SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ છ૭૮ શાળા શર અમે વિદ્યાના બળથી ભીમનું મસ્તક બનાવીને તમારી વચમાં નાખ્યું. જેથી તમે ભીમ મરી ગયે છે તેમ માનીને બધા મરી જાએ પણ તમે બધા મહાપુણ્યવાન છે કે ભીમે રાક્ષસનો વધ કર્યો અને તમને બળતાં પહેલાં તે ભીમ અહીં પહોંચી ગયે ને તમે બધા આવી ગયા. અહીં આવ્યા પછી જે રાક્ષસને ભીમે માર્યો તે અમારે અનુચર હતું. આ રીતે ભીમના પરાક્રમની વાત સાંભળીને સૌને ખૂબ આનંદ થયે, ને ભીમને જ્યજયકાર બોલાવ્યા. યુધિષ્ઠિરે મહાબલને તેના પિતાનું રાજય પાછું સોંપી દીધું. યુધિષ્ઠિરની ઉદારતા જોઈને મહાબલને તથા એકચકા નગરીના રાજાને ખૂબ આનંદ થશે. હવે રાજા પાંડેને વાજતે ગાજતે નગરમાં પ્રવેશ કરાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૪ આસો સુદ ૧૫ ને રવિવાર તા. ૨૩-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતેએ જગતના છના કલ્યાણ માટે અમૃતમય વાણી પ્રકાશી. તેમાં ફરમાવે છે કે હે આત્માઓ! * આ જીવન કાચા સૂતરના તાર જેવું ક્ષણિક છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંત બેલ્યા છે કે असंखय जीवियं मा पमायए जरोवणीयस्त हु नत्थि ताण । પર્વ વિયાખrifé a vમ, હિંvy વિહિંસા નયા રિત છે અ. ૪. ગ. ૧ જીવનદેરી તૂટયા પછી સંધાશે નહિ, માટે પ્રમાદ કરશે નહિ. વૃદ્ધાવસ્થામાં કઈ હાથ પકડશે નહિ. માટે વિચાર કરો કે પ્રમાદી, હિંસક અને સંયમ વગરના જીવને કેનું શરણું મળશે? આ ગાથાને ભાવ તમે સમજી ગયાને? કપડું ફાટયું હોય તે સાંધી શકાય, વાસણ તૂટયું હોય તે સાંધી શકાય, ઘર ભાંગ્યું હોય તે ફરીને નવું બનાવી શકાય. તમારે કઈ દાગીને તૂટે હેય તે ફરીને સંધાવી શકાશે પણ આયુષ્ય તૂટયા પછી ફરીને સાંધી શકાતું નથી. માટે અનંતજ્ઞાની મહાપુરૂષે આપણને કહે છે કે આ આયુષ્યને સૂર્ય અસ્ત પામ્યું નથી ત્યાં સુધી પરલકની લાંબી મુસાફરી માટે સત્કર્મનું ભાતું ભરી લે. તેમાં સહેજ પણ પ્રમાદ ના કરે. જેમને જીવનની ક્ષણિકતા સમજાઈ છે તેવા ગજસુકુમલને તેમના માતા-પિતા અને ભાઈ બધાએ સંયમની દુષ્કરતા સમજવી કે હે ભાઈ ! સંયમ માર્ગ બહુ દુષ્કર છે. ત્યાં તો આવા કષ્ટ પડશે. તું કેમ સહન કરી શકીશ? પણ જેનું મન સંયમમાં લાગી ગયું છે. જેના ચિત્તમાં ત્યાગની રમણતા હોય તે આવી વાત સાંભળીને પાછો ન પડે, પણ જેમ માટીને ગેળે અગ્નિમાં તપે તેમ વધુ મજબૂત થતું જાય છે તેમ વૈરાગી આત્માની જેમ જેમ કટી થાય છે તેમ તેમ તે વધુ મજબૂત બનતું જાય છે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy