SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન આ માનવ જીવન આપણને મહાન પુણ્યદયે પ્રાપ્ત થયું છે. આત્મસાધના કરવાને આ સુંદર અવસર છે. અત્યાર સુધી આત્મા મહરાજાની સત્તા નીચે દબાયેલે હતે પણ હવે પુણ્યોદયે જિનેશ્વર પ્રભુના વચને હૃદયમાં સ્થાપી મેહ રાજાની સત્તા નીચેથી છૂટકારો લઈ આત્મસાધના કરવાને સોનેરી અવસર મળે છે. વળી ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાયને રોકી ક્ષમા, દયા આદિ ગુણ કેળવવાનો ધન્ય અવસર. સંસારની આસકિત ઘટાડીને જિનાજ્ઞાનું પાલન કરવા, દાન–શીલ-તપ-ભાવના ભાવવાને અને જગતની માયા મૂકી વીતરાગ પ્રભુના વચનની શ્રદ્ધા કરવાને શુભ અવસર પ્રાપ્ત થયે છે. બંધુઓ ! આ બધું ક્યારે કરી શકાય તે જાણે છે? જીવનમાં ઉત્તમ ગુણેનું સ્થાપન કરવા માટે સર્વ પ્રથમ આપણા વિચારે શુદ્ધ બનાવવા પડશે. જેવા વિચાર તે આચાર આવે છે. જેમ કે તમારા મનમાં કાયા, કંચન, કુટુંબ અને કીર્તિને રાત દિવસ વિચારો હોય તે આચાર એ બને તે માટે સારા વિચાર જીવનમાં દાખલ કરવા જોઈએ. જેવા વિચાર હશે તેવા આચારનું ઘડતર થશે. તમે કહો છો કે જે હૈયામાં હોય તે હેઠે આવે હૈયામાં જેવા વિચારો રમે છે તેવું વાણીના આચરણમાં ઉતરે છે. તેને અર્થ એ થયો કે પહેલા વિચાર અને પછી તેના આધાર પર વાણીનો આચાર રચાયે. એટલે જ્ઞાની ભગવતે કહે છે કે પહેલાં વિચાર સુધારે તે આચરણ સુધરે. માટે આપણે તે બંને ઉપર બરાબર લક્ષ રાખવાનું. વિચાર પણ સારા કરતાં જવાનું ને આચાર પણ સુધારતા જવાનું. પણ અનાદિકાળથી આત્મા મેહ અને અજ્ઞાનને વશ થયેલે હેવાથી સારા શુદ્ધ અને ધાર્મિક આચાર આચરવાનું કાર્ય એકદમ કરી શકતે નથી. એ કાર્ય એને અશક્ય લાગે છે. કદાચ હૃદયમાં વાત ઉતરે અને કરવા છે તે એ વલ્લાસ જાગતું નથી પણ વિચારે ધાર્મિક અને સાત્વિક કરવાનું કાર્ય અશક્ય નથી કે એમાં વીલ્લાસ મેઘ પડે એવું નથી પણ વાત એટલી છે કે દિલમાં એની અત્યંત તાલાવેલી લાગવી જોઈએ. આ માનવભવમાં શુભ વિચારોની ભાવના જગાડે. તમારા અંતરમાં રણકાર કરો. સંસાર સુખના રસીયા બની એ સુખ મેળવવા માટે તે ઘણું વિચારો કર્યા ને પાપ બાંધ્યા. શુભ વિચાર, વિચાર શુદ્ધિ અને શુભ અધ્યવસાયે આ માનવ ભવમાં થઈ શકે છે. માટે તમે જરા પણ બેદરકાર ન રહો. તમારા દીકરા દીકરીના લગ્ન આવવાના હેય ત્યારે અગાઉથી વિચાર કરીને નક્કી કરી રાખે છે ને કે મારે શું કરવું? કેટલા કપડાદાગીના કરવા? જમણવારમાં શું કરવું ? તે રીતે હવે પર્યુષણ પર્વ આવે છે તે મારે શું કરવું ? અઠ્ઠાઈ, સેળભથ્થુ કે મા ખમણ? (હસાહસ) આવા વિચારે કરશે તે કર્મની ગ્રંથીઓ તૂટી જશે. અને પૈસા ટકા, કુટુંબ પરિવાર, પ્રતિષ્ઠા વિગેરે વિચારના દુઃખદ કર્મવિપાક પરલોકમાં કેવા ભોગવવા પડશે? એને વિચાર કરી એવી ભાવના અંતરમાં જાગ્રત કરો કે હું સદા શુભ વિચાર અને શુભ ભાવ રાખ્યા કરું.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy