SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ શાઢા દર્શન છું. મારા ભાઈ એ મને કહ્યું, બહેન ! મને માણસના માંસની ગંધ આવે છે ને મને બહુ ભૂખ લાગી છે તે તું તપાસ કરીને મને કહેવા આવ. જેથી હું મારી ક્ષુધા મટાડી શકે. એટલે હું તપાસ કરતી અહીં આવી પહોંચી છું. આ બધાને સૂતેલા જોયા અને તમને ફરતા જોયા પણ કામદેવ જેવા આપને જોઈ મારા ભાઈના આદેશને હું ભૂલી ગઈ છું. હું નહિ જાઉં એટલે મારે ભાઈ ધમપછાડા કરતે અહીં આવી પહોંચશે. તે એના આવતાં પહેલાં આપ મારી સાથે લગ્ન કરી મને આપની પ્રિયતમા બનાવો. આમ તે રાક્ષસી બનીને આવી હતી પણ જેના પ્રત્યે પ્રેમ જાગે છે તેને જોઈ રાક્ષસનું હદય માનવ જેવું બની જાય છે તેની આજે મને ખાત્રી થઈ છે. માટે આપ મારે સ્વીકાર કરે. હિડંબાની વાત સાંભળીને ભીમે કહ્યું, હે ભદ્રે ! તને મારા પ્રત્યે પ્રેમ છે તેમાં ના નથી અને તારા જેવી પત્ની કઈ પુણ્યવાન પુરૂષને પ્રાપ્ત થાય છે પણ હું તને પરણી શકું તેમ નથી. તેનું કારણ શું છે તે સાંભળ. બાંધવ મુઝ પ્યારે, યે વૃદ્ધા મુઝ માંય, યહ પત્ની હૈ મેરી દ્રૌપદી, ઈસ સમ ઔર હૈ નાથ હે શ્રોતા આ સામે સૂતાં છે તેમાં એક મારા મોટાભાઈ છે ને ત્રણ ભાઈ મારાથી નાના છે. આ વૃદ્ધા મારી માતા છે ને તેની બાજુમાં જે સૂતી છે તે અમારી (પાંચ ભાઈઓની). પત્ની છે, એનાથી અમે પાંચે ભાઈ ઓ ખૂબ સુખી છીએ એટલે હવે બીજી પત્નીની મારે જરૂર નથી. કલ્પવૃક્ષ જેવી પવિત્ર પત્ની હોય પછી બીજી પત્નીની શું જરૂર? મારે તારી સાથે લગ્ન કરવા નથી, ત્યારે હિડંબાએ નિરાશ થઈને કહ્યું, તમે મને પરણે ય ન પરણે તે તમારી મરજીની વાત છે. છતાં આ દાસીની એક અરજી સાંભળજો કે મેં આપને મારા મનથી પતિ તરીકે સ્વીકારી લીધા છે, જે આપ મારે સ્વીકાર નહિ કરે તે હું કઈપણ રીતે મારા પ્રાણ ત્યાગ કરીશ પણ બીજે નહિ પરણું. ભીમે કહ્યું, તું ગમે તેમ કર પણ એ વાત બનવી અશક્ય છે, ત્યારે હિડંબાએ કહ્યું, આપ મારે સ્વીકાર ન કરે તે કંઈ નહિ પણ મારી પાસે ચાક્ષુસી અને ઉદ્યોતની એ બે વિદ્યાઓ છે તે આપને ઘણી ઉપયોગી થશે, તે હું આપને એ વિદ્યા શીખવાડું. આપ તેને સ્વીકાર કરે, પછી જ્યારે આપની ઈચ્છા થાય ત્યારે મારે સ્વીકાર કરજે. મારી સાથે લગ્ન કરવામાં આપને લાભ છે. હમણાં મારે ભાઈ આ સમજે. જે આપે મારી સાથે લગ્ન કર્યા હશે તે આપને કોઈ જાતને ડર નહિ રહે. પ્રલોભનમાં ન લલચાતાં ભીમે હિડંબા સામે કરેલ પડકાર-ભીમે કહ્યું કે તું મને તારા ભાઈથી બચવા માટે તારી સાથે લગ્ન કરવાનું પ્રલેભન આપે છે પણ વીરપુરૂષે માટે એવા પ્રલોભનમાં પડવું તે લજજાસ્પદ છે. તારી ઈચ્છાથી તું વિદ્યા આપે તે સ્વીકાર કરવા તૈયાર છું પણ તારી સાથે લગ્ન કરવાના કે તારા ભાઈથી બચવાના પ્રભનથી મારે વિદ્યા જેતી નથી. હિડંબાએ કહ્યું આપને પ્રેમથી વિદ્યા આપું છું.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy