________________
કરી
શારદા દર્શન ઉદાસીન થઈને બેઠી છું. કૃષ્ણ વાસુદેવે માતાના મુખેથી તેના દુઃખની વાત સાંભળી. વિનયવંત પુત્રની ફરજ છે કે ગમે તેમ કરીને માતાની ચિંતા દૂર કરવી જોઈએ. આ કૃષ્ણ વાસુદેવ મહાન શકિતશાળી હતાં. તેમણે નિર્ણય કર્યો કે મારી માતાના મનમાં જે કેડ અધૂરા રહી ગયા છે તે હું પૂરા કરું. આમ વિચાર કરીને કૃષ્ણ વાસુદેવે દેવકીમાતાને કહ્યું હે ! મારી માતા ! તમારા મનના મનેર અધૂરા રહી ગયા છે તે કારણે તમને આટલે બધે અફસોસ થાય છે અને ચિંતામગ્ન બની ગયા છે તે હવે અફસોસ છેડી દે. આર્તધ્યાન ન કરે. તમારો દીકરો જીવ ને જાગતે બેઠે છે. હું કઈ પણ રીતે એવો પ્રયત્ન કરીશ કે જેથી મારે એક નાનો ભાઈ થશે, અને તમારા મનના મનોરથ પૂરા થશે. આવા પ્રિય અને મધુર વચનોથી કૃષ્ણવાસુદેવે દેવકીમાતાને ધીરજ આપી ને તેને વિશ્વાસ આપે.
કુણુ વાસુદેવનાં મીઠા મધુરા વચને સાંભળીને દેવકીમાતાને ખૂબ આનંદ થયે. અહે, શું મારે દીકરે છે ! દરેકના દુઃખ દૂર કરે છે. તે કેઈનું દુઃખ જોઈ શકો નથી. જેના બડા ભાગ્ય હોય તેને આ પુયવંત પુત્ર હોય છે. હવે મારો દીકરો મારા અધૂરાં મોરથ પૂરા કરશે. એવી દેવકીમાતાને હિંમત આવી. તેના આનંદનો પાર નથી. માતાને સંતોષ થાય તેવા વચને કહીને કૃષ્ણ વાસુદેવ માતાને વંદન કરીને ત્યાંથી નીકળીને તેઓ પૌષધશાળામાં ગયા. હવે ત્યાં જઈને શું કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- દમયંતી કહે છે ગુરૂદેવ !સિંહ કેશરી અણગાર દીક્ષા લઈને પાંચ દિવસમાં કામ કાઢી ગયા. હું કયાં સુધી સંસારમાં પડી રહીશ! મને દીક્ષા આપ. ત્યારે ભગવંતે કહ્યું- હે દમયંતી ! તારા ભેગાવલી કર્મ બાકી છે માટે તું હમણાં દીક્ષા લઈ શકીશ નહિ. ત્યારે તેણે પૂછયું-ભગવંત! મેં પૂર્વભવમાં એવું શું પાપકર્મ કર્યું કે જેથી મને નળરાજા જંગલમાં એકલી મૂકીને ચાલ્યા ગયા? ત્યારે યશોભદ્ર મુનિએ કહ્યું હે દમયંતી! સાંભળ, પૂર્વભવમાં નળરાજા મમ્મણ નામના રાજા હતા અને તું વીરમતી નામની તેમની પ્રિય રાણી હતી, તમે બંને ક્રીડા કરવા માટે વનમાં જઈ રહ્યાં હતાં ત્યારે તમે બંનેએ સામેથી એક મુનિને આવતાં જોયાં. મુનિને જોઈને તમારા બંનેના મનમાં એમ થયું કે આ મુંડિયે કયાં સામે મળે ? આપણને અપશુકન થયા. એમ માનીને તમને ખૂબ ક્રોધ આવ્યું, અને મુનિને પોલીસ પાસે પકડાવી જેલમાં પૂરાવી તમે બંને તમારા મહેલમાં પાછા ગયા. પછી તમને વિચાર આવ્યો કે આપણે ખૂબ ખોટું કર્યું તેથી તમે મુનિને કેદમાંથી મુકત કરાવી પોતાની પાસે બોલાવીને પૂછયું તમે કયાંથી આવ્યા છે ને કયાં જઈ રહ્યાં છે? મુનિએ તેને શાંતિથી જવાબ અ. રાજા રાણીએ તેમની પવિત્ર વાણી સાંભળી અને પિતે હેરાન કરવા બદલ માફી માંગીને જવાની રજા આપી. બાર ઘડી સુધી તમે મુનિને જેલમાં પૂરી રાખ્યાં તેથી તમને જે કર્મ બંધાયું હતું તે અત્યારે ઉદયમાં આવ્યું છે. તેના કારણે તમને બાર વર્ષને વિગ પડે છે. બારવર્ષ પછી તને