________________
* વ્યાખ્યાન નં. ૬ દ્વિ. શ્રાવણ વદ ૧૧ ને ગુરૂવાર
તા. ૮-૯-૭૭ અનંતજ્ઞાની ભગવંતે ફરમાન કરે છે કે હે ભવ્ય છે ! આ સંસારમાં સંગે એ દુઃખના હેતુઓ છે, જ્યાં સંચાગ ત્યાં દુઃખ અને અસંગ ત્યાં સુખ. દુનિયાના તમામ ભૌતિક સંગે દુઃખનું મૂળ છે. તેમાંથી સુખ કયાંથી મળે? જે આત્માઓ અસંગી બની ગયા છે તેમને દુઃખનું નામ નિશાન નથી. સંગ કર્યો તે તમે જાણે છે? શરીરનો, સ્ત્રીને, સંતાન, સંપત્તિ, સત્તા, ખાનપાનને, વિષયને, કષાયોને, કર્મોને, ઘરબાર, દુકાન, મોટર, બાગ, બગીચા, અલંકારો અને વસ્ત્રને સંગ. બોલે, આ બધા સંગે આધિ, વ્યાધિ અને ઉપાધિનું મૂળ છે કે નહિ? આવા ઉપાધિમય અને નાશવંત સંગે પ્રાપ્ત કરવા માટે જીવ કેટલા ફાંફા મારે છે? અને અન્યાય, અનાચાર, દુરાચાર, કલેશ, ઝઘડા વિગેરે ઉભું કરે છે. જેમ જેમ સંસારને અને સંસારિક વસ્તુઓને વધારે થતું. જાય છે તેમ તેમ જીવ દુઃખોથી અને દુર્ગાનથી વધુ ને વધુ ઘેરાતો જાય છે આવું સમજીને પણ સંગથી પર રહેતાં શીખે, અને જીવનની અમૂલ્ય પળને ઓળખે.
ભગવાન મહાવીરસ્વામી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦મા અધ્યયનમાં બેલ્યા છે કે “સમય ગેયમ મા પમાયએ. એક સમય માત્ર પ્રમાદ ન કરે. અખૂટ લબ્ધિના ભંડારી મોક્ષગામી ગૌતમસ્વામીને પણ એક, બે, ત્રણવાર નહિ પણ ભગવાને છત્રીસ વાર કહ્યું છે કે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કરો. આટલી વાર એક જ વાતની ટકેર થવા છતાં ગૌતમસ્વામી નમ્ર ભાવે શ્રવણ કરતાં હતાં. એકનું એક વાક્ય વારંવાર યાદ આપવા છતાં મનમાં ખેદ કે દિલમાં રંજ ગૌતમસ્વામીએ અંશમાત્ર કર્યો નથી. અહે, એ આત્માની કેટલી નમ્રતા! આજનો સાધક કદાચ એમ જ કહેશે કે શું મને એકલાને જ દેખ્યો છે! શું હું અબૂઝ અને અજ્ઞાની છું! શું મારામાં જ બધે પ્રમાદ છે કે વારંવાર મને કહે છે? પણ આ આત્મા તે મહાન વિવેક દૃષ્ટિવાળા અને જ્ઞાની હતા, અને સાધુ સમુદાયનાનાયક હતા. તેમના જીવનમાં અહંભાવ તે સ્પર્શે જ નથી. નાયકની સત્તાનો મોહ લાગ્યું નથી. કેટલી બધી પવિત્રતા! નમવું એટલે અને ગાળ ને સગુણને લાવવા. તે જ ખરેખર સાચું નમન છે. આજે તે નમન એ નમન નથી પણ વ્યાપાર છે, કસરત કરનાર દેઢ કલાક સુધી શરીરને નમાવે છે પણ એ દિલની નમ્રતા નથી. ખરેખર નમ્રતા તે એ જ કહેવાય કે મન નમવું જોઈએ. દિલને શું કરવું જોઈએ. તન સાથે મન નમે તે જ નમ્રતાની મીઠાશ આવે.
બંધુઓ ! ઘણી વાર માનવ ધન, કુટુંબ અને પરિવારને મોહ છેડી શકે છે પણ અને છોડી શકતા નથી. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે બાહુબલજીએ સર્વસ્વ છેડયું પણ હું માટે ભાઈ થઈને નાના ભાઈને કેમ નમું? અહીં સમજાય છે ને કે બધું છે.ડવું સહેલું