________________
૦૪
શારદા દર્શન કરીને આપને કેટલા આંટા ખવડાવ્યા! છતાં આ પાપી જીવે આપને અમૃતમય ઉપદેશ સાંભળે નહિ. હું શું વાત કરું? હવે તે આ ભયંકર કાળના પંજામાં સપડાઈ ગયે છું, કાલ કાલ કરતાં મારી કાલ પૂરી થઈ નહિ ને આ કાળ આવી પહોંચે. આખી જિંદગી સંસાર સુખોમાં રચ્યા પચ્યો રહ્યો, ક્ષણવાર સંસારને મેહ છે નહિ. મારા જે અભાગી કોણ હોય કે ઘેર બેઠા ગંગા આવી તે પણ લાભ લીધે નહિ. હવે મને મારી ભૂલનું ભાન થયું કે સંસારમાં એક પછી એક કામ તૈયાર જ હોય છે. એનામાં ખૂચેલા રહીએ તે આપણને એક ઘડીને ટાઈમ મળવાને નથી.
શેઠની કરૂણ દશા જોઈ મહાત્માએ આપેલ ઉપદેશ :- શેઠ કહે-મહાત્મા! તમે તે કરૂણાના સાગર છે. મારી ભૂલેને ભૂલી જાઓ અને મને સંસાર સાગરથી તરવાને કે માર્ગ બતાવે. હવે મને એટલું સમજાય છે કે આ સંસાર કેવો વાર્થને ભરેલે છે!
નાશવંત આ કંચન કાયા, સ્વજન સબંધી સહુ પરાયા રાગ દ્વેષની સઘળે છાયા, લાગી જીવને તે પણ માયા,
દુઃખ સુખના ચકરાવામાં, હું રઝા અપરંપાર-ઉગારી.
આટલું બોલતાં શેઠની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, અને મહાત્માની ક્ષમા માંગતાં કહ્યું છે કૃપાસિંધુ! હું પામર પ્રાણું છું. મહાન મૂર્ખ છું. હવે આપના શરણે છું. તારણહાર! મને તારે. શેઠને પશ્ચાતાપ જોઈને સંતને લાગ્યું કે હવે શેઠને બરાબર સમજાઈ ગયું છે. તે તેની ભૂલનો પશ્ચાતાપ કરી રહ્યા છે. હવે તેમને સંસાર પ્રત્યેને મોહ ઉતરી ગયા છે. તેથી તક જોઈને મહાત્માએ ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. શેઠ મૃત્યુના મુખમાંથી બચી ગયા. હવે તે એમને સંસારને મેહ નથી. તેથી જરૂરિયાત પૂરતી મૂડી રાખીને બધી મૂડી ધર્માદામાં વાપરી નાખી. આજ સુધી ધર્મ માટે “No Time” કહેનારે. સમજી ગયે કે મારા માનવજીવનની એકેક ક્ષણ લાખેણું જાય છે. વહેપાર ધંધા બંધ કરીને જેટલું બને તેટલો સમય મહાત્મા પાસે જઈને સત્સંગમાં વીતાવવા લાગ્યા. આ રીતે મહાત્માને પરિશ્રમ સફળ થયે ને શેઠનું જીવન પલટાઈ ગયું.
દેવાનુપ્રિયે ! વીતરાગના સંતે જ તમને ભગવાનની વાણી સંભળાવે છે. તમને શેઠની માફક સંસારને મેહ ક્યારે ઉતરશે ? આ સભામાંથી એકાદ સાધુ બની જાય તે પરિશ્રમ સફળ થાય. કેમ બરાબરને? (હસાહસ)-દ્વારકા નગરીમાં સોમિલ નામના મહાન સમૃદ્ધિશાળી બ્રાહ્મણ વસતે હતે. એણે સંસારમાં રહીને પણ ચાર વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાન વિના સત્યાસત્યને વિવેક થઈ શકતું નથી. આપણા જૈન દર્શનમાં ભગવાને દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરિતા યોગ, અને ધર્મકથાનુયોગ એ ચાર અનુગ બતાવ્યા છે. તેનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ,