SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ કર શારા દર્શન કુર કર્મ કરતી વખતે એને ખબર નથી પડતી કે હું આ કરી રહ્યો છું ને કર્મો ભેગવવા કયાં ચા જઈશ? મિલ પૂર્વના વૈરના કારણે ભાન ભૂલ્ય. એણે ચારે તરફ નજર કરીને જોયા પછી सरस मट्टियं गेव्हइ, गेण्हित्ता जेणेव गयसुकुमाल अणगारे तेणेव उवागच्छइ श्मशान भूमिमा એક તળાવ હતું. તે તળાવમાંથી ભીની ચીકણી માટી લઈને જયાં ગજસુકુમાલ અણગાર પિતાની કાયાને નમાવી, બધી ઇન્દ્રિઓને વશ રાખી, પિતાના અંગે પાંગને સ્થિર રાખી, પિતાના બંને પગને ચાર અંગુલને આંતરે સંકોચીને, પિતાના હાથને ઘૂંટણ સુધી લટકાવીને એક પુદ્ગલ પર અનિમેષ દષ્ટિ રાખી ઉર્વ કાયથી ધ્યાનાસ્થિત હતા ત્યાં આવ્યો. વારિજીત્તા સુવુમાસ્ટર્સ સળTVરસ મથર કવિ વપરૂ ” આવીને તેણે ગજસુકુમાલ અણુગારના માથે માટીની પાળ બાંધી અને બરાબર વૈર લેવાની તૈયારી કરી. ગજસુકુમલે જાણ્યું કે સોમિલ આ પ્રમાણે કરે છે પણ તેઓ પિતાના ભાવમાં સ્થિર રહ્યા. ભગવાન જાણતાં હતાં કે મારા શિષ્યને સોમિલ બ્રાહ્મણ સાથે પૂર્વનું વૈર છે એટલે એ વૈરને બદલે લેવાનું છે, અને મારા નવદીક્ષિત શિષ્ય ગજસુકુમાલ અણગાર તે નિમિત્તે કમેને ક્ષય કરી મેક્ષમાં જવાના છે. તેથી શેક્યા નહિ. સોમિલ બ્રાહ્મણે તળાવમાંથી ભીંજાયેલી ચીકણી માટી લાવીને ગજસુકુમાલ અણગારના મસ્તકે પાળ બાંધી. હવે વૈરને બદલો લેવા તે શું કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-પાંચ પાંડવે, કુંતા માતા, દ્રૌપદી બધા જ્યાં સજજ થઈને બેઠા છે ત્યાં ભયંકર ગેબી અવાજ સાંભળવામાં આવ્યું, અને ધૂળથી આકાશ છવાઈ ગયું. જોતજોતામાં મોટું સૈન્ય આવ્યું ને એક ભયંકર આકૃતિવાળે માણસ કાનના પડદા તૂટી જાય તેવા ગેબી અવાજથી કહે છે કે જે અહીં વસ્યા હોય તે બધા ચાલ્યા જાવ. અમારે ધર્મ વસંતક નામનો રાજા અહીં રહેવાનું છે. આ સાંભળીને તે માણસ ઉપર ભીમને અત્યંત ક્રોધ આ ને હાથમાં ગદા લઈને સિંહ જેવી ગર્જના કરીને બે–અમને અહીંથી ચાલ્યા જવાનું કહેનાર તું કેણ છે? આમ કહીને ભીમે આવનાર માણસની બેચી પકડીને તેને ઉછાળીને દૂર ફેકી દીધે. એટલામાં મોટી સેના ત્યાં આવી ગઈને પાંડેને ચારે તરફથી ઘેરી લીધા, આ પાંડે તેનાથી ડરી જાય તેવા ન હતા. ખૂબ શૂરવીરતાથી સૈન્યને સામને કર્યો. આવેલી સેનાના કેટલાક સૈનિકોને ભીમે ગદાથી પ્રહાર કર્યા. કેટલાકને અને બાણથી વીંધી નાખ્યા. આમ સૈન્યને છિન્ન-ભિન્ન કરીને ભગાડી રહ્યા છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy