SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ pre શારદા દર્શન માગ શું તેની ખબર પડશે? જીવ શું, અછવ શું એ તમને સમજાશે? એનાથી તે પાપકર્મના બંધન થશે અને જીવ પાપકર્મથી મલીન બનશે. જ્યારે જિનવાણીનું શ્રવણ કરવાથી જીવને મહાન લાભ થાય છે. અનિચ્છાએ જિનવાણીના બે શબ્દ સાંભળનારે રહણીયેર તરી ગયે. આટલા માટે સંતે પિકારી પિકારીને કહે છે કે તમે જિનવાણીનું શ્રવણ કરે. જિનવાણી એ ભવને રેગ નાબૂદ કરવા માટે અમૃતપાન સમાન છે. અમૂલ્ય રસાયણ છે. જેનું સદા સેવન કરવાથી જીવ અજર અમર બની જાય છે. | બંધુઓ! શ્રાવકનું દિલ જિનવાણી સાંભળવા માટે તલસતું હોય, જિનવાણી સાંભળ્યા વિનાનો દિવસ એને વાંઝી લાગે. જિનવાણીનાં બે શબ્દ પણ જે સાંભળવા ન મળે તે એને એમ લાગે કે મારો આજનો દિવસ અફળ ગયે. આ કાન આપણને જિનવાણીનું શ્રવણ કરવા માટે મળ્યા છે. આ કાન મળ્યાની સાર્થકતા ક્યારે ? કાન મળ્યાં છે શક્તિશાળી, ક્ષમતા એની જ્યાં લગી સારી વિશ્વભરની વાણું હું સુણ્યા કરૂં સુખકારી....મન મા મળ્યો છે મને, કવિઓ પણ કહે છે કે જ્યાં સુધી કાન સારી રીતે સાંભળી શકે છે ત્યાં સુધી ભગવાનની વાણી સુણી લે. આખા દિવસમાં જે મનુષ્ય કાન દ્વારા જિનવાણીનાં બે શબ્દો પણ સાંભળે છે તે કાનવાળા છે. બાકી તે કાન હોવા છતાં તે વિગલેન્દ્રીય જેવા છે. જેમ કહેવાય છે ને કે માણસ પાસે ગમે તેટલું ધન હોય પણ જે સત્કાર્યમાં વપરાયું તે સાચું ધન છે. બાકી તે કાંકરા છે. તેમ જિનવાણીનું જે છે શ્રવણ કરે છે તેના કાનની સાર્થકતા છે. એ જિનવાણીનું શ્રવણ કરવાથી કંઈક ને સંસારની અસારતા સમજાય છે ને વૈરાગ્ય પામીને સંયમનો માર્ગ સ્વીકારે છે. આનું નામ કાન મળ્યાની સાર્થકતા. આ માટે સંતે તમને વીતરાગ વાણી સંભળાવે છે, અને જે સાંભળે છે. તેને કાન મળ્યાની સાર્થકતા છે. બાકી જે આ કાન દ્વારા પારકી નિંદા સાંભળે છે ને જીભ દ્વારા બીજાના અવર્ણવાદ બોલે છે તે ભવસાગરમાં ડૂબે છે. કંઈક છે સંવરના સ્થાનમાં આવીને આશ્રવના કામ કરે છે પણ યાદ રાખજો કે પરનિંદા તમને મહાન દુઃખ આપશે. તમારાથી બને તે કેઈનાં ગુણ ગાઓ. પ્રશંસા કરે પણ નિંદા ન કરો. નિંદા કરવાથી જીવ ગાઢ કર્મો બાંધે છે. પછી સાધુ હોય કે સંસારી હોય પણ કર્મ કેઈને છેડતું નથી. નિંદા કરે તે પોતાના આત્માની કરે. પારકાની નહિ. જ્યારે આત્મા આવા શુધ્ધ ભાવમાં રમશે, ત્યારે તેની કોઈ નિંદા કરશે તે પણ તે ક્ષમા રાખશે. એક ગામમાં દૂરદૂરથી વિચરતાં સાધુએ પધાર્યા. ગામમાં એક ખૂબ ધમષ્ઠ શેઠ હતા. તેમનું મકાન ખૂબ વિશાળ હતું. તે મકાનના આખા બે માળ ખાલી હતા. આ સંતે એ શેઠના મકાનમાં ઉતર્યા. તેમાં એક સાધુ ક્રિયામાં જરા ઢીલા હતા પણ ગુણાનુરાગી.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy