SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ પણ સારા એ ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થા. ખંભાત સંપ્રદાયને ભગવાન મહાવીરને અને જૈન શાસનને યજ્યકાર કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સ્વધર્મી વાત્સલ્યની પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઈથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા પાંચસે (૫૦૦) ઉપર પહોંચી. આ રીતે સતીજીના સતના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપુર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પુ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર અને ઘાટકોપર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનથી શ્રી સંઘમાં અજોડ તપશ્ચર્યાએ તેમજ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે. સવંત ૨૦૩૩ માં બોરીવલી શ્રી સંઘની પંદર પંદર વર્ષની આઝડભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી બેરીવલી ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના આત્મસ્પર્શી, એજી ને પ્રભાવશાળી પ્રવચનોથી માનવેના હૃદયમાં એવું અનેખું આર્કષણ પેદા થયું કે ચાતુર્માસમાં વ્યાખ્યાન હેલ હંમેશા ચિકકાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીની દિવ્ય તેજસ્વી વાણીના પ્રભાવે પૂ. મહાસતીજીના પુનિત પગલા જ્યારથી બેરીવલી શ્રી સંઘને આંગણે થયા ત્યારથી તપનો એક ધારો પ્રવાહ અખલિત રીતે વહી રહ્યો હતો. બેરીવલી સંઘમાં કયારે પણ નહિ થયેલ એવા ૧૬ ૧૬ મા ખમણ અને એક સિદ્ધિતપ (ઉપવાસને) છે. જે બેરીવલી સંઘના ઈતિહાસમાં અજોડ ને અનુપમ છે. આ ચાતુર્માસ શ્રી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું સુંદર ચાતુર્માસ થયું છે. શ્રી સંઘમાં દાન, શીલ, તપની ભરતી આવી હતી. છ ઉપવાસથી લઈને ૩૨ ઉપવાસ સુધીની સંખ્યાને આંક ૨૦૦ (બ) ઉપર પહોંચ્યો હતે. આ બધે પ્રભાવ અને યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. વિશેષ આનંદની વાત એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકે ઘણું બહાર પડયા છે. છેલ્લે “શારદા શિખર” દશ હજાર કેપીમાં બહાર પડી છતાં એક પણ પુસ્તક આજે તેમના મળતા નથી. આ ઉપરથી વાંચકોને ખ્યાલ આવતા હશે કે પૂ. મહામતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છેજે પુસ્તકે ખલાસ થઈ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૦ના બેરીવલી ચાતુર્માસના વ્યાખ્યાન “શારદા દર્શન (ભાગ ૧ ૨ ૩ સંયુકત) નામથી ૮૦૦૦ (આઠ હજાર) નકલ પ્રકાશિત થતાં તેઓના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરે થાય છે. એ આપણાં સમાજ માટે સદભાગ્યનો વિષય છે. આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા. પૂ. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે. સંવત ૨૦૬૪ ના વૈશાખ સુદ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમીજીવનના ૧૮ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમ યાત્રાની આ રજત યંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે. પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કોટી વંદન હૈ,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy