________________
શરદ ન છે ભાઈ મને બહુ ભૂખ લાગી છે. હું ભૂખે મરી જાઉં છું, ત્યારે ઉંટવાળા માણસે કહ્યું ભાઈ! તારે ભૂખ વેઠવાની જરૂર જ ક્યાં છે ? તારા ફરતાં આટલા બધાં જાંબુડા પડયા છે, ઉઠીને ખાઈ લે ને, ત્યારે પ્રમાદી કહે છે ને ભાઈ, તમે મને વીણને આપને ઉંટવાળો કહે-અરે, વીણવાની પણ જરૂર નથી. આ તારી છાતી ઉપર બે ત્રણ જાંબુડ પડ્યા છે. એ તે તારા હાથમાં લઈને મેઢામાં મૂકી શકે ને ? તે ય તારી ભૂખ શેડી ઓછી થશે, ત્યારે કહે છે ના, તમે મારા મોઢામાં મૂકે ને ! ઉંટવાળ કહે, હું તારા મોઢામાં મૂકી દઉં પણ અંદરથી ઠળીયે તે તારે કાઢ પડશે. પ્રમાદી કહે, તમે ઠળી કાઢીને મારા મોઢામાં મૂકે. ઠીક, ઠળી કાઢીને મૂકું તે પણ તારે ચાવીને ઉતારવું પડશે, ત્યારે કહે છે ના, તમે ચાવીને જ મારા મોઢામાં મૂકી દે ને, ત્યારે પેલા માણસે કહ્યું, મૂર્ખના સરદાર! તારા હાથ ભાંગી ગયા છે ? આટલે બધે આળસુ કેમ બની ગયું છે? જરા વિચાર તે કર. હું જાંબુ ચાવીને તારા મેઢામાં મૂકું તે રસ કોના પેટમાં ઉતરશે? તને તેને સ્વાદ આવશે ખરો ? જે ચાવે તેના પેટમાં રસ ઉતરે.
બંધુઓ ! તમે ઘણીવાર કહે છે ને કે, ઘરના બધા ધર્મ કરે છે, પણ યાદ રાખજો કે જે કરે તેનું કલ્યાણ થાય. આવું સમજી અમૂલ્ય અવસર પ્રમાદમાં ગુમાવશે નહિ. જાંબુડાના ઝાડરૂપી ઉત્તમ વિતરાગ શાસન મળ્યું છે. તેના ફળ રૂપે ધર્મ સામગ્રી મળી છે. હવે પ્રમાદ કરશે તે હાથે કરીને લાભ ગુમાવશે. માટે સમજીને ધર્મની આરાધના કરે. આ અમૂલ્ય સમય કેઈની નિંદા કરવામાં કે ગામગપાટા હાંકવામાં વિતાવશો નહિ. હું તે અમારા સાધ્વીજીઓને પણ કહું છું કે આત્મસાધના કરવાનો સોનેરી સમય ફરીને જલદી નહિ મળે. રાજા મહારાજાની પદવી મળશે, દેવલોકના સુખ મળશે પણ આ સાધુની પદવી વારંવાર નહિ મળે, આપણા મહાન પુણે આ માર્ગ મળે છે. આ કાળ એ ઉત્તમ છે કે
ડી સાધના કરીએ ને મહાન લાભ મળે, આ અવસર શા માટે ચૂકીએ? નરક ગતિમાં મહાન વેદના ભેગવી, તિર્યંચ ગતિમાં અત્યંત વ્યાસ અને પરાધીનતા સહન કરી છે. હવે ત્યાં ન જવું હોય તે ભગવાનની આજ્ઞાના ખીલડે બંધાઈ જાઓ.
દ્વારકા નગરીમાં નેમનાથ ભગવાન પધાર્યા છે. આ સમાચાર સાંભળીને દ્વારકાનગરીમાં આનંદ આનંદ છવાયે છે. દ્વારકા નગરીના નગરજને દર્શન કરવા માટે જઈ રહ્યા છે. કૃષ્ણ વાસુદેવના હૈયામાં હર્ષ સમાતું નથી. ભગવાન પધારવાના શુભ સમાચાર સાંભળીને કૃષ્ણ વાસુદેવ “હઠુ-તત્તે' ખૂબ આનંદ પામ્યા ને ભગવાનના દર્શન કરવા જવાની તૈયારી કરવા લાગ્યા. જેમ માતાથી વિખૂટું પડેલું બાળક માતાને મળવા તલસે છે, ગાયથી વિખૂટું પડેલું વાછરડું માતા વિના તરફડે છે તેમ કૃષ્ણ વાસુદેવનું મન પ્રભુનાં દર્શન માટે તલસે છે. તેથી તેઓ સ્નાન કરી સારા વસ્ત્રાલંકારે પહેરીને તૈયાર થયા. હવે જલ્દી ભગવાનના દર્શન કરવા
શા-૮૪