________________
શારા દર્શન
૭૫૭ માતાએ તુજને જન્મ આપે, પિતાએ પૂર્યા તારા કે (૨) વીરાએ તને લાડ લડાવ્યા, કુટુંબ આપે વિદાય (૨) –
વીરા...સંસારના બંધન તેડી નાંખ્યા તે આજવીર માર...
વીરા (૨) આ પંથે વિચરી પામો ભવ પારવાર મારા છે વીરા! જે માતાએ તને જન્મ દીધે તે માતા આજે ચોધાર આંસુએ રડે છે. અમને તારો અત્યંત મેહ છે પણ ખરેખર ! આપણી માતા જેવી કઈ ભાગ્યવાન માતા નથી. આ માતાની કુખે જન્મેલા સાત સાત રન્ને દીક્ષા લે એ કંઈ સામાન્ય વાત નથી. માતાએ તને જન્મ દીધો અને સારા સંસ્કાર આપ્યા. પિતાજીએ તારી જે જે ઈચ્છાઓ હતી તે બધી પૂર્ણ કરી છે. મેં તને રમાડો, ખેલા ને લાડ લડાવવામાં બાકી રાખ્યા નથી, એટલે અમને તારો રાગ રડાવે છે. તારી વિદાય અમને બહુ વસમી લાગશે. તું રાજપાટ, વૈભવ, માતાપિતા, ભાઈ અને સારું યાદવ કુટુંબ છેડીને જાય છે. તે સંસારના બંધને, અને મેહ, માયા, મમતા તેડી નાંખ્યા છે છતાં અમને તારો મોહ છે પણ તને અમારે મેહ નથી. તે હે વીરા ! સુખે સુખે સંયમપંથે વિચરીને જલદી જલ્દી તમે ભવસાગર તરશે અને અમને તારજે. ત્રણ ખંડના અધિપતિ પોતાના ભાઈના માથે હાથ મૂકીને આવા આશીર્વાદ આપે તે વખતે કેવો દેખાવ લાગતું હશે !
આવા વૈરાગ્યની વાત સાંભળીને તમને કંઈ નથી થતું કે સંસાર છોડવા જેવું છે. એક વાત જરૂર સમજી લેજો કે વહેલા કે મેડા ચારિત્ર અંગીકાર કર્યા વિના ત્રણ કાળમાં કલ્યાણ થવાનું નથી. સંસારને તમે સ્વર્ગ જે માને છે અને પુણ્યને ઉદય હોય તે માર્ગ જેવા સુખ મળે પણ ખરા, તેમાં ના નહિ, પણ જ્યાં સુધી ધક્કો નથી લાગે ત્યાં સુધી ગાડી સીધી ચાલશે પણ ધકકો લાગતાં ગાડી ખોટવાઈ જશે અને સ્વર્ગ જેવો સંસાર દાવાનળ જે વિષમ બની જશે. વિવેક્વાન મનુષ્યો એક ધક્કો વાગે તે ચેતી જાય, ને એના આત્માનું સુધારી લે. માટે જીવનમાં એક ધક્કાની જરૂર છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
વધુષ નામના એક રાજા થઈ ગયા. તેમને અત્યંત સુકોમળ અને પતિવ્રતા એક રાણી હતી. એની પતિ પ્રત્યેની અજબ ભક્તિ હતી. રાજાને પણ રાણી અત્યંત પ્રિય હતી. એક વખત એ પ્રસંગ આવી ગયે કે કોઈ અગત્યના કામ પ્રસંગે રાજાને બહારગામ જવાનું થયું, ત્યારે તેમના કોઈ દુશ્મન રાજાને ખબર પડી કે નઘુષરાજા બહારગામ ગયા છે. તે તકને લાભ લઈને દુશ્મન રાજા તેના નગર ઉપર લડાઈ લઈને આવ્યું. રાજ્યમાં ખબર પડી કે દુશ્મન લશ્કર લઈને આવે છે, ને રાજા નથી. શું કરવું ? આ સમયે રાણીએ કહ્યું, તમે ચિંતા ન કરો. હું લડાઈ કરવા આવું છું. રાજાને સ્વાંગ સજી રાણી તૈયાર થઈ, અને લશ્કર લઈને લડવા ચાલી, યુદ્ધમાં મોખરે રહીને દુશ્મનની સામે શૂરવીરતાથી