SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૭૭૫ કાંટાળે ન લાગે, કારણ કે હવે લગની લાગી છે કે મારે કમે તેડવા છે. તેથી શૂરવીર બનીને ચાલી નીકળ્યા. તેમને ભગવાનની વાણી દ્વારા સમજાઈ ગયું છે કે જે માત્મમરણના ફેરા અટકાવીને વીતરાગી બનવું છે, ભવભ્રમણ મિટાવવું છે ને આત્મતિ પ્રગટાવવી છે તે સંયમને શણગાર સજ પડશે. તેથી તે નેમનાથ ભગવાનને કહે છે, અહે પ્રભુ! હું સંયમને પિપાસું છું. મને ચારિત્રની લગની લાગી છે માટે પ્રભુ! હવે મને આપ જલ્દી દીક્ષા આપે. દેવકીમાતાએ રડતા રડતા પ્રભુને દીક્ષા દેવાની આજ્ઞા આપી. પ્રભુ! મારા કાળજડાની કોર, હૈયાને હાર, મારો શ્વાસ કહું કે રત્નોન ડાભલે કહું એવો મારે લાડીલે વહાલસોયે દીકરે હવે હું તમને સંપું છું. હવે અમારે તેના પર હકક રહેતું નથી. છેલ્લે ગજસુકુમાલને કહે છે બેટા ! નીરમાં નીર સમાઈ જાય તેમ તું ગુરૂ આજ્ઞામાં સમાઈ જજે. આત્મકલ્યાણ માટે મેટામાં મોટું તપ ગુરૂ આજ્ઞામાં સમાઈ જવું તે છે. આટલું બેલતાં તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી ભગવાન નેમનાથે ગજસુકુમાલને કરેમિલં તેને પાઠ ભણજો. ગજસુકુમાલમાંથી હવે ગજસુકુમાલ અણગાર બન્યા. જે થયુમ યાપિ ના કુત્તમારા તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન-માતાના પાલક બન્યા, તથા શબ્દાદિ વિષયેથી નિવૃત્ત બની સર્વ ઇદ્રિને પિતાના વશમાં રાખી ગુપ્ત બ્રહ્મચારી બન્યા. પાંચ સમિતિમાં પ્રથમ ઈસમિતિ. સંયમ લીધા પછી સાધકે રસ્તામાં ચાલે તે પુરો ગુમાવા ધૂસરા પ્રમાણે જઈને ચાલવું. જેથી સામું કઈ અથડાઈ ન જાય ને જીવેની જતના થાય. સાધક બહુ ઉતાવળે ઉતાવળે કે હસતા હસતા ન ચાલે, પણ ઈર્યાસમિતિ સાચવીને ચાલે. બીજી ભાષાસમિતિ સાધકે ખૂબ જોઈ વિચારીને બેલવું. કર્કશકારી, છેદકારી, નિશ્ચયકારી, આદિ સેળ પ્રકારની ભાષા સાધુ ન બેલે, તેમની ભાષામાં ઉપગ હવે જોઈએ. તે એવી ભાષા ન બેલે કે જેથી સામા જેને દુઃખ થાય, પણ તેમની ભાષા નિર્વિઘ અને મીઠી મધુરી હોવી જોઈએ, તેમજ નિશ્ચયકારી ભાષા પણ ન બોલે. તે એમ ન કહે કે અમે આ દિવસે આમ કરવાના છીએ. દા. ત. વિહાર ક હેય તે એમ ન કહે કે અમે આ દિવસે વિહાર કરવાના છીએ, પણ એમ કહે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુકુળ હશે તે વિહારના ભાવ છે. એષણા સમિતિ એટલે ગૌચરી–પાણીમાં ખૂબ ઉપગ રાખ. સોળ ઉદ્દગમનના, સેળ ઉત્પાતના અને દશ એષણાના દોષ ટાળીને ગૌચરી પાછું કરવા. જેથી આયાણ ભંડ મત્ત નિખેવણ સમિતિ એટલે ભંડ ઉપગરણ, વસ્ત્ર, પાત્ર આદિ જતનાએ લે ને જતનાએ મૂકે. અજતનાએ લેવા મૂકવાથી જીવોની હિંસા થાય છે. પાંચમી ઉચ્ચાર પાસવણખેલ જલસંઘાણ પારિઠાવણીયા સમિતિ એટલે પઠવવા ગ્ય વસ્તુઓ જેઈને પરઠવવી. આ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને દેશવિધ યતિધર્મ અંગીકાર કર્યા. આ અષ્ટ પ્રવચન માતાનું યથાતથ્ય પાલન કરનારને કે મહાન લાભ થાય છે ?
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy