SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ શારદા દર્શન વ્યાખ્યાન ન-૭૯ ભાદરવા વદ ૩ ને શુક્રવાર તા. ૩૦-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, અનંતદર્શની અને અનંતકરૂણાના સાગર વીતરાગ પરમાત્મા તૃષ્ણાના તાપથી તરફડતા જીવોને તૃપ્તિને રાહ ચીંધતા કહે છે કે, હે ભવ્ય ! જે તમારે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે તૃપ્તિના ઘરમાં આવે. ત્યાગ વિના તૃપ્તિ નથી અને તૃપ્તિ વિના આત્મિક સુખ નથી. આજે વૈજ્ઞાનિક યુગમાં ભૌતિક સુખનાં સાધને ખૂબ વધ્યાં છે. એક જમાનામાં રાજા-મહારાજાઓને જે સુખનાં સાધનો ન હતાં. તે આજના સામાન્ય શ્રીમંતના ઘરમાં જોવા મળે છે. એ આ યુગ છે, છતાં ક્યાંય સંતેષ કે તૃપ્તિ દેખાય છે? જ્ઞાની કહે છે કે – જ્યાં છે પરની માંગ, ત્યાં છે તૃષ્ણની આગ, હે ચેતન! હવે તે જાગ, એમ કહે છે વીતરાગ. * જેમ જેમ ભૌતિક પદાર્થોની ઈચ્છા થતી જશે તેમ તેમ તૃષ્ણા વધતી જશે, અને જેમ જેમ ભેગનાં સાધને વધતાં ગયાં, તેમ તેમ તૃપ્તિ ધરતી ગઈને તૃષ્ણા વધતી ગઈ. માટે હવે તું જાગ અને તૃષ્ણા ત્યાગ કરી તૃપ્તિના ઘરમાં આવ. જે તૃપ્તિના ઘરમાં નહિ આવે તે તારી તૃષ્ણાની ભૂખ વધતી જશે. ને એ ભૂખમાં તું રખાઈ જઈશ. જુઓ, અસલના જમાનામાં માણસ ગાડામાં મુસાફરી કરતાં હતાં. કંઈક પગપાળા મુસાફરી કરતાં હતાં. તેમને આજે ઘેડાગાડી, ટેઈન, બસ વિગેરે ઝડપી વાહનોની સગવડ મળી છતાં તેમની તૃણુની આગ ઓલવાતી નથી. તેમને પરદેશની ગાડી અને વિમાને જેવા ઝડપી સાધનોની સગવડ જોઈએ છે. તેનાથી તેઓ ઝડપી મુસાફરી કરવા ઈચ્છે છે, પણ તમને સમજાય છે ને કે જેમ જેમ સગવડો વધી તેમ તેમ અગવડો પણ વધી છે ને જેમ જેમ ભૌતિક સુખનાં સાધનો વધ્યાં તેમ તેમ બંધને પણ વધ્યાં છે. પાંચ ઈન્દ્રિઓના વિષયમાં સંસારનાં સમગ્ર સુખની સમાપ્તિ થઈ જાય છે. દરેક ઈન્દ્રિય ભેગની ભરતી વચ્ચે રહેવા છતાં તેને કદી સંતોષ થતું નથી. તે સદા અતૃપ્ત રહે છે. જુઓ, સૂવા માટે તમને ડનલેપની પોચી મખમલ જેવી ગાદી મળે છતાં ઘણું વખત તેમાં ખરબચડી શિલા જેવી કર્કશતાને અનુભવ થાય છે. બત્રીસ પકવાન અને તેત્રીસ પ્રકારના શાક, અથાણાં, પાપડ, ચટણી અને ફરસાણેથી ભરેલાં ભાણે જમવા બેસનારને કઈ કઈ વાર તેમાં સ્વાદ આવતું નથી, તેને બધું ફિકકું લાગે છે. સેન્ટ અત્તર વિગેરેની સુગંધમાં પણ ક્યારેક દુર્ગધને આભાસ થાય છે. સૂરીલા સંગીતનાં મધુર સૂર સાંભળતાં માનવીને ઘણુવાર જાણે ગધેડું ભૂંકતું ન હોય ! કાગડે કાકા કરતા ન હોય તેવું લાગે છે. સ્વર્ગના દેવ જેવું સુંદર સૌંદર્ય પણ ઘણીવાર ફિકક દેખાય છે. બેલે, આમાં એક પણ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy