________________
ઉઠી
શારદા દર્શન શોધી લાવી ને પાંડને સેંપી દીધી. દ્રૌપદીને જોઈને સૌના હૈયામાં આનંદ થશે. કુંતાજી તે દ્રૌપદીને બાથમાં લઈને કહેવા લાગ્યા કે બેટા! તું અમને મૂકીને કયાં ગઈ હતી? તારા વિના અમને એક ઘડી વર્ષ જેવી લાગતી હતી. જેમ હાથમાં શકેવું લઈને ભીખ માંગનાર ભિખારીને કઈ કિંમતી રતન આપે ને એટલે આનંદ થાય એટલે આનંદ દ્રૌપદી મળતાં કુંતાજીને અને પાંડેને થયો, અને બધાના મુખમાંથી શબ્દો સરી પડયા કે ધન્ય છે હિડંબા તને! ખરેખર, તે તે અમને મરણના મુખમાંથી બચાવી લીધા છે. અમે તારા જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. જે તું અમને આ વગડામાં ન મળી હત તે અમારું શું થાત? તે અમારા દેહમાં પ્રાણ પૂર્યા, ત્યારે હિડંબાએ કહ્યું–મેં એવું કંઈ મોટું કામ કર્યું નથી. મેં જેમને મારા માન્યા તેમને મારાથી બને તેટલી મદદ કરવી જોઈએ. મેં મારી ફરજ અદા કરી છે. વિશેષ કાંઈ કર્યું નથી માટે આપ મારા ગુણલા ન ગાઓ. હવે ચાલે આપણે આગળ વધીએ. એમ કહીને બધાને ઉભા કર્યા. બધા આગળ ચાલવા લાગ્યાં. આગળ ચાલતાં ઘણે વિષમ ભાગ આવ્યો. મોટા મોટા પહાડ, મોટા જંગી વૃક્ષ, ખાડા-ટેકરા, નદીઓ બધું આવે છે. આ સમયે હિડંબા બધાને વારાફરતી ઊંચકીને આકાશ માર્ગો ઉડીને જયાં સારો માર્ગ હોય ત્યાં મૂકી આવવા લાગી આ રીતે હિડંબાની સહાયતાથી પાંડવે વિષમ માર્ગ ઓળંગી ગયા, અને જયાં નિર્ભય, શાંતિનું સ્થાન આવ્યું ત્યાં સુખપૂર્વક રોકાઈને આનંદ કરવા લાગ્યા. એક મનહર વનમાં તેઓ વિસામે ખાવા થોડા દિવસ રોકાયા. હિંડબા દ્રૌપદીની સાથે બધું કામકાજ કરતી ને કુંતામાતાની ખડે પગે સેવા કરતી હતી. હિડંબાને જોઈને કુંતાજીની આંખડી ઠરી ગઈ.
એક દિવસ આખું કુટુંબ બેઠું હતું ત્યારે સમય જોઈને કુંતાજીએ કહ્યું. હે હિડંબા ! તે અમારા ઉપર ઘણાં ઉપકાર કર્યા છે. એનું હું કયા શબ્દોમાં વર્ણન કરું ! મને કઈ દેવ સે જીભ આપે તે પણ હું તારા ગુણ પૂરા ગાઈ ન શકું. માટે બોલ બેટા! હું તને શું આપું! હે હિડંબા! મેં તારા માટે નક્કી કર્યું છે કે તું જે માંગે તે મારે તને આપવું. માટે તારે જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લે. તે અમે તારા ઉપકારને બદલે વાળી ઋણથી મુક્ત થઈએ. ત્યારે હિડંબાએ કહ્યું. હે માતા! હું વિદ્યાધરની પુત્રી છું પણ મારા ભાઈએ રાક્ષસી વિદ્યાને પ્રયોગ કર્યો તેથી અમે રાક્ષસ બની ગયાં. હવે આપ જ કહે કે કયાં હું રાક્ષસી અને કયાં આપ પાંડેની પવિત્ર માતા? દરિદ્ર માણસ ચક્રવર્તિ ઉપર શું ઉપકાર કરી શકે ? આપની કૃપાથી મારી પાસે બધું છે. મારે કઈ ચીજની જરૂર નથી, પણ આ૫ ખૂબ કહે છે તેથી હું મારા મનની વાત કરું છું. જ્યારે આપ બધા હિડંબ વનમાં રાત્રે થાક્યાપાક્યા સૂઈ ગયાં હતાં ને આપના પુત્ર ભીમ આપ બધાની ચેક કરતાં હતાં ત્યારે મારા ભાઈએ મને કહ્યું કે મને માણસની ગંધ આવે છે માટે તું તપાસ કરી આવ કે કે માણસ આટલામાં છે? હું તપસા