SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દેશન ૨૦૧ આ માનવજન્મ પામીને પાપના ત્યાગ કરી ધમના રાગ કરો. ધમના રાગ કરવા માટે શુ કરવુ જોઈએ તે જાણા છે ? સ’સારના સ્વરૂપના વિચાર કરી તેની ક્ષય કરતા અને અસારતાના ખ્યાલ કરવો કે આ સંસારમાં ઋદ્ધિ, રસ, અને શાતા જીવને ખૂબ ગમે છે પણ શું એ આત્માની પેાતાની ચીજો છે ? શું એ સાથે આવનાર છે ? “ના” ઋદ્ધિ એ મારી ચીજ નથી પણ ઋદ્ધિને ત્યાગ કરવા એ મારી ચીજ છે. શાતાના રાગ કરવા તે મારી ચીજ નથી પણ શાતાના ત્યાગ કરવા તે મારી ચીજ છે. રસના સ્વાદ માણવો એ મારી ચીજ નથી પણ સ્વાદના ત્યાગ કરવા એ મારી ચીજ છે. આવી રીતે સંસાર સુખની રૂચી અંતરમાં ઉંડાણમાં ખૂંચી ગઈ છે તેને ઉખેડીને ધની રૂચી વાવવી જોઇએ. આપણા ચાલુ અધિકાર તેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવ ત્રણત્રણ ખંડનું સ્વામીત્વ સંભાળતા હતાં છતાં ભગવાન પધાર્યાંના સમાચાર સાંભળી અધી જંજાળ છેડી દીધી ને ભગવાનનાં દર્શન કરવા જવા તૈયાર થયા. તેમણે ધર્મને પ્રધાન ગણ્યા ને સસારને ગૌણ માન્ય. કૃષ્ણવાસુદેવ અને ગજસુકુમાર એક શ્રેષ્ઠ હાથી ઉપર બેઠા. તેમના માથે સેવકોએ કારટ પુષ્પોની માળાઓથી યુક્ત શણુગારેલ છત્ર ધૈયું અને બીજા સેવકે ચામર વીંઝવા લાગ્યા. ખીજા સેવકે મહારાજાના જયજયકાર એલાવવા લાગ્યા. આવા જેના ઠાઠ હતા છતાં કૃષ્ણજીને નામ અભિમાન ન હતા. ભગવાનનાં દન કરવા જતાં એમ વિચાર કરવા લાગ્યા કે હું ગમે તેવા માટે વાસુદેવ ડાઉપણુ ભગવાન પાસે તે નાના જ છું, એમ નમ્ર બનીને જતાં હતાં. જ્યાં સુધી અહુ' ઓગળે નહિં, મમતા મરે નહિ ને વાસના વિરમે નહિ ત્યાં સુધી કલ્યાણ થાય નહિ. ખંધુએ ! જો કલ્યાણુ કરવુ' હાય તા સ` પ્રથમ અહુ ભાવને આગાળવા પડશે, જ્યાં સુધી અતું જાય નહિ ત્યાં સુધી અરિહંત થવાય નહિં. અહંભાવ એ પેટમાં જામેલા મળ જેવો જે આપણા પેટમાં મળ જામી ગયા હૈાય તે જ્યાં સુધી નીકળતાં નથી ત્યાં સુધી માથું દુઃખે, પિત્ત ઉછળે, વેામીટ થાય, પેટ ભારે લાગે પણ જ્યારે મળ નીકળી જાય છે ત્યારે બધું આપોઆપ મટી જાય છે તેમ જ્યાં સુધી અંતરમાં અભિમાન ભરેલા હૈાય છે ત્યાં સુધી જીવને ચેન પડતુ' નથી, અહંભાવ જીવનમાં ઈર્ષ્યા, નિંદા, દગા-પ્રપ ંચ વિગેરે અનેક અનર્થાં ઊભા કરે છે, અને અહંભાવ જીવનમાંથી ચાલ્યો જાય છે ત્યારે જીવનમાં અલૌકિક શાંતિ આવે છે. કૃષ્ણવાસુદેવ આવા મહાન ઋદ્ધિવંત હાવા છતાં અહુ ભાવના ત્યાગ કરી નમ્ર બનીને ભગવાનનાં દન કરવા માટે પોતાના ભવનમાંથી બહાર નીકળ્યા અને શ્રેષ્ઠ હાથી ઉપર બેઠા, અને “ વારાવ નીર્મળ્યું મોળો બલ્કિ નેમિલ પાચવવું વિચ્છમા સોમ થિં પાસરૂ ! ” દ્વારકા નગરીના મધ્ય ભાગમાંથી અરિહંત અરિષ્ટ ને મથાન ભગવાનનાં ચરણુવંદન કરવા માટે નીકળ્યા, કૃષ્ણ વાસુદેવની સાથે ઘણાં માણસે હતાં તેમજ બીજી ઘણું મોટું સૈન્ય હતું. મોટા પિરવારથી ઘેરાયેલા, હાથી પર્ બેઠેલા અને છત્ર ચામરથી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy