SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પર શારદા દર્શન ગર્ભશ્રીમંત છે પણ બાળક જાતે નથી તેથી ઘરના ઘાટી પાસેથી બે આના મળતાં ખુશ ખુશ થઈ જાય છે. ને ઘાટીના વખાણ કરે છે કે આ બહુ સારે છે, પણ એ નાદાન બાળકને ખબર નથી કે મારા પિતા પાસે અઢળક સંપત્તિ રહેલી છે. માની લે કે આ તે અણસમજુ બાળક હતું પણ તમે તે સમજદાર છે ને? બાળક જ્યાં સુધી અજ્ઞાન હોય છે ત્યાં સુધી ઘાટી પાસે પૈસા માંગે છે પણ પિતાના પિતાજીની સંપત્તિને ખ્યાલ આવ્યા પછી માંગતા નથી, પણ આ મારા મહાવીર પ્રભુના મોટા બાળકોને ખબર છે કે આત્મા કેટલે શક્તિશાળી છે. કર્મની જંજીરો તેડી મોક્ષનાં અનંતા સુખ મેળવવાની શક્તિ આત્મામાં રહેલી છે છતાં ભૌતિક સુખને ભિખારી બની ટુકડા માંગતે ફરે છે. બોલે, તમે એ બાળકથી કધુ નાદાન ખરાં ને? આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે હે માનવ! તું તને પિતાને ઓળખ કે હું કોણ છું? તમને કદી વિચાર થાય છે કે હું કેણ છું? આવો વિચાર થાય તે અંદરથી ચૈતન્યને ધબકાર થાય કે તું અનંત જ્ઞાનસ્વરૂપ. ચૈતન્ય મૂર્તિ, તેજપુંજ, અનંત બળ-વીને ધણ, સુખ દુઃખને જાણ અને સુખદુઃખને વેદક અસંખ્યાત પ્રદેશી આત્મા છે. તારે ખજાને અખૂટ ને અક્ષય છે. જે આત્માઓ આ ખજાનાની ખેજ કરે છે તેને મળે છે અને તેમાંથી મનમાની મોજ માણે છે. ત્યારે વિચાર થાય કે આ ખજાને કણ મેળવી શકે? જે રાગ દ્વેષ, કષાય અને જગતની જંજાળથી મુક્ત થાય છે તે આ શાશ્વત અને અમૂલ્ય ખજાનો મેળવી આત્મિક સુખને ભેકતા બને છે. જે તમે સમજે તે વીતરાગ પ્રભુની આજ્ઞામાં વિચરતાં વિષય કષાયથી મુકત બનેલાં સાધુને જે સુખ હોય છે તેના અંશ જેટલું સુખ ચક્રવતિઓને હેતું નથી. આત્માની સ્વભાવદશામાં જે સુખ છે તેને અંશ પણ દુન્યવી સુખમાં નથી. છતાં એ સુખ માટે જીવ કેટલે પુરૂષાર્થ કરે છે ને તેની પાછળ કેટલાં કર્મો બાંધે છે? એ કર્મ બાંધતી વખતે એટલે પણ વિચાર થાય છે કે આ કમેં જોગવતાં મારી કેવી કરૂણ દશા થશે? અને આ કર્મના ઉદય વખતે કેઈ દુઃખમાં ભાગ પડાવશે ખરું?” ના, બિલકુલ નહિ. “ક્ત સે ભકતા”. કમ તે જે કરે છે તેને પિતાને ભોગવવું પડે છે. કર્મનાં કરજ કર્મ કરનારનાં નામે રહે છે. કોઈ સુખી બાપ હોય તે એના પુત્રના નામે બંગલા, જમીન, ઓફીસ, દુકાને બધું કરી દે છે પણ પુત્ર, પત્ની વિગેરે માટે ધન કમાતા, બંગલા બાંધતાં જે કર્મો બાંધ્યા, તેનું જે પાપ લાગ્યું તે પુત્ર કે પત્નીના નામે કરીને જવાતું નથી. હા, પાપકર્મના ઉદયથી બાપના માથે કરજ વધી ગયું હોય તે તે કરજને બે દીકરાના માથે મૂકીને જાય છે પણ કર્મના કરજને બેજ કોઈના માથે મૂકી શકાતું નથી. એ તે સાથે લઈને જવું પડે છે. ખુદ તીર્થકર ભગવતેને પણ કઈ છોડયાં છે? કરેલાં કર્મો તે ભગવ્યે જ છૂટકે, આપણાં જૈનશાસ્ત્રોમાં ભગવતે કહ્યું છે કે “જાન જમા 7 મોત ચિ” કરેલા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy