________________
શારદા ન લડી અને શત્રુને હરાવ્યું, ને રાણીએ વિજયડંકા વગાડ્યા. રાણીનું શોર્ય જોઈને સૈન્ય આશ્ચર્ય પામી ગયું કે શું રાણીની શૂરવીરતા છે ! તેઓ કેટલા સુકોમળ છે પણ સમય આવ્યે કેવા શૂરવીર બની ગયા ! સૌ રાણીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. થડા દિવસ પછી રાજા બહારગામથી આવ્યા ત્યારે ખબર પડી કે રાજ્ય ઉપર દુમન ચઢી આવ્યું હતે ને રાણીએ તેને હરાવ્યો. - દેવાનુપ્રિયે ! રાજાની ગેરહાજરીમાં રાણીએ શુરવીરતાથી રાજ્ય રક્ષણ કર્યું. તે હવે રાજાને આનંદ થ જોઈએને? રાણી પ્રત્યે પ્રેમ વધ ઈએ કે ઘટ જોઈએ? અહીં પરિણામ વિપરીત આવ્યું. રાજાને રાણી પ્રત્યે પ્રેમ વધવાને બદલે અભાવ છે. રાજાના મનમાં એમ થઈ ગયું કે જે રાણી કદી પરપુરૂષનું મુખ જોતી નથી. એઝલમાં જ રહે છે તે રાણું આટલા બધા પુરૂષ વચ્ચે બહાર નીકળી, એણે કેટલા પુરૂષના મુખ જોયા, હવે એના ચારિત્રને શું વિશ્વાસ! કોને ખબર એ કેવી સતી હશે! આ વિચાર આવતાં રાજાને રાણી પ્રત્યે અભાવ થયો એટલે રાણીને પિતાના મહેલમાંથી કાઢી મૂકી અને એક દંડિયા મહેલમાં રાખી. જુઓ, માણસનાં કર્મને ઉદય થાય છે ત્યારે સારું કામ કરે છે છતાં અવળું પડે છે. કેઈ પુષ્પ પાથરે તે કંટક બની જાય છે. રાણી ખૂબ સમજુ અને વિવેકી હતાં. ધર્મના સ્વરૂપને સમજેલાં હતાં એટલે એના મનમાં એમ થયું કે સારું કામ કર્યું છતાં મને રાજાએ તરછોડી દીધી ! મેહવશ થડો આંચક લાગે પણ બીજી ક્ષણે તેણે મનને વાળી લીધું. એમાં રાજાને શું દેષ! મારા કર્મને ઉદય છે. હે જીવ! કેઈને વિયાગ પડાવ્યા હશે તે તને વિયેગ પડે છે. આ રીતે મનને સ્થિર કરીને તે રહેવા લાગી.
રાજાને તે એટલે બધે અભાવ થઈ ગયેલ છે કે રાણું ભૂખી છે કે તરસી તેની ખબર લેવા જતા નથી. પ્રધાનને રાણું પ્રત્યે ખૂબ સદૂભાવ હતું એટલે તે રાણીને માટે બધી વ્યવસ્થા કરતું હતું, અને અવારનવાર રાણીની ખબર લેવા જતે રાણી મોટા ભાગે ધ્યાનમાં રહેતી હતી. ધ્યાનમાં બેસી આત્માનું ચિંતન કરતી. ભગવાને બાર પ્રકારને તપ બતાવ્યા છે તેમાં ધ્યાન એ આત્યંતર તપ છે. ઉપવાસમાં ખાવાનું બંધ કરીએ છીએ પણ મનથી કોઈનું કયારેક ખરાબ ચિંતવાઈ જાય છે વચનથી કટુ વચન બેલાઈ જાય છે ને કાયાથી પણ પાપ થવાને પ્રસંગ આવે છે. બાહ્યતપમાં મનવચનકાયા છૂટા રહે છે ત્યારે ધ્યાનમાં તે મન, વચન અને કાયા રોકાઈ જાય છે. એટલે ધ્યાનથી જલદી કર્મો ખપે છે. રાજાએ રાણીને ત્યાગ કર્યો ને પાંચ પાંચ વર્ષો વીતી ગયા છતાં હજી રાજા સામું જોતા નથી. એક વખત એવું બન્યું કે રાજાને ખૂબ તાવ આવ્યું ઘણું ઉપચાર કર્યા પણ કઈ રીતે રાજાને તાવ ઉતરતું નથી. મોટા મોટા ડોકટરે આવ્યા ને ઘણી ભારે દવાઓ આપી પણ રાજાને તાવ ન ઉતર્યો.