SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન પર૭ કમને ભગવ્યા વિના છૂટકારો નથી. અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે “ના રત્ત ક્ષીરસે વર્ગ ૪ દિશૌર પિ” કરેલા કર્મો ભગવ્યા વિના સેંકડો ને કોડે યુગ સુધી પણ ક્ષય પામતું નથી. ગમે તેટલા ઊંચાનીચા થાઓ, પાતાળમાં પેસી જાઓ, કે વનવગડામાં ચાલ્યા જાઓ કે પરદેશ ચાલ્યા જાઓ, ગમે તેમ કરે ૫ણ કરેલા કર્મો તે ભગવ્યે જ છૂટકો છે, કમ બાંધ્યા પછી યુગના યુગ વીતી જાય પણ જ્યાં સુધી એ પર ભગવાઈ ન જાય ત્યાં સુધી એ એમને એમ આત્મા ઉપરથી હટી જતું નથી. કમાજને કાયદે ખૂબ કઠિન છે. તેમ રહેજ પણ પિલ ચાલતી નથી. હજુ તમારા હિસાબમાં ભૂલ થશે પણ કમરાજાના હિસાબમાં એક પાઈની પણ ભૂલ નહિ થાય. અને એ તમે ગમે ત્યાં જશે તે પણ તમને શોધી કાઢશે. જ્યાં સુધી એનું કરજ નહિ ચૂકવાય ત્યાં સુધી એ તમારે પીછો નહિ છોડે. કર્મરાજાના સકંજામાં સપડાયા પછી છૂટવું મુશ્કેલ છે. તેમાંથી છૂટવા માટે લાંચ રૂશ્વત કે કોઈની શરમ કામ નહિ લાગે. કર્મસત્તાએ ખુદ તીર્થકર ભગવાનને પણ નથી છોડયા તે આપણું શું ગજું? આપણે જીવનમાં સીધી લાઈને ચાલવા છતાં દુઃખ આવે ત્યારે મારા પિતાના કર્મનું આ ફળ છે. એવું સમજી આકુળ વ્યાકુળ ન થવું બીજાને દેષ ન દેતાં સમભાવપૂર્વક સહર્ષ દુઃખ સહન કરી લેવું. આપણે કંઈ દેષ ન હોવા છતાં બીજાના નિમિત્તે આપણને કષ્ટ આવ્યું તે વખતે જે આપણે બીજા ઉપ છેષ કરીએ, ક્રોધ કરીએ અને દેષ દઈએ તે કમને શરમ નથી એ તો તરત જ અશુભ રૂપે આપણા આત્મા ઉપર ચૂંટી જશે. અને તેના કડવા ફળ પરલોકમાં જોગવવા પડશે. માટે કર્મ બાંધતાં ખૂબ સાવધાની રાખો. તમને એમ થાય કે આમ રહેજ બોલ્યા એમાં શું કર્મ બંધાઈ ગયું? “હા”. સહેજ કોઈની બેટી નિંદા કરીએ, કોઈની મજાક ઉડાવીએ, હાંસી કરીએ, મનથી અશુભ ચિંતવાણા કરીએ તેમાં પણ આપણને કર્મ બંધાય છે. આજે તકવાદને યુગ છે. અત્યારે વીતરાગના સંતે કહે છે કે, કંદમૂળમાં સેયની અણી ઉપર રહે તેટલા રસમાં પણ અનંતા જીવે છે. આ ભગવાનનાં વચન છે. સંતેના ઘરની વાત નથી. છતાં નાસ્તિક માણસે આ જિનચનની હાંસી કરે છે કે શું એટલામાં કંઈ અનંતા જ હેતા હશે! આ તે બધું હંબક છે. આવી ઘેર હાંસી કરીને જીવ ઘોર કર્મ બાંધે છે અને એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે મહાન દુઃખે ભેગવવા પડે છે. પછી જ્યારે જીવને ભાન આવે છે ત્યારે તેને સમજાય છે કે, સંતાએ સમજાવ્યાં ઇશ્વરના આદેશ, ઉધાર કરે એવા આપ્યાં મને ઉપદેશે, એના મેઘા વચનેની હું હાંસી ઉડાવું છું... કે બદલો. અહો ! મને સંતે એ વીતરાગ પ્રભુના આદેશે સમજાવ્યાં. મારા આત્માનું કલ્યાણ થાય, નરક નિદમાં જતું અટકાવે એ કલ્યાણકારી ઉપદેશ આપ્યો. છતાં તેમના અમૂલ્ય વચનેની મેં મજાક ઉડાવી, ધમ-કર્મને હંબક માન્યાં મારી કેવી ગતિ થશે? એમના ઉપકારને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy