SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ શાષ્ઠા દર્શન દ૨૩ ઈન્દ્રિયને તેના વિષયનું સુખ મળ્યાની તૃપ્તિ કે આનંદ છે? જે મળ્યું છે તેને સંતોષ થતું નથી. અને જે નથી મળ્યું તેને મેળવવા માટે તૃષ્ણની આગમાં શેકાઈ રહ્યો છે. બંધુઓ ! આ સંસાર સાગરમાં દિનપ્રતિદિન સગવડોનાં પૂર વહી રહ્યાં છે, ને ભેગની ભયંકર ભરતી આવી રહી છે. છતાં માનવના અંતરમાં સંતોષ કે તૃપ્તિ થતી નથી. એના ભૌતિક સુખના સ્વપ્નાની સીમા નથી, એની આશાના પૂરને કઈ રોકનાર નથી. એની કામનાને કિનારો નથી, એની તૃષ્ણને તલ ભાર જેટલી તાજગી નથી. આ બધું જોતાં મનમાં પ્રશ્ન થાય છે કે ભેગથી તૃપ્તિ નથી તે શેનાથી તૃપ્તિ થાય છે. ત્યારે જ્ઞાની પુરૂષે તેના જવાબમાં ફરમાવે છે કે “મવં ડૂતોડત્તામના” હે માનવ! ભોગથી તૃપ્તિ નથી પણ ત્યાગથી છે. અગ્નિમાં ઘી નાંખમથી તે એલાતી નથી પણ વધુ પ્રજવલિત બને છે. છતાં કદાચ ઘી નાંખવાથી અગ્નિ શાંત થઈ જાય, સાગરમાં ગમે તેટલી નદીઓ ભળે છતાં સાગર ભરાતું નથી તે પણ કદાચ ભરાઈ જાય પણ માનવીનું મન કદી ભેગથી તૃપ્ત થતું નથી. આ તૃપ્તિ એ એવી કઈ ચીજ નથી કે જે બજારમાં વેચાતી મળી શકે. તૃપ્તિ તે પિતાના અંતરાત્મામાં રહેલી છે. ત્યાગની કેદાળી લઈને ભેગને કચરો દૂર કરે એટલે તમને તૃતિને આનંદ મળશે. આત્મામાંથી જ તૃપ્તિ મળશે, બહારથી નહિ મળે. જેમણે જીવનમાંથી ભેગને કચેરે દૂર કરી ત્યાગ માર્ગ અપનાવી તૃપ્તિને અનુભવ કર્યો છે. તેવા આત્માઓનાં નામ સિદ્ધાંતના પાને લખાયા છે, પણ જેઓ ભેગનાં ભિખારી બનીને સંસારનાં કીચડમાં ખૂંચેલા રહ્યાં છે. તેમનાં નામ લખતાં નથી. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમાં વચ્ચે સેમિલ બ્રાહ્મણની વાત આવી છે. સેમિલ બ્રાહ્મણ અને સમશ્રી બ્રાહ્મણીને ત્યાં ઘણી સંપત્તિ હતી. તેમને ત્યાં એક દેદીપ્યમાન સમા નામની પુત્રીનો જન્મ થયો. પુત્ર-પુત્રીનો જન્મ થાય ત્યારે મા-બાપ હરખાય છે, પણ એ મોટા થાય છે ત્યારે કેટલી ચિંતા ઉભી થાય છે? દીકરા-દીકરીઓ ભણી ગણીને તૈયાર થાય એટલે તેમને પરણાવવાની ચિંતા. દીકરો પરણાવ્યા પછી વહુ જે સારી આવે તે વાંધો નહિ પણ જે વીસમી સદીની આવે તે ઉપાધિને પાર નહિ. રોજ ઝઘડા ચાલ્યા કરે, અને દીકરીને પરણાવીને સાસરે મોકલી એટલે પતી જતું નથી. એનું આણું કર્યું તે પાછળ ઝીયાણાની ચિંતા ઉભી હોય છે. આમ એક પછી એક લફરાં સંસારની પાછળ સંકળાયેલાં હોય છે. આવા સંસારમાં તમને શું સુખ દેખાય છે ! સંસાર એક ઉંડા સાગર જેવું છે. કેઈ માણસ સાગરના કિનારે ફરવા માટે ગયે હોય તેને સાગરનાં પાણી જોઈને મનમાં થાય કે લાવને જરા પાણીમાં પગ ઝળું. એ પગ ઝાળવા જાય છે ત્યારે એમ થાય છે કે, લાવને જરા સ્નાન કરી ઉલ. સ્નાન કરતાં વિચાર થાય છે કે લાવ ત્યારે હું થોડીવાર પાણીમાં તરવા જાઉં. એમ એક પછી એક લાલચ જાગે છે. એ તરવા જતાં ક્યારેક ઉંડા પાણીમાં ડૂબી પણ જાય. વિચાર કરે કે સંસારનાં સુખ પણ કેવા છે !
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy