________________
લાગ્યું પણ અહ છેડે કઠીન લાગે. જેની સાધના એવી હતી કે તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, પણ જ્યાં સુધી અહં ન ગયે ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું નહિ. અરે, એક કવિએ રૂપકમાં કહ્યું છે કે સાગરે સરિતાને કહ્યું કે પથ્થરને ચૂરે કરે સહેલ છે પણ નેતર લાવવું કઠીન છે. હવે તમને સમજાય છે ને કે પથ્થર અક્કડ છે ને નેતર નમ્ર છે. જેનામાં નમ્રતા છે તેને કઈ છતી શકતું નથી. અહીં એક ઐતિહાસિક વાત યાદ આવે છે.
હંગેરીના રાજાની પુત્રી ઈલીઝાબેથ જેનું નામ હતું તેનાં લગ્ન લુઈ સાથે થયાં હતાં. આ રાણી ઈલીઝાબેથ સ્વભાવથી સરળ, નમ્ર અને નિરાભિમાની હતાં. એ જ્યારે બહાર નીકળતાં ત્યારે રસ્તામાં કે દુઃખીને જોતાં ત્યારે તેમનું દિલ દયાથી પીગળી જતું ને આંખમાં આંસુ આવી જતાં, અને હું રાણું છું તેવું અભિમાન છોડીને દુઃખીઓને મદદ કરતાં, એક વખત રાણી ઈલીઝાબેથ સુંદર વસ્ત્રાભૂષણે પહેરી, મસ્તક પર હીરા, મોતીને મુગટ પહેરી ઈસુના દર્શન કરવા માટે દેવળમાં ગયા. દેવળમાં પ્રવેશ કરતાં નજર ઈસુની મૂર્તિ ઉપર પડી. ઈસુના મસ્તક ઉપર કાંટાળે મુગટ જોઈને તરત તેણે પિતાના માથા ઉપરથી મુગટ ઉતારી નાંખ્યું અને મસ્તક નમાવીને પ્રાર્થના કરવા લાગી.
* આ જોઈને ઈલીઝાબેથની સાસુને ક્રોધ આને કડકાઈથી કહ્યું કે ઈલીઝાબેથ! જરા વિચાર કર, તું એક રાજરાણી છે. રાજરાણું થઈને ઉઘાડા માથે પ્રાર્થના કરવી તને શોભે છે? ત્યારે ઈલીઝાબેથે સાસુને નમ્રતાથી જવાબ આપ્યો કે માતાજી! જુઓ તે ખરા, ઈસુ ભગવાનના માથે કાંટાળો મુગટ છે ને હું એમની સામે હીરા મોતીને મુગટ પહેરીને ઉભી રહું! ના...ના, મારાથી કદી એવું નહિ બને. આવી નમ્રતાભરી વાણુ સાંભળતાં તેની સાસુ સોરીયા અવાક બની ગયા. ઇલીઝાબેથનું મસ્તક જેટલું તાજથી શોભતું હતું તેનાથી અનેક ગણું વધારે તેમનું જીવન નમ્રતાથી શોભતું હતું.
દેવાનુપ્રિયે! જેના જીવનમાં આવી નમ્રતા હશે, આંખમાં કરૂણ, મનમાં કમળતા હશે, સહનશીલતા હશે એવું માનવી માનવને તે શું પણ દેવ જેવાને પણ વશ કરી શકે છે. નમ્રતા એ મોટામાં મોટે વશીકરણ મંત્ર છે. માટે જે જલદી મોક્ષમાં જવું હોય તે જીવનમાં નમ્રતા કેળવી “નમે તે સૌને ગમે” એ સૂત્ર હૈયામાં કેતરી લેજે. એક સંસ્કૃત લેકમાં કહ્યું છે કે.
“નમત્તિ ક્ષત્રિના વૃક્ષા, નમન્તિ વિષુધા નr :
शुष्क काष्ठं च मूर्खश्च, न नमन्ति त्रुटन्ति च ॥" ફળના ભારથી વૃક્ષ નમે છે. વિદ્વાન જ્ઞાની મનુષ્ય નમે છે. પણ સૂકું લાકડું અને મૂખ મનુષ્ય કદી નમતાં નથી. લાકડું તૂટી જાય છે તે પણ અક્કડ રહે છે ને મૂર્ખ મનુષ્ય અભિમાનથી આકડ રહે છે. તે કેઈને નામ નથી. ત્યારે જ્ઞાની અને વિદ્વાન પુરૂષે ગુણે આગળ નમી જાય છે.