SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન હવે આપણી મૂળ વાત શેઠાણીની હતી તે કહું. એક દિવસ શેઠ-શેઠાણી વચ્ચે ખૂબ ઝઘડે થયે. પરિણામે શેઠાણી રિસાઈને પિયર ચાલ્યા ગયા. શેઠે નકકી કર્યું કે હવે એકલા રહેવું પણ શેઠાણીને પાછા બોલાવવા નથી. ધીમે ધીમે વાત બહાર આવી કે શેઠને ઘેર આમ થયું છે. આથી સમાજના આગેવાનોને અને સજજનોને ઘણું દુઃખ થયું. આવા પવિત્ર શેઠ માટે આ સારું ન કહેવાય. તેથી તેઓ શેઠ પાસે ગયા અને શેઠને સમજાવ્યા કે સંસાર છે, પરસ્પર લડાઈ ઝઘડા થાય. તમે તે પુરૂષ છે માટે તમારે શેઠાણને મનાવી લેવા જોઈએ. એમ ઘણું ઘણું સમજાવ્યા પછી અંતે શેઠે એમ કહ્યું કે શેઠાણી આવીને પિતાના અપરાધની ક્ષમા માંગે તે ભલે ઘેર આવે. આથી સજજન માણસો શેઠાણ પાસે ગયા ને તેમને સમજાવ્યા. આખરે તે તમારા પતિ છે. તમારે પત્ની ધર્મ સમજીને રહેવું જોઈએ. ઝઘડા કરવાથી તમારે સંસાર બળઝળી ઉઠે છે. શેઠાણ કહે–ભલે, પણ મને તેઓ ગાળે બહુ આપે છે કે મારા મા-બાપ સુધી પહોંચે છે. તે મારાથી કેમ સડન થાય? એમ શેઠના અનેક પ્રકારના ગુના શેઠાણીએ બતાવ્યા. સજજન લેકેએ તેમને બધી રીતે શાંત પાડ્યા ને કહ્યું કે તમારે શેઠ પાસે ક્ષમા યાચના કરવી. હવે શેઠાણી પિતાને ઘેર આવ્યા. શેઠ બિચારા કાંઈ બેલ્યા નહિ પણ શેઠાણી પોતાના મૂળ સ્વભાવનું પ્રદર્શન કરવા લાગી અને ક્ષમા માંગતા બેલી.. કુંભારજા કંથને મનાવવા માટે કહે કે, હું તે તું થી હારી, માટે માફી માંગું છું.” હસાહસ) મારા બેલ્યા પહેલાં તમે બધા હસવા લાગ્યા. શું આ ક્ષમાપના કહેવાય? ના. જે આવી ક્ષમાપના કરતા હોય તે એ ક્ષમાપના નથી પણ છેતરપિંડી છે. હું તે આપને કહું છું કે કઈ બે ગાળ આપી જાય તે આપણે સહન કરી લેવી. મહાપુરૂષને મારણાંતિક ઉપસર્ગો આવ્યા તે તેમણે સમભાવે સહન કર્યા, તેવું તે આપણે સહન કરવાનું નથી ને ? માની લે કે આપણી સામે ગમે તેટલી કેઈ ક્રોધરૂપી વાળા ઠાલવે પણ આપણે શાંત રહેશું તે તે શું કરી શકશે ? જેમ જે જમીનમાં ઘાસનું તણખલું નથી ત્યાં કદાચ આગ લાગે તો તે આગ પોતાની જાતે શાંત થઈ જશે, તેમ જેની પાસે ક્ષમાનું શસ્ત્ર હોય ત્યાં કોઈ રૂપી આગને ઠર્યા વગર છૂટકે નથી. ત્યારે જીવનમાં સમાધિ આવશે ત્યારે પોતે જ પોતાની મેળે પિકારશે કે હે ભગવાન! મન, વચન અને કાયાથી દુષ્કર્મો કરીને મેં મારા આત્મા પર પ્રચંડ પાપની જ્વાળા પ્રગટાવી છે. અરેરે.... આવું સુંદર શાસન પામીને બેધિ અને સમાધિ પામવાને બદલે રાગ-દ્વેષને આધીન બની મેં ક્રોધની જવાળાઓ પ્રગટાવી છે. લાખ લાખ વાર મને ધિક્કાર છેઆ એના હૃદયમાં રણકાર થશે. અહીંયા એક કવિનું પદ યાદ આવે છે. જીવનભર ભેગ દેવાથી, બન્યા છે જે સ્વજન સાથી ઘડીભર ક્રોધ કરવાથી, બધા દુશમન બની જાશે...કો ના ક્રોધ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy