SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૪૯૩ તારા પતિને મેળાપ થશે, અને તે પહેલાની જેમ સુખ પામીશ. આ પ્રમાણે કહી યુનિ ચાલ્યા ગયા ને દમયંતી બધા તાપસ અને સાર્થવાહે પિતાના સ્થાને આવ્યા. દમયંતીએ સાત વર્ષ ધર્મારાધના કરતાં ગુફામાં પસાર કર્યા. એક દિવસ કેઈ અજાણ્યા મુસાફરે દમયંતીને કહ્યું હે દમયંતી ! મેં અહીંથી થોડે દૂર નળરાજાને જતાં જોયાં છે. એમ કહીને એ માણસ ચાલ્યો ગયે. નળરાજાનું નામ સાંભળીને દમયંતી ગુફાની બહાર આવીને કહેવા લાગી કે હે વીરા ! તે મારા સ્વામીનાથને કયાં જોયા હતાં? મને જલ્દી બતાવ. એમ કહેતી તે મુસાફરની પાછળ દોડતી ઘણે દૂર નીકળી ગઈ, પણ મુસાફર કયાંય અદશ્ય થઈ ગયે. નતે નળ મળ્યા કે પછી ન તે ગુફાને રસ્તો જડ, ચારે બાજુ દેડે છે ત્યાં રાક્ષસણું મળી, જ્યાં દમયંતીને મારવા જાય છે ત્યાં તેણે ભગવાનને પ્રાર્થના કરી. તેથી રાક્ષસણ ચાલી ગઈ. છેવટે તે એક નદીના કિનારે બેઠી. ત્યાં સાર્થવાહ નીકળે છે ને પૂછે છે બહેન! તમે આ ઘોર જંગલમાં એકલાં કેમ બેઠાં છે? શું તમે કઈ વનદેવી છે? ત્યારે તેણે કહ્યું,-ભાઈ! હું કઈ વનદેવી નથી . મનુષ્યાણી છું. હું મારા પિતાજીને ત્યાં જઈ રહી હતી પણ માર્ગ ભૂલી ગઈ છું. તે તમે મને તાપસપુરને માર્ગ બતાવશે ? ત્યારે કહ્યું–બહેન અંધકાર થવા આવ્યું છે. એટલે હમણાં તાપસપુરનો માર્ગ અમે નહિ બતાવી શકીએ, પણ અમે તમને કઈ વસ્તીવાળા સ્થાનમાં મૂકી દઈશું. સવારમાં સાથે ત્યાંથી રવાના થયો. માર્ગમાં અચલપુર આવ્યું. તેના દરવાજે દમયંતીને મૂકીને કહ્યું –બહેન હવે તું આ નગરમાં જજે. એમ કહીને સાથે આગળ ચાલ્યા. નગરના દરવાજા પાસે સુંદર તળાવ હતું. થાકેલી દમયંતી હાથપગ જોઈને બેઠી છે વિચાર કરે છે ત્યાં ત્યાંના રાજાની રાણી ચંદ્રયશાની દાસી પાણી ભરવા આવી હતી. દમયંતીને જોઈને દાસીને ખૂબ દયા આવી. તેણે મહેલમાં આવીને રાણીને કહ્યું બા આપણું નગરના દરવાજાની બહાર તળાવના કિનારે એક છોકરી આવીને બેઠી છે તે રડતી હતી. કેઈ દુઃખીયારી હોય તેમ લાગે છે. પણ, બા! શું એનું રૂપ છે ! સાક્ષાત દેવી જોઈ લે. રાણીએ કહ્યું–તે એને અહીં લઈ આવે. દાસી દેડતી ગઈ ને કહે–બહેન! ચાલ, અમારા રાજી બેલાવે છે. દાસીના કહેવાથી દમયંતી રાણીના મહેલે ગઈ. આ રાણું દમયંતીની સગી માસી થતી હતી. દમયંતીની માતા પુષ્પદંતી અને ચંદ્રયશા બંને સગી બહેને થતી હતી, પણ ઘણાં વર્ષોથી એક બીજાને મળ્યા ન હતાં તેથી ઓળખી શક્યા નહિ, પણ દમયંતીને જોઈને રાણીનું લેહી ઉછળ્યું. બંને પ્રેમથી ભેટી પડયા. રાણીએ કહ્યું કે તું મારી બીજી પુત્રી જ ન હોય એ મને પ્રેમ આવે છે. તું મારી પુત્રી ચંદ્રાવતીની બહેન જ છું. એમ માનજે, અને આનંદથી રહે, પણ બેટા? તું કેણ છું? તારે પરિચચ તે આપ. હવે દમયંતી પિતાને પરિચય કેવી રીતે આપશે તે વાત અવસરે. આજે બહેન વર્ષાને ૩૫ ઉપવાસનું પારણું છે. જી થી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy