SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ છ૭ શાસા દર્શન . एए पवयणमाया, जे सम्मं आयरे मणी. - તો વિ સંસા , વિષમુદાર ઊંgિ | ઉત્ત. અ, ૨૪ ગાથા ૨૭ : - જે મુનિ અષ્ટ પ્રવચન માતાનું અવિપરીતતાથી, દંભ આદિથી રહિત બનીને સમ્યક રીતે પાલન કરે છે તે તસ્વાતત્વના વિવેકવાળા પંડિત મુનિ શીધ્ર ચાર ગતિ રૂપ સમગ્ર સંસારથી સર્વથા મુક્ત બની જાય છે. આ રીતે ગજસુકુમાલ મુનિએ અષ્ટપ્રવચન માતાને અને દશવિધ સાધુ ધર્મને બરાબર સમજીને ધારણ કર્યો. આ નવદીક્ષિત મુનિને મોક્ષ જવાનો તલસાટ ઉપડે છે. એક વાર જે જીવનમાં આવે તલસાટ જાગે તે તે કલ્યાણ થઈ જાય. જેમ રેતીને માટે ઢગલે પડડ્યો હોય તેને તબડકાથી ઉપાડે તે વાર લાગે પણ જે પ્રલયકાળનો પવન આવે તે એ રેતીનો ઢગલો ઘડીકમાં સાફ થઈ જાય. તેમ આ ગજસુકુમાલ મુનિના દિલમાં એ તલસાટ ઉપડ્યો છે કે જે તલસાટ કર્મોના ઢગલાને સાફ કરી નાખે. ગજસુકુમાલ મુનિ દીક્ષા લઈને ભગવાનના શિષ્ય પરિવારમાં બેસી ગયા. દેવકી માતા, વસુદેવ પિતા, અને કૃષ્ણ વાસુદેવ બધા રડતી આંખે ઢીલા પગે ઘેર ગયા. નવદીક્ષિત ગજસુકુમાલ મુનિ ભગવાન નેમનાથના ચરણમાં અર્પણ થઈ ગયા. જેને સંસાર સાગર તારનાર કુશળ નાવિક મળ્યા તેને બીજા કેઈ યાદ ન આવે. એ તે એમ જ માને છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ સ્વામી શરણાગતાનાં, ત્વમેવ સંસાર નિવારકેડસિ હે પ્રભુ! તમે જ મારું સર્વસ્વ છે. હું મન-વચન અને કાયાથી આપને અર્પણ થયે છું. આપની આજ્ઞા એ જ મારે શ્વાસ અને પ્રાણ છે. હવે મારે જહદી મારું કલ્યાણ કરવું છે તે માટે આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું. ફક્ત એક મારી આંખની કીકી કેટલી વખત હાલે છે અને મેં કેટલા શ્વાસ લીધા ને કેટલાં મૂક્યા તે આપને કહી શક્ત નથી. તે સિવાય આપનાથી મારે કંઈ ગુપ્ત નથી. આ કાયા આપની આજ્ઞાનું પાલન કરવા માટે કુરબાન કરું છું. જે શિષ્યમાં આટલી બધી અર્પણતા હોય તેનું કલ્યાણ થતાં વાર ન લાગે. ગજસુકુમાલ મુનિએ ચાર મહાવ્રત સ્વીકાર્યા અને રાત્રી ભેજનને ત્યાગ કર્યો. રાત્રી ભોજનમાં અસણં, પાણું, ખાઈમં, સાઈમં એ ચારે ય આહારને ત્યાગ આવી જાય છે. ચારિત્રવાન સંતેને રાત્રે આ ચાર પ્રકારના આહારમાંથી એક પણ આહાર કલ્પો નથી, તેમજ બિમાર પડે તે રાત્રે કોઈ પણ પ્રકારનું ઔષધ લેવું ક૯પે નહિ, એક જ જેવી ચીજ લગાડી શકાય નહિ તે પછી ઈજેકશન લેવાની તે વાત જ ક્યાં! સાધુને ગમે તે રોગ આવે, કદાચ મોતની ઘડી આવી જાય તે પણ ચારિત્રવાન સાધુ રાત્રે કઈ દવાની વાંછા કરે નહિ. એ તે એક જ વિચાર કરે કે જ્યાં સુધી મારા દેહમાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy