________________
ચાસ હશે
જ આ ઉચ્ચ માનવભવનું કર્તવ્ય છે. તેને બદલે ભેગવિલાસમાં ઉજાણી ઉડાવવામાં માનવ પિતાની બુદિધનું દેવાળું કાઢી રહ્યો છે, તે પિતાની સમજણ, બુદ્ધિને નિરર્થક ગુમાવી રહ્યો છે. માનવજીવન પામીને જીવને ક્ષણે ક્ષણે ધર્મારાધના કરવાનું વિચાર આવે જોઈએ. વિચાર, વાણી અને વર્તનથી કયાં કઈ ધર્મ આરાધના કરવાની તક છે તે તરફ લક્ષ હોવું જોઈએ, અને તક મળતાં તેને ઝડપી લઈને ધર્મમય વિચાર, વાણી અને વર્તનથી તેને સફળ કરવી જોઈએ. કદાચ સંગવશાત્ આરાધના ઓછી થાય પણ આત્મા જાગૃત હોય, આરાધના કરવાની તક ગુમાવ્યા બદલ અંતરમાં દુઃખ થતું હોય તે આરાધના કરવામાં આગળ વધી શકે છે, પણ જેને તક મળી છતાં ધર્મઆરાધના કરતા નથી, જેના હૈયામાં ખેદ નથી કે અરે ! મેં આરાધના કરવાની સોનેરી તક ગુમાવી! એ ક્યાંથી આરાધના કરી શકવાનો છે? એને મન તે ખાવાપીવાની, હરવાફરવાની ને પૈસા કમાવાની તકને ગુમાવી તેનો અફસોસ થાય છે, અને એ માટેની તક શોધતા હોય છે. આવા માણસને જૈન કુળ મળ્યું, જિનશાસન મળ્યું ને દેવગુરૂ-ધર્મને વેગ મળે તે પણ તેના આત્માનું ક૯યાણ થવાનું છે? એ તે બિચારે મનુષ્ય જન્મ પામી પુણ્યની ઉજાણી કરી દરિદ્ર બનીને ચાલ્યા જાય છે. આવું સમજીને જે સાધનસામગ્રી મળી છે તેને સદુપયોગ કરી કર્મ ખપાવી મોક્ષમાં જવાની ટિકિટ ખરીદી લે.
આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. કૃષ્ણવાસુદેવ અને ગજસુકુમાર ઘણું - મોટા પરિવાર સાથે તેમનાથ ભગવાનના દર્શન કરવા ગયા છે. કૃષ્ણવાસુદેવને વીતરાગ શાસન પ્રત્યે અનહદ પ્રેમ હતો. ત્રણ ત્રણ ખંડની સાહ્યબી મળવા છતાં અને બત્રીસ હજાર રાણીઓ હોવા છતાં જ્યારે જ્યારે નેમનાથ ભગવાન પધારે ત્યારે તેમની વાણી સાંભળવાની તક ચૂકતા ન હતા. ભગવાન પધાર્યાના સમાચાર સાંભળે કે તરત બધા કામ પડતા મૂકીને ત્યાં પહોંચી જતાં. ભગવાનના દર્શન કરીને તેમની વાણી સાંભળીને અંતરમાં એવો ઉલ્લાસ આવતો કે હે પ્રભુ! શું તારી વાણી છે! તારી વાણીમાં તે એવું અમૃત ભર્યું છે કે જાણે એ ઘૂંટડા પીધા જ કરું ! તારી આંખમાંથી તે એવી અમી ઝરે છે. કે તારા સામું જોયા જ કરું! કૃષ્ણવાસુદેવ ભગવાનની વાણી સાંભળીને નાચી ઉઠતા હતા પણ ત્રત પચ્ચખાણ કરી શકતા ન હતા. તેને તેમના અંતરમાં અફસોસ થતું હતું કે અરેરે હું કંઈ જ કરી શકતો નથી ! અરેરે... આ મારા ખેળામાં ખેલેલા, મેં ઉછેરેલા, મારા સંતાને દીક્ષા લે અને હું કંઈ ન કરી શકું! એમની આંખમાં આંસુ આવી જતાં હતાં. તેઓ પ્રત્યક્ષ સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળતા હતાં. અત્યારે આપણી પાસે સર્વજ્ઞ ભગવાન બિરાજમાન નથી પણ ભગવાને બતાવેલા આગમ છે. તેના સહારે આપણે તરવાનું છે. આગમ એ અરિસો છે. કાચને અરિસે તમને દેહનું દર્શન કરાવશે પણ આગમરૂપી અરિસે આત્માનું દર્શન કરાવશે.