ચરિત્ર :–“ મુનિએ કરેલું સમાધાન : કૃષ્ણ વાસુઅેવે મુનિને વંદન કરીને પૂછ્યું કે દ્રૌપદીએ અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી અને પાંચના ગળામાં કેમ પડી ! અબ મુનિવર અવધિજ્ઞાનસે, કહતે હૈં ચિત્ત લાઇ, પૂરવ જન્મ દ્રૌપદીકા, સબ સુનતે ધ્યાન લગાઇ હા...શ્રોતા મુનિશ્વર અવધિજ્ઞાની હતા. એટલે કહે છે કે ઘણાં ભવા પહેલાં દ્રૌપદીએ નિયાણું કયું હતું. તે કારણથી આમ બન્યુ છે. હવે તેણે નિયાણું કયારે અને કેવી રીતે કર્યું તે હું તમને કહુ છું. સાંભળેા, મુનિ દ્રૌપદીના પૂર્વભવની વાત કરે છે તે દ્રુપદ આદિ બધા રાજાએ એક ચિત્તે સાંભળવા લાગ્યા. આ ભારત ક્ષેત્રમાં ચંપાપુરી નામની વિશાળ નગરી હતી. તે નગરીમાં સામદેવ, સામભૂતિ અને સામદત્ત નામનાં ત્રણ સાદર ભાઇઓ વસતાં હતા. તેમને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામની પત્નીઓ હતી. એક ખીજામાં પરસ્પર અત્યંત પ્રેમ હાવાથી તેમણે નક્કી કર્યુ કે આપણે ત્રણે ભાઇઓએ દરેકને ઘેર એકેક દિવસ સાથે જમવું. ભેગા બેસીને જમવાથી પ્રેમ વધે છે. એક દિવસ નાગશ્રીને ઘેર બધાને જમવાને વારા હતા. એટલે તેને અનેક પ્રકારના રસવાળી રસેાઇ મનાવી હતી. તેમાં તૂંબડી–જેને આપણે દૂધી કહીએ છીએ તે કડવી અને મીઠી ખ'ને હેાય છે. આ નાગશ્રીએ તૂ'ખડી ચાખ્યા વિના ખૂબ તેલ, મશાલા વિગેરે નાંખીને શાક ખનાવ્યું. શાક ચાખ્યું તા કડવુ' ઝેર જેવુ લાગ્યું. શાક ખનાવવામાં ખૂબ તેલ મશાલા વાપર્યાં હતા. આવું ભપકાદાર શાક કેમ નાંખી દેવાય ? અને ખીજું' “દેરાણીઓ વિગેરે કાઇ જાણશે તે એમ કહેશે કે આટલી ખખર ન પડી કે આટલુ' દ્રવ્ય વાપરીને મનાવેલું શાક ઉકરડે ફૂંકી દીધુ...! આ રીતે મારું માન હણાશે. એટલે લેાભ અને માનને વશ થઇને નાગશ્રીએ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy