SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ : શારદા દર્શન ' ૧૩ મગજમાંથી વિસ્તૃત થઈ ગઈ. એકેક દિવસ જતાં વદ ચૌદશના ગાઝા દિન આવી ગયા. તેમને એવી ખખર ન હતી કે કયા મહિનાની વદ ચૌદશે મહેલ જલાવશે પ્રણ-જયારે આગ લગાડશે ત્યારે વદ ચૌદશના દિવસે લગાડશે, પણ હવે પાંડવા તે એવા સજાગ બની ગયા હતાં કે તેમને એકેક દિવસ અંધારી ચૌદશ જેવા કામે લાગતા હતા. તેમાં ભીમસેન તા પુરેચન કયાં જાય છે ને શું કરે છે તેનું પૂરું ધ્યાન રાખતા હતા. આ પુરોચન આટલે સમય પવિત્ર પાંડવા સાથે રહ્યો પણ તેની દુષ્ટ મતિ બદલાઈ નહિ. ચૌદશના આખા દિવસ પસાર થયા. તે દિવસે ભીમને ભણકારા વાગતાં હતાં કે નક્કી આજે આગ લગાડશે અને તેમ જ અન્યું. વિપ્ર ગુપ્ત રહે અધ નિશામે, આગ લગાઇ ભારી, તબ પાંડવ ઉસ સુરંગ દ્વારસે, નિલ ગયે ઉસવારી. હા....શ્રોતા. પુરોચન મધ્યરાત્રે બધાને ઉંધી ગયેલા માનીને આગ ચાંપવા માટે આવ્યો. પાંડવાને આ દિવસ ભય કર લાગતા હતા. એટલે પાંચે ભાઈ કુંતા માતા અને દ્રૌપદી બધા સજાગ હતાં. ભીમે નજરેાનજર જોયુ કે દુષ્ટ દૈત્ય જેવા પુરોચન આગ લગાડવા આવ્યા, એટલે તેણે તરત જ બધાને સુરંગમાં મોકલી દીધા અને પાતે સુરંગના દ્વાર પાસે ઉભા રહ્યો. લાખના મહેલને મળતાં શી વાર ? સ્હેજ અગ્નિ મૂકી કે મહેલ ભડકે બળવા લાગ્યા. જેવી આગ ચાંપી ને પુરેચન પાછે. વળવા જાય છે ત્યાં ભીમે ઝડપભેર પકડી લીધા. તેની ચાટી પકડીને મુટ્ઠાથી ખૂબ માર મારીને ભડભડતી અગ્નિમાં તેને ફેંકી દીધા. તે મળીને ભસ્મ થઈ ગયા ને મરીને પાપકર્મો ભાગવવાં નરકમાં ચાલ્યા ગયા. ભીમ ઝડપથી સુરંગમાં ચાલ્યા ગયા. આગળ ગયેલાં ધર્મરાજા અર્જુન વિગેરેએ ભીમને ન જોયા એટલે ચિંતાતુર થઈ ગયા કે આપણુને આગળ મેકલીને ભીમ કચાં ગયા ? આ મહેલ તે ભડકે બળી રહ્યો છે. તેનું શુ થયુ હશે ? હજી કેમ ન આવ્યે ? આમ ચિ'તા કરતાં હતાં ત્યાં ભીમસેન આવી ગયા ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો. ભીમ આવ્યે તેની પાછળ પાતાળ જેવી સુરંગમાં અગ્નિના પ્રકાશ જાણે કહેવા ન આવતા હાય કે તમને જલાવનારા પાપી પુરોચન અગ્નિમાં જલી ગયા. હવે તમે ડરશેા નહિ. એમ ભણકારા વાગતા. બધા સાચવીને સુરંગમાં ચાલતાં થોડે દૂર ગયા એટલે પ્રકાશ આવા અંધ ગઈ ગયા ને ભય'કર અંધકાર છવાઈ ગયા. તેથી બધા એકબીજાને પકડીને અધકારમાં ચાલવા લાગ્યા. જ્યાં કેાઈ જોઈ શકે નહિ તેવી જગ્યાએ સુર ંગમાંથી બહાર નીકળવાનું દ્વાર રાખ્યું હતુ. એટલે ખધા સુરંગમાંથી બહાર નીકળી ગયા. સૂર્યોંદય થવા આવ્યે એટલે અજવાળું થયું. પાંચ પાંડવા, કુંતામાતા, દ્રૌપદી અધા ગાઢ જંગલમાં એકલા ચાલ્યા જાય છે. આ તરફ સૂર્યોદય થતાં વારણાવતી નગરીની પ્રજા જાગશે ને મહેલને ભસ્મીભૂત બનેલા જોઈ ને કેવા હાહાકાર મચાવશે ને શું ખનશે તેના ભાવ અવસરે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy