________________
શાહ અને
પરંતુ આજનો માનવી ચૈતન્ય સ્વરૂપ આત્માનું દર્શન કરવાનું છેડીને નાશવંત દેહના દર્શન કરવામાં પડી ગયા છે. શાશ્વતને છોડીને નાશવંતને મેળવવામાં રપ રહે છે. નાશવંત શરીરના મેહમાં પડીને તેનું પાલનપોષણ કરવામાં આત્માની આરાધના કરવાની અમૂલ્ય તકને ગુમાવી રહ્યો છે.
કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાલ બધાં ભગવાનની વાણી એક ચિત્તે સાંભળી રહ્યાં છે. કૃષ્ણવાસુદેવે તે ઘણીવાર ભગવાનની વાણી સાંભળી હતી પણ ગજસુકુમાલે તે પ્રથમ વખત જ પ્રભુના દર્શન કર્યા ને પ્રભુની વાણી સાંભળી. પ્રભુની વાણી સાંભળીને ગજસુકુમાલનું હૃદય નાચી ઉઠયું ને મનમાં વિચાર કરવા લાગ્યા કે નાથ ! ખરેખર તમે જેમ સમજાયું તેમ સંસાર અસાર છે. સંયમ જ સાર છે. હવે મારે દીક્ષા લેવી છે. તમે બધા પણ વીતરાગ વાણું રોજ સાંભળે છે ને ? પણ કેટલાને સંસાર અસાર લાગે? આગમના શબ્દ શબ્દ સાર ભરેલે છે પણ કેણ ગ્રહણ કરી શકે? જેને વીતરાગ વાણીમાં શ્રદ્ધા હોય છે. ભગવાનની આપણ ઉપર અનંત કરૂણા છે, પણ તેની જીવે કદર કરી નથી. જેમ બાપને દીકરે વહાલું હોય છે તેથી દીકરા માટે કેટલું કરે છે ! પણ ઉન્હાન બનેલા
છોકરાને બાપની કદર હોતી નથી. સમય આવ્યે બાપની કરૂણાની કદર થાય છે. - એક શેઠને એકને એક દીકરો હતે. તે મોટે થતાં સાતે વ્યસનમાં પૂરો થઈ ગયે. બાપને ચિંતા થઈ કે આ છોકરાનું શું થશે ? મારા મરણ પછી મિત વ્યસનમાં ઉડાવી દેશે. પાસે પૈસા હશે ત્યાં સુધી સૌ કોઈ તેને બોલાવશે પણ પછી એનું શું ? ખૂબ વિચાર કરીને બાપે ચોપડાના પાનામાં લખ્યું કે “પાનું ફરે ને સોનું ઝરે. આયુષ્ય પૂરું થતાં મા-બાપ ચાલ્યા ગયા. છોકરો સ્વતંત્ર થઈ ગયે. પાંચ વર્ષમાં તે બાપની મિલ્કત ઉડાવીને ખલાસ કરી દીધી. ઘરમાં કાંઈ ન રહ્યું. ભાઈને ખાવાના સાંસા પડયાં. પ્રેમથી બેલાવનારા મિત્રે, સ્વજને કે હવે તેના સામું જોતા નથી. કેઈને ત્યાં કરી કરવા જાય તે કોઈ ને કરી રાખતું નથી. આજ સુધી અભિમાનમાં અકકડ બનીને ફરનાર રોટી માટે લોકેના પગમાં નમવા લાગ્યો. એ માણસના કર્મને ઉદય થાય છે ત્યારે તેની કેવી દશા થાય છે. શેઠના છોકરાની બેહાલ દશા થઈ ગઈ.
એક દિવસ એના બાપના ચપડા ઉપર તેની નજર પડી. તેના મનમાં થયું કે લાવ જોઉં તે ખરો કે મારા પિતાજીએ ચોપડામાં શું લખ્યું છે ? એણે તે પડે હાથમાં લીધે ને પાના ફેરવવા લાગ્યો. ચોપડાના પાનામાં લખ્યું હતું કે “પાનું ફરે ને સેનું ઝરે આ વાંચીને હરખાઈ ગયે. વાહવાહ આ તે બહું સારું. ચોપડાના પાના રિવું એટલે સેનું ઝરવા માંડશે, ને મારું દરિદ્ર ટળી જશે. ભાઈ સાહેબ તે ચેપડાના પાના ફેરવવા લાગ્યા. જેટલા ચોપડા હતા તે બધાના પાના ફેરવી ગયો પણ કયાંય સેનું ઝર્યું નહિ એટલે નિરાશ થઈ ગયે, પણ અબૂઝને ભાન નથી કે ચેપડાના પાનામાંથી કાંઈ સેનું ઝરતું હશે! પણ એના મનમાં એમ તે જરૂર થયું કે મારા