SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ 2001 et પડી એટલે તેણે રાણીને કહ્યું, માસ! મને દાન દેવાનું બહુ ગમે છે. જે આ૫ હા પાડે તે હું દાનશાળામાં બેસીને દાન દઉં. છે. “દાનશાળામાં દમયંતીથી અપાતું દાન” – દમયંતીના ભાવ એવા હતા કે હું દાનશાળામાં દાન દેવા બેસું તે કદાચ નળરાજા ફરતાં ફરતાં અહીં આવે ને મને મળી જાય. રાણીએ કહ્યું બેટા ! ભલે, તારી ઈચ્છા હોય તે દાન આપજે. રાણની આજ્ઞાથી જ દમયંતી દાનશાળામાં જઈને યાચકને દાન આપવા લાગી, દરેકને છૂટે હાથે જરૂરિયાત પ્રમાણે દાન આપતી હતી. ઘણાં દિવસ વીતી ગયા પણ તેને નળરાજાનાં દર્શન થયા નહિ. એક દિવસ રાજાના માણસ એક ચેરને મજબૂત બંધને બાંધીને લઈ જતાં હતાં. ચિરને છાતીએ એટલા મજબૂત દોરડાથી બાંધ્યો હતે કે એની છાતીના પાટીયા ભીંસાઈ જાય. આ જોઈને દમયંતીને ખૂબ દયા આવી. ચેર દમયંતીને જોઈને રડતે રડતે કહે છે હે દેવી ! મને બચાવે. દમયંતીએ સિપાઈઓને પૂછયું, ભાઈ ! આ માણસે શું ગુન્હો કર્યો છે? ત્યારે તેમણે કહ્યું, બહેન ! આ માણસે આપણું મહારાણીનાં કિંમતી હીરાના દાગીનાની પેટી ચેરી લીધી હતી. તેથી અમે તેને વધ કરવા માટે લઈ જઈએ છીએ. ચારને ફાંસીની શિક્ષાથી છુટકારો કરાવતી સતી દમયંતી” :દમયંતીએ કહ્યું–ભાઈ! એણે દાગીનાની પેટી પાછી આપી કે નહિ? એ તે આપી દીધી છે, તે પછી શા માટે તેનો વધ કરે છે? એને બીજી શિક્ષા કરે પણ વધ ન કરશો, એને છેડી દો. ત્યારે સિપાઈઓએ કહ્યું-બહેન ! મહારાજાને કડક હુકમ છે. અમારાથી એને છોડી શકાય નહિ. ત્યારે દમયંતીએ નવકારમંત્રનું સ્મરણ કરીને ચોરના ઉપર પાણી છાંટયું. એટલે તેના બંધન તૂટી ગયા. આ ચમત્કાર જોઈને લેકેએ દમયંતીને જયજયકાર બેલા, પણ રાજાના સેવકે કહે છે કે બહેન ! તે આ શું કર્યું ! રાજાને ખબર પડશે તે અમને દંડ કરશે. આ વાત કરે છે ત્યાં રાજાને કેઈએ સમાચાર આપ્યા તેથી રાજા દેડતા ત્યાં આવ્યા ને દમયંતીને કહેવા લાગ્યા-બેટા ! તું મહાન પવિત્ર સતી છે. પણ આ ચોરને તે બંધનથી મુક્ત કર્યો તે બરાબર નથી કર્યું. ગુનેગારને બરાબર શિક્ષા થવી જોઈએ. એ જીવિત રહેશે તે પ્રજાને હેરાન કરશે. દમયંતીએ કહ્યું-મહારાજા! હું જૈન ધર્મ પામેલી છું. હું એક કીડીને પણ મારા દેખતાં મરવા દઉં નહિ તે માણસને મરવા દઉં? અને જે મરવા દઉં તે મારે જૈન ધર્મ કયાં રહ્યો? એને એના ગુન્હાની શિક્ષા મળી ગઈ છે. માટે છેડી દે. રાજાએ ખુશ થઈને કહ્યુંસતી! તારી દયાવૃત્તિને ધન્ય છે. તારી ઈચ્છા છે તે એને છેડી દઉં છું. રાજાએ ચેરને છોડી દીધું. ચેરે પણ રાજાને કહ્યું કે હવે હું કદી ચેરી નહિ કરું. “દમયંતીના પ્રભાવથી ચેરને જીવનપલટો:- ચોર દમયંતીના પગમાં પડીને કહે છે હે માતા ! તેં મને જીવતદાન અપાવીને ન જન્મ આપ્યો. એટલે તું મારી માતા છે, તારે ઉપકાર જીવનભર નહિ ભૂલું. એમ કહીને ચાલ્યા ગયે, પણ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy