SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૫ શારદા દર્શન કઠીન છે. તું ચરી જઈશ ત્યારે કઈ કઠોર વચનો કહેશે, કેઈ અપમાન કરશે, ત્યારે સમભાવ રાખજે. અરે કઈ જગ્યાએ અજ્ઞાની મનુષ્ય માર મારશે. તારો વધ કરવા તૈયાર થશે. તે વખતે મનમાં એ વિકલ્પ નહિ કરાય કે મેં કયાં દીક્ષા લીધી ! તે વખતે સિંહની જેમ શૂરવીર અને મેરૂની જેમ અડોલ રહેજે. હવે તું એવી સાધના કરજે કે ફરી ફરીને મારા જેવી માતાઓને રેવડાવવી ન પડે. મુજને તજીને જાય, માતા મત કરજે રે, કર્મો ખપાવી ઈણ ભવ વહેલે મુક્તિને વરજે રે હજુ દેવકીમાતા ગજસુકુમાલને શું હિત શિખામણ દેશે તેના ભાવ અવસરે. ચરિત્ર-પાંડવોને ખબર પડી કે દુર્યોધન લશ્કર લઈને આવે છે તેથી તેઓ ગંધમાદન પર્વત ઉપર જવા તૈયાર થયા. સહદેવજીએ શુભ દિવસ આપે. તે પ્રમાણે તેઓ ચાલ્યા. રસ્તામાં સંત મળ્યા તેથી તેમના દર્શન કરી ખૂબ આનંદ પામ્યા ને આગળ ચાલતાં પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં જઈને ધાર્મિક પ્રવૃત્તિમાં લીન બનતાં કુંતાજી અને દ્રૌપદી હરિતનાપુરના રાજભવનેને ભૂલી ગયા અને આનંદથી વનફળ ખાઈને ગંધમાદન પર્વત ઉપર રહેતા દિવસો વિતાવવા લાગ્યા. એક દિવસ અને યુધિષ્ઠિરને કહ્યું–મટાભાઈ! અહીં નજીકમાં ઈન્દ્રનીલ નામને પર્વત છે. ત્યાં ઇન્દ્ર-ઈન્દ્રાણીની સાથે ક્રીડા કરવા માટે આવે છે એટલે એ પર્વતનું નામ ઈન્દ્રકલ પાડવામાં આવ્યું છે. ચંદ્રકાંત અને સૂર્યકાંત મણીઓથી તે પહાડ શીતળતા અને ગરમી પ્રાપ્ત કરે છે. તે પર્વત ઉપર મેટી મટી ગુફાઓ છે. તે જે આપની આજ્ઞા હોય તે હું એ પર્વતની ગુફામાં જઈને મેં પૂર્વે આરાધેલી વિદ્યાઓનું પુનરાવર્તન કરું. અહીં આપણને ઘણી શાંતિ છે ને સમય પણ છે. આ અવસર પછી નહિ મળે. અર્જુનની ખૂબ ઈચ્છા છે તેમ જાણીને યુધિષ્ઠિરે અર્જુનને આજ્ઞા આપી. જુઓ, આ માટે રાજકુમાર છે. અર્જુન જે બાણાવળી તે સમયમાં કેઈ ન હતે આ શૂરવીર હોવા છતાં મોટાભાઈને કેટલે બધો વિનય કરે છે! ધર્મરાજાએ અર્જુનને જવાની આજ્ઞા આપી એટલે માતા કુંતાજી, ધર્મરાજા, ભીમ વિગેરેને પગે લાગીને અર્જુન જવા માટે તૈયાર થયા ત્યારે યુધિષ્ઠિરે પાંડુરાજાએ આપેલી વીંટી અર્જુનને કોઈ જાતને ઉપદ્રવ ન થાય તે માટે પહેરાવી દીધી. વીંટી પહેરીને માતા તથા ભાઈઓના આશીર્વાદ લઈને અજુને ત્યાંથી ઈન્દ્રકલ પર્વત ઉપર આવ્યું, ત્યાં જઈ અઠ્ઠમ તપ કરી અડગ આસન લગાવી એક ચિત્ત ધ્યાન ધરીને પિતે સાધેલી વિદ્યાઓનું પુનરાવર્તન કરવા માંડ્યું. તેથી વિદ્યાના રક્ષક દેવે પ્રગટ થયાં ને ચરણમાં નમીને કહ્યું છે સ્વામી! આપ અમને કોઈ ફરમાવે, ત્યારે અર્જુને કહ્યું કે અત્યારે મારે કઈ કામ નથી પણ શત્રુઓના વિનાશ માટે જરૂર પડે હું આપનું સ્મરણ કરીશ ત્યારે આપ પ્રગટ થજે. આ પ્રમાણે કહીને દેવેનો સત્કાર કરીને તેમને વિદાય કર્યા.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy