SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ १७० શાકા ન વનવગડાની વિષમ વાટે ચાલવા લાગ્યા. જંગલના માર્ગ વાંકોચૂકો, કાંટાકાંકરા અને ખાડાટેકરાવાળા હતા. આવા માગે પાંચ ભાઈઓ, વૃદ્ધ કુંતામાતા અને સતી દ્રૌપદી ચાલવા લાગ્યા. ગાઢ જંગલ છે. પીવા પાણી કે ખાવા માટે ફળ કઈ મળતું નથી. આવા જંગલમાં ચાલતા સૌથી પહેલા યુધિષ્ઠિર થાકી ગયા. અતિ શ્રમ પડવાથી તેમના પગ સૂઝીને થાંભલા થઈ ગયા. પગે આંટીએ વળવા લાગી. સહદેવ અને નકૂળ પશુ ખૂબ થાકી ગયા પણ મેાટાભાઈને કેમ કહી શકાય કે અમારાથી નથી ચલાતું. આ પુણ્યવાન જીવા સારા રસ્તે પણ કદી પગે ચાલ્યા ન હતા તેા આવા માગે કેવી રીતે ચાલી શકે ? એમના પગની ચામડી કોમળ મખમલ જેવી હતી. તેમાં કાંટા વાગે, ડાભની અણીએ વાગે એટલે પગમાંથી લેાહી નીકળવા લાગ્યા, જ્યારે પુરુષ માણસે થાકી ગયા ત્યારે વૃદ્ધ કુંતામાતા, અને કોમળ કળી જેવી સતી દ્રૌપદીની શી દશા ? એ પણ ખૂબ થાકી ગયા. ચાલી શકતાં નથી. પાંચ દશ પગલાં ચાલે ને પાછા બેસી જાય છે. આ રીતે તેઓ ચાલવા લાગ્યા. પોતાની માતા, પત્ની અને નાના ભાઈઓની આવી કરૂણ સ્થિતિ જોઈ ને ધર્માંરાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે, અહા! કમની ગતિ કેવી વિચિત્ર છે? જેમણે કોઈ દિવસ રાજમહેલની બહાર પગ મૂક્યો નથી, કદી દુઃખ વેઠયું નથી એવા મારા માતાજી મારા પાપે કેટલું કષ્ટ સહન કરે છે. જેણે સાસરે કે પીયરમાં કદી દુ:ખ જોયું નથી, દુઃખ શુ કહેવાય તેની ખખર નથી, તેવી પાંચ પાંડવાની પત્ની દ્રૌપદી એક ગરીબ સ્ત્રીની માફક જંગલમાં ખુલ્લા પગે ચાલી રહી છે. ડાભની તીક્ષ્ણ અણીએ અને કાંટા વાગવાથી પગમાંથી લેહીની ધાર થાય છે. આ જગતમાં એક પતિની પત્ની પણ મહાન સુખા ભાગવતી હાય છે ત્યારે પાંચ પાંચ પતિની પત્ની હોવા છતાં દ્રૌપદી કેવા દુઃખના અનુભવ કરી રહી છે! એના અંગ ઉપર કપડાં ફાટી ગયાં છે. તેમજ બધાના શરીર ઉપર મેલના થર જામી ગયાં છે. 66 ભૂખ અને થાકના માર્યાં બેશુદ્ધ બનેલા કુંતાજી અને દ્રૌપદી ” :– પાંડુરાજાના મળવાન પુત્રા આજે રંક જેવા ખની ગયાં છે. ઈન્દ્રની અપ્સરા સમાન શેભતી પાંડવાની પત્ની એક સાધારણ સ્ત્રી જેવી બનીને જંગલમાં રખડે છે. એક તા થાક ખૂબ લાગ્યા હતા, અને યુધિષ્ઠિર મનમાં આવા વિચાર કરવા લાગ્યા, તેથી તેમના મન ઉપર ખૂબ અસર થઈ ગઈ. એટલે આગળ ચાલી શકયાં નહિ. થાકીને એક વૃક્ષ નીચે બેસી ગયા. કુંતાજી અને દ્રૌપદી પણ ખૂબ થાકી ગયા. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયાં છે. તેમના જીવ ગભરાવા લાગ્યા. આંખે તરવાઈ જવા લાગી, કુંતામાતા અને દ્રૌપદી તે ધરતી પર પડી ગયા. અને વૃક્ષના પાંદડાની પળે કરમાઈ જાય તેમ કુંતાજી અને દ્રૌપદીનાં મુખ કરમાઈ ગયા. ધર્મરાજા, અર્જુન, સહદેવ, નકુળ બધાંને અત્યંત થાક
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy