SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન પછી જગતની સમક્ષ રજુઆત કરી, સાચું સુખ અને દુઃખ કેને કહેવાય? શાસ્ત્રકારે દુઃખનું વર્ણન કરતા કહ્યું છે કે, जम्म दुक्खं जरा दुक्ख, रोगाणि मरणाणिय। કુવા દુ સંસા, ગલ્ય વીતિ કન્તા ઉત્ત, સ, અ. ૧૯ ગાથા ૧૫ આ શબ્દ મારા કે તમારા ઘરના નથી. અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાનીના નથી પણ કેવળજ્ઞાનીની વાણી છે. અહો ! આ દુખમય સંસારને અજ્ઞાની આત્માઓ સુખમય માની રહ્યા છે તે એક ભ્રમ છે. તે ભ્રમ દૂર કરવા અને સંસાર સુખમય છે કે દુઃખમય તેનું સત્ય દર્શન કરવા થર્મોમીટર દ્વારા તપાસવું પડશે કે આ સંસારમાં સુખનું પલ્લું નીચું નમે છે કે દુઃખનું ? આ જીવને મેહનીય કર્મને નશો ચઢયે છે તેથી તેને સત્ય સ્વરૂપનું ભાન નથી. અજ્ઞાની છ સંસારને રૂડે ને રંગીલે માને છે ને એ આશામાં સુખનાં સ્વપ્ના સેવી રહ્યા છે. પિણી જિંદગી વીતી ગઈ. હજુ સુખ મળ્યું નહિ. કેઈ ભિખારીને, મધ્યમને કે ધનવાનને પૂછો કે તું સુખી છે? તે કોઈ એમ નહિ કહે કે અમે સુખી છીએ. કેઈ ધનસે રહિત દુખી હૈ, હૈ કઈ મહારેગ પીડિત, પાતા કેઈ કષ્ટ માનસિક, પુત્ર વિરસે હુઆ દુખિતા , કેઈ કિસી દુઃખમ રત હૈ, કેઈ કિસી કષ્ટમેં મગ્ન, હા. ઈસ જગમેં કઈ જન ભી, નહી પૂર્ણ સુખમેં સંલગ્ન કઈ ધનના અભાવમાં દુઃખી છે, કઈ રેગથી પીડાય છે, કેઈને પુત્ર વિરહનું દુઃખ તે કઈને માનસિક દુઃખ છે. દરેકને કંઈને કંઈ દુઃખ છે. આ જગતમાં પૂર્ણ સુખી કઈ નથી. પણ વીતરાગની વિશાળ વાટિકામાં વિચરણ કરતાં અમારા સંત સતીજીઓને ભરનિંદ્રામાંથી જગાડીને પૂછે કે તમે કેવા સુખી છે ? તે તે કહેશે કે અમારા સુખની તે કઈ સીમા નથી. અમને જે જોઈએ તે મળે છતાં આસક્તિને છાંટે ન મળે. જે મળે તેમાં સંતોષ, કારણ કે અમને માનવજીવનની મહત્તા સમજાણી છે. દેવાનુપ્રિયે ! સાચા સુખ તે આત્મિક સુખ છે. બીજા બધા સુખે ક્ષણિક છે. જગતના તમામ સુખને એક બાજુમાં મૂકે તે આત્મિક સુખમાં ભૌતિક સુખ અલ્પાશે પણ આવી શકશે નહિ. એક દિવસના ચારિત્રમાં જેટલું સુખ છે તેટલું સુખ ખુદ ઈન્દ્રને કે ચક્રવતીને પણ નથી. કારણ કે તે બધાં સુખો વિનશ્વર છે, સંસારમાં સિનેમાના પડદાની જેમ અનેકવિધ અવનવા સુખ-દુઃખના દશ્ય નજરે જેવા છતાં સંસારને સુખમય માનવે એ અજ્ઞાનતા છે. ‘શા.-૨
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy