SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ચારતા એને લાગે. અહ! આ દુર્યોધન અને હરશાસન વિગેરે કેવા નીચ છે! ભલે બધું હારી ગયા પણ એમના શરીર ઉપર પહેરેલા વસ્ત્રો આમ ખેંચીને ઉતારી લેવા એ કંઈ એમની રીત છે? એ તે તદ્દન નગ્ન કરવા ઉઠયા પણ લેકે કકળાટ કરવા લાગ્યા તેથી લંગોટી જેટલું વસ રાખીને બાકીન વસ્ત્રો ખેંચી લીધા. દુશ્મનને બિલકુલ દયા ન આવી. પાંડના વસ્ત્રો ઉતરાવ્યાં તે કરૂણ હૃદયદ્રાવક દશ્ય ન જોઈ શકવાથી સજ્જને તે મૂછિત થઈને પડી ગયા. અરેરે..આવા સજ્જન પુરૂષની આ દશા ! આમ કાળે કલ્પાંત કરે છે ત્યાં દુષ્ટ દુર્યોધન શું કહે છે. ફિર દુર્યોધન બોલા તાન કર, બ્રાતાઓ કે તાંય લાઓ દ્રૌપદી ઈસી સભા મેં, જલદીસે તુમ જાય છે. શ્રોતા હે દુશાસન! હવે તમે બધા જલ્દી જાઓ અને આજ સુધી સતી તરીકે ઓળખાતી પાંચ પતિવાળી વ્યભિચારિણી દ્રૌપદીને અહીં સભામાં લઈ આવે. હું જોઉં છું કે તે કેવી સતી છે! પાંચ પાંચ પતિને સેવનારી કદી સતી હાય ! એ પાપણીને અહીં લઈ આવે. જે સીધી રીતે ન આવે તે એટલે પકડીને તમે તેને અહીં લઈ આવજે. આમ દુર્યોધને કહ્યું એટલે પાપી દુઃશાસન હર્ષભેર દેડતે જયાં સતી દ્રૌપદી હતી ત્યાં આવ્યો ને કહ્યું –હે દ્રૌપદી! તને તારો પતિ યુધિષ્ઠિર જુગારમાં હારી ગયા છે. હવે તેમની કઈ સત્તા રહી નથી. એ તે ભિખારી બની ગયાં છે કે હવે તારા ભાગ્ય જાગ્યાં છે માટે દુર્યોધન રાજા તને પ્રેમથી બેલાવે છે. આ શબ્દ સાંભળીને દ્રૌપદીનું કાળજુ ચીરાઈ ગયું. હજુ દુશાસન કેવા શબ્દો કહેશે ને દ્રૌપદી તેને શું કહેશે તેના ભાવ અવસરે. [ તો વ્યાખ્યાન નં. ૭૦ ભાદરવા સુદ ૮ ને મંગળવાર તા. ૨૦-૬-૭૭ અનંત ઉપકારી, ભવસાગરમાં ડૂબતાં એનાં સાચા સુકાની વીતરાગ પ્રભુએ જગતનાં જીના આત્મહિત માટે સિધાંત પ્રરૂપ્યા છે. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે જીવને માનવભવ અને જૈનધર્મ મળે છે. આ ભવ્ય ધર્મસ્થાનક ભવરોગ નાબૂદ કરવાની હોસ્પિતાલ છે. ડેકટરના દવાખાનામાં બે પ્રકારના માણસો આવે છે. એક તે જેને કઈ દઈ થયું છે તે દર્દી અને બીજા ડૉકટરને મિત્રો અને સંબંધીએ આવે છે, પણ બંનેનું આવવાનું પ્રયોજન અલગ હોય છે. ને બંનેની વાત પણ અલગ હોય છે. દર્દીએ પોતાના રોગને મટાડવાની દવા લેવા માટે ડોકટર પાસે આવે છે, અને મિત્ર ડૉકટરને મળવા અને વાત કરવા માટે આવે છે. દર્દી ડૉકટરની પાસે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy