SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન આજ્ઞાનું પ્રાણુતે પણ પાલન કરજે. કોઈ કાર્યશાસન વિરૂદ્ધ કરીશ નહિ. પળે પળે જિનાજ્ઞાને વિચાર અને પ્રત્યેક ક્રિયામાં જિનાજ્ઞાન ભાવ તારામાં સેઠસ ભરાયેલું રહેશે તે મુક્તિના સુખ તારી હથેળીમાં રમતા થઈ જશે. આ રીતે દેવકીમાતાએ ગજસુકુમાલને આશીવાદ આપ્યા. આટલું બોલતાં તેમની આંખમાંથી શ્રાવણ-ભાદર વહેવા લાગ્યું. હવે દેવકી માતા ગજસુકુમાલને દીક્ષા દેવાની ભગવાનને કેવી રીતે અનુમતી આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર - દ્રૌપદીના કહેવાથી ભીમ બધાની આજ્ઞા લઈને કમળ લેવા માટે ગયે. તેણે નદી, પર્વત વિગેરે ભયંકર રસ્તાઓ પાર કર્યા છતાં તે કમળવાળું સરેવર મળ્યું નહિ. ભીમના ગયા પછી આ યુધિષ્ઠિર વિગેરેને અનિષ્ટ સૂચક અપશુકન થવા લાગ્યા. તેથી તે બધા પરસ્પર વિચાર કરે છે કે, શું આપણું ઉપર કઈ વિન આવવાનું હશે! ઘણે સમય થયે છતાં ભીમ ન આવે એટલે દ્રૌપદી કહે, આપ જલ્દી જઈને આપના ભાઈની તપાસ કરે. તે હજુ સુધી કેમ આવ્યા નથી ? ભીમને શેધવા માટે યુધિષ્ઠિર પોતાના કુટુંબને સાથે લઈને ત્યાંથી ચાલ્યા, પહાડ, નદી ઓળંગતા ચાલ્યા જાય છે, ત્યાં રસ્તામાં એક મોટી ખૂબ વિશાળ નદી આવી. યુધિષ્ઠિરે કહ્યું, ભીમ સિવાય આ નદી આપણને કોણ પાર કરાવશે? બધા ચિંતાતુર બની ગયા, ત્યારે અર્જુનજી કહે છે ભાઈ ! આમ ચિંતા ન કરે. મારી પાસે વિદ્યા છે તે વિદ્યાના પ્રભાવથી નદીના બે ભાગ થઈ જશે ને બધા આ નદીને પાર કરી શકશું. ધર્મ રાજા કહે–ભાઈ આવા સામાન્ય કામ માટે વિદ્યાઓનો ઉપયોગ કર તે એગ્ય નથી. નદી ઓળંગવા માટે વિદ્યાનું સ્મરણ કરવાની જરૂર નથી. આપણે હિડંબાને યાદ કરે. યુધિષ્ઠિરે હિડંબાનું સ્મરણ કર્યું કે તરત હિડંબા આવી ગઈ. હિડંબા પિયર ગઈ હતી ત્યારે કહીને ગઈ હતી કે આપને જ્યારે મારી જરૂર પડે ત્યારે મારું મરણ કરજે. હું તરત આવીશ અને આપનું જે કાર્ય હશે તે અવશ્ય કરીશ. હિડંબા તેના પુત્રને સાથે લઈને આવી, હિડંબાને જોઈને બધા હરખાઈ ગયા. હિડંબા આવીને કુંતામાતાના ચરણમાં પડી. કુંતાજી અને દ્રૌપદી સાથે પ્રેમથી વાતે કરી. હિડંબાની સાથે ભીમ જેવા બાળકને જોઈને ધર્મરાજાએ પૂછ્યું. આ કોણ છે? તમારે દીકરે છે. હું ગર્ભવંતી હતી ત્યારે એકચકા નગરીથી આપે મને કહ્યું હતું ને કે અમારો વનવાસ હજુ બાકી છે. માટે આપ ખુશીથી પિયરમાં રહો. આપની આજ્ઞાનુસાર હું પિયર ગઈ હતી. ત્યાં ગયા પછી આ પુત્રને જન્મ થયે. આ પુત્રના જન્મ પછી તિષીઓએ તેનું ભવિષ્ય ભાખ્યું કે, આ પુત્ર એવો બળવાન બનશે કે, તે તેના પિતાના શત્રુઓને ઉચ્છેદ કરશે. તેનું નામ ઘટોત્કચ રાખ્યું છે. હું તેને ભણાવું છું. તેને ચેડી કેળવણી આપી છે, ને છેડી હજુ બાકી છે, ધર્મરાજા ઘટેકચને ખેળામાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy