SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ સારા દર્શન ૭ માટીમાં મળી ગયા. હવે એ મારી યુવાન દીકરીનું શું થશે? અને હું મારા જ્ઞાતિજનોને શું કહીશ? કોઈ પણ કારણ વિના મારી દીકરીને છોડીને તેં દીક્ષા લીધી છે તેથી તે મારું ઘોર અપમાન કર્યું છે. અરેરે....તને લજજા ન આવી ! આટલું બોલતાં સોમિલની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈને તેની આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. ક્રોધથી દાંત પીસવા લાગે ને મનમાં નિશ્ચય કર્યો કે આ પાપી ગજસુકુમાલે મારી એકની એક લાડકવાયી નિર્દોષ અને તેના જેવી નિષ્કલંક મારી દીકરી સે પાને ત્યાગ કરીને મારી સાથે વૈર બાંધ્યું છે, દુશ્મનાવટ કરી છે, તે “સં ય હુ મર્મ ચકુમાર કુમારંg વેર નિષાદળ ફેરા!” મારા માટે ઉચિત છે કે હું આ વરને બદલે લઉં. જ્યાં સુધી આ વૈરને બદલે નહિ લઉં ત્યાં સુધી અન્ન-પાણી લઈશ નહિ. એમિલ બ્રાહ્મણે આવો નિશ્ચય કર્યો. બંધુઓ ! આ ખૂબ વિચારવા જેવી વાત છે. પૂર્વભવમાં બાંધેલા કર્મો જીવને કયારે ઉદયમાં આવશે તેની ખબર નથી, માટે કર્મ બાંધતી વખતે ખૂબ ઉપયોગ રાખવાની જરૂર છે. જુઓ, અહીં ગજસુકુમાલે સેમિલ બ્રાહ્મણનું કંઈ બગાડ્યું હતું? એને પૂર્વનું વૈર ન હતા તે એમ થાત કે અહો! ત્રણ ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણવાસુદેવના લાડકવાયા ભાઈએ આટલી સુખ-સમૃદ્ધિ છેડીને સાવ છેટી વયમાં દિક્ષા લીધી. ધન્ય છે એ આત્માને ! એના ચરણમાં શીર ઝૂકી પડત, પણ પૂર્વનું વૈર હતું. તેમાં પુત્રીનું નિમિત્ત મળતાં અંતરમાં બેઠેલે વૈરાગ્નિ પ્રજવલિત થયે. દુનિયામાં વૈર વિના ઝેર આવતું નથી. (અહીં પૂ. મહાસતીજીએ વૈર ઉપર ખૂબ સુંદર કરૂણરસથી ભરપૂર ખંધકમુનિનું દષ્ટાંત આપ્યું હતું. જે સાંભળતાં બધા રડી પડયા હતા.) ગજસુકુમલ મુનિને જોતાં સેમિલ બ્રાહ્મણના દિલમાં પૂર્વનું વૈર જાગૃત થતાં મધ આવ્યું ને તેના મનમાં થયું કે બસ, હવે તેને બતાવી દઉં. એમ વિચાર કરીને હિસા વલ્લેvi #ોદા બ્રાહ્મણે દિશાઓનું પડિલેહણ કર્યું. પડિલેહણ કરવું એટલે જેવું. સોમિલ બ્રાહ્મણને ગજસુકુમાલ અણગારનો વિનાશ કરે છે. એટલે તેણે ચારે તરફ દષ્ટિ કરી કે કોઈ આવતું નથી ને? કઈ મને જોઈ નહિ જાય ને? જે માણસ હિંસાદિ પાપ કરે છે તેનું હૈયું થડકે છે. ભલે તે ઉપરથી કૂર બની જાય પણ અંદરથી તેને આમાં કંપી ઉઠે છે, ને કહે છે કે હે જીવ! આવું ઘોર પાપ તારાથી કરાય નહિ. કદાચ કોઈ ન દેખે તે રીતે તું છાને ખૂણે બેસીને પાપ કરે ને માને કે મેં કેવી હોશિયારી વાપરી, કે મેં કર્યું છતાં કોઈ જાણતું નથી. ભલે, બીજું કઈ ન જાણે કે ન દેખે પણ અનંતા સિદ્ધ ભગવંતે અને કેવળી ભગવંતે તે જાણે છે ને? એમના જ્ઞાનમાં કંઈ અજાણ્યું નથી, પણ કર્મથી ઘેરાયેલે આત્મા અંતરનો અવાજ સાંભળતું નથી. તે એનું ધાર્યું કરે છે. આવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy