SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ થાર શન જ્ઞાની આપણને શું કહી ગયા છે? જ્યારે આત્મા અંદરથી જાગશે ત્યારે કેને ઝાલ્યા નહિ રહે. સૂતેલો સિંહ જાગે એટલે તેની આજુબાજુમાં કઈ જાનવ ઉભા રહી શકે ખરા? અરે, હાથી જેવા પ્રાણ પણ તેનાથી દૂર ભાગે, તેમ આત્મા પણ સ્વમાં જાગૃત બને એટલે કે તેનાથી દૂર ભાગવા માંડે છે. આત્મા અનાદિથી પરમાં તે જાગેલે છે પણ દુઃખ એ છે કે સ્વમાં જ નથી. ભલે, સાત દિવસ સુધી આત્મા જાગે નથી પણ આજે તે આત્માને જગાડે છૂટકે છે. આજે જીવનમાં ક્ષમાનું સ્વાગત કરવું છે ને વૈરનું વિસર્જન કરવું છે તે અંતઃકરણપૂર્વક કરજો. ઉપર ઉપરથી તે ઘણું કર્યું છે. મને અહીં એક વાત યાદ આવે છે. એક શેઠ શેઠાણી હતા. શેઠને બિચારાને પાપને ઉદય કે શેઠાણી સ્વભાવના બહુ કર્કશ હતા. તેનું જીવન જાણે ઝઘડા કરવું એવું જ ન હોય! સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં બે ત્રણ વાર ઝઘડે ન કરે તે દિવસ ખાલી જ ગયે ગણાય. એવા હતા શેઠાણી. સાંભળે મારી બહેન ! અહીંયા તો કઈ એવા નથી બેઠા ને ! કદાચ ક્રોધ આવી જતો હોય તે ક્રોધ રૂપી કચરાને બહાર ફેંકી દેજો. કારણ કે જયાં સુધી એ કચરાને બહાર ફેંકશે નહિ ત્યાં સુધી સદૂગુણનો માલ ભરી શકશે નહિ. જીવન એવી રીતે જીવી જાણવું જોઈએ કે મુખ ઉપર હાસ્યુમિની રેખા ઝળકતી હોય, હૈયું માનવતાની સુવાસથી પ્રસન્ન અને પ્રફુલ્લ જણાતું હોય, જિંદગી સફળ કર્યાને આનંદ જણાતું હોય અને અંતિમ વિદાયે આપણે આત્મા હસતે હોય અને જગત આપણા ગુણોની સ્મૃતિથી રડતું હોય. આ બધું બને ક્યારે? અંતરમાં માનું સ્વાગત કર્યું હોય ને વૈરનું વિસર્જન કર્યું હોય ત્યારે ને ! | મારા ભાઈઓ ને બહેનો! આજના દિવસે માનવ જીવનરૂપી પવિત્ર ભંડારને સંયમ, ક્ષમા અને તપથી ભરી દેજે. કારણ કે આપણને ખબર નથી કે આપણી કેરી કયારે તૂટશે ? હિટલર પાસે શું ન હતું ? લાખ માઁ સૈનિકે હતા. રણધીર બખ્તરધારી વૈદ્ધાઓ હતા, વ્યુહરચનામાં કાબેલ એવા મુત્સદ્દીઓ હતા, આધુનિક શસ્ત્રસરંજામ પુરવઠા હતા. જેના વચન પર આખું જર્મન પ્રાણ પાથરવા તૈયાર હતું. જય મેળવે એ જ એને મહામંત્ર હતો. બોલે, આ હિટલર ઘડીના છઠ્ઠા ભાગમાં ફેંકાઈ ગયો ને ! આજે એની પાછળ કે આંસુ સારનાર છે ! ખરેખર, તે મહામહની માયામાં પાગલ બન્યું હતું. તેણે અમૃત સમ જીવન વિષમય બનાવી દીધું. વૈર અને ઈર્ષોથી સળગતી અસંતોષ રૂપી વિષ દષ્ટિના પરિણામે તેની પાછળ કેઈ અશ્ર સારવાર ન નીકળ્યા. અરે, ખાંભી રચનાર પણ ન નીકળે. હવે તમને સમજાય છે ને કે વૈરનું વિષ કેટલું ભયંકર છે! એક ઘડી પણ એ વિષને રાખવા જેવું છે ખરું? (તામાંથી અવાજા-નાના) ધ્યાન રાખજે. બેલ્યા છે તે પ્રમાણે પાળજે. • . .-૪૧
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy