SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા રચન કરવા આવી તે સમયે મે' આપના પુત્ર ભીમને સૌથી પહેલાં જોયાં. પવિત્રતા વિગેરે જોઇને મારું મન તેમનામાં ઠરી ગયું. પાછળથી મા ક્રોધે ભરાઈ મને મારતા હતા ત્યારે તેમણે તેની સાથે યુધ્ધ કરીને તેને મારી નાંખ્યા ને મને ખચાવી. મેં ત્યારથી તેમની સાથે પરણવાના નિશ્ચય કર્યો છે ને હું આપની સાથે જ રહું છુ. તે મારે ખીજું કઈ નથી જોઈતુ' પણ આપના પુત્ર ભીમસેનની સાથે મને પરણાવેા. એટલુ હું આપની પાસે માંગું છું. ૭૦૧ ત્યારે તેમનું રૂપ, ભાઈ આવ્યા ને ભીમ સાથે હિડંબાનું લગ્નઃ– હિડંખાની વાત સાંભળીને કુંતાજીએ પેાતાના પાંચેય પુત્રોના સામે દૃષ્ટિ કરી ત્યારે ભીમ શરમથી નીચું જોઈ ગયા. ખકીના ચારે ય પુત્રો એકી અવાજે એટલી ઉઠયા બરાબર છે. ખરખર છે. ભીમસેન હિડ બાને માટે ચાગ્ય છે. ચારે ય પુત્રોની સંમતિ મળી ગઈ પછી કુ તાજીએ દ્રૌપદી સામે દ્રષ્ટિ કરી કારણ કે દ્રૌપદી પાંચેય પુત્રોની પત્ની છે. સ્ત્રીઓને સ્વપ્નામાં પણ શૈાકય ગમતી નથી. માટે એની ઈચ્છા છે કે નહિ ! સાસુજીની પેાતાની સામે દૃષ્ટિ પડતાંની સાથે જ દ્રૌપદી સમજી ગઈ કે મારા સાસુજી મારી સંમતિ માંગે છે. એટલે તેણે કુંતાજીને કહ્યું. મા! હિડંબાને મારા ઉપર મહાન ઉપકાર છે. એ મને પ્રાણથી અધિક વહાલી છે, હું એને સદા મારી નાની બહેન ગણીશ. મારી આ ખાખતમાં સ'પૂર્ણ` સ`મતિ છે. સહદેવ જયેાતિષવિદ્યામાં નિપૂણ હતા એટલે તેમણે લગ્નનું શ્રેષ્ઠ મુહુત" કાયુ, અને તરત જ તે વનમાં ભીમના હિડંબા સાથે લગ્ન કર્યા. હિડંખાની આશા ફળીભૂત થઈ એટલે તેના આનંદને પાર ન રહ્યો, ' ભીમ સાથે લગ્ન કરીને તે કુંતામાતા અને દ્રૌપદીને પગે લાગી. બંનેએ તેને સુખી થાઓ એવા અંતરના આશીર્વાદ આપ્યા. આનંદ વિભેર ખનેલી હિડંખાએ તેની વિદ્યાની શક્તિથી વનમાં ખૂબ સુંદર બગીચેા ખનાન્યેા. બગીચામાં એક સુંદર મહેલ બનાન્યે મહેલમાં અનેક પ્રકારની સુખ સામગ્રી વસાવી અને મહેલમાં બધા આનંદથી રહેવા લાગ્યા. હિડંખા ભીમ સાથે આનંદ-કિલ્લેાલ કરવા લાગી. સંસારના સુખા ભાગવતાં હિડખા ગભવ તી થઈ. થોડા સમય મહેલમાં રોકાઈ ને બધા આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતા ઘણા દિવસે તે એકચક્રા નામની નગરીની ખહાર ઉદ્યાનમાં આવ્યા. એ ઉદ્યાનમાં આવતાની સાથે તેમના હૃદયમાં આનંદની મિએ ઉછળવા લાગી. ત્યાં તેમને કેવા મહાન લાભ થશે ને શું ખનશે તેના ભાવ અવસરે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy