SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દિ. શ્રાવણ સુદ ૨ ને મંગળવાર વ્યાખ્યાન ને, જઉં વિષય:- ઉગ્યા શાસનના સિતારે” તા ૧૬-૮-૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેનેા! આજે આપણા પરમપિતા, વાત્સલ્ય મૂર્તિ, શાસનપતિ, વિશ્વની વિરલ વિભૂતિ, મહાવીર પ્રભુની જન્મ જયંતિ વાંચવાને પવિત્ર દિવસ છે. મહાવીર પ્રભુને જન્મ ચૈત્ર સુદ તેરસના છે ત્યારે આપણે મહાવીર જયંતિ ઉજવીએ છીએ અને પર્યુષણમાં પણ મહાવીર જયંતિ ઉજવીએ છીએ. મહાવીર પ્રભુનું નામ સાંભળતા ભારતમાં અને વિદેશમાં વસતા જૈનેના દિલડા હરખાઇ જાય છે. આટલા વર્ષો થઈ ગયા છતાં આપણે મહાવીર પ્રભુને યાદ કરીએ છીએ તેનુ કારણ શુ? દુનિયામાં અનેક માનવી જન્મે છે ને મરે છે પણ દરેક માણસાને દુનિયા યાદ કરતી નથી. આ જગતમાં કઈ પણ ક્ષણ એવી નહિ જતી હોય કે જ્યારે કોઇપણ માણસ જન્મ્યા નહિ હાય ને મરણ પામ્યા ન હાય! દરેક ક્ષણે જન્મ મરણ થયા કરે છે, પણ બધી વ્યક્તિઓની નેાંધ જગતના ઇતિહાસમાં લેવાતી નથી. જે વ્યક્તિએ પેાતાનું જીવન માત્ર સુખાપભાગમાં અને પેાતાના સ્વામાં વીતાવ્યુ` હાય તેને દુનિયા યાદ કરતી નથી. આવી વ્યક્તિ પાસે વિપુલ લક્ષ્મી હાય, ઘણી માટી સત્તા અને અધિકાર હેય છતાં તે એક ક્ષુદ્ર જંતુની જેમ આ દુનિયામાંથી વિદાય લે છે. મરણ બાદ તેને કાઈ યાદ કરતું નથી કે તેની લક્ષ્મી કે સત્તા માટે કાઈ ગૌરવ અનુભવતું નથી. મધુએ ! તે વિચાર કરે કે દુનિયા કેને યાદ કરે છે? જે મરીને જીવવાના મંત્ર જાણતા હાય તેને. જેએ મરીને જીવવાના મંત્ર જાણે છે તે આ દુનિયામાં અમર બની જાય છે. જેએ પેાતાને માટે નહિ પણ પરમામાં પોતાનુ જીવન વીતાવે છે, બીજાના સુખમાં સુખ અને ખીજાના દુઃખમાં દુઃખ અનુભવે છે. ખીજાનું દુઃખ દૂર કરવા સદા પ્રયત્નશીલ રહે છે અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાની ભાવના હાય છે તેવી વ્યક્તિઓનાં નામ દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય છે. દુનિયા તેને હમેશા યાદ કરે છે ને તેવા મહાનપુરૂષના જીવનમાંથી પ્રેરણા મેળવે છે. આપણે ભગવાન મહાવીરસ્વામીને શા માટે યાદ કરીએ છીએ ? તેનું કારણ એ છે કે તે દુનિયામાં ઉચ્ચ આદરશે? મૂકતા ગયા છે, દુનિયાને દુઃખમાંથી મુક્ત થવાના માગ ખતાવી ગયા છે. તેમની રગેરગમાં “ જ્ઞાત્મવત સર્વભૂતેષુ” ની પવિત્ર ભાવના ભરેલી હતી. વધુ શું કહું ! તેમનું જીવન તપ-ત્યાગ, કરૂણા અને સંયમથી ભરપૂર હતું. જે વય ભાગ ભાગવવાની ગણાય તે વયમાં ભગવાને ભાગોના ત્યાગ કર્યાં, જે વય ધન ઉપાર્જન કરવાની ગણાય તે વયમાં ધનના ત્યાગ કર્યાં, જે વય સત્તા અને અધિકાર મેળવવાની ગણાય તે વયે તેમણે રાજપાટના ત્યાગ કર્યાં. ભરયુવાનીમાં તેમણે ભેગ,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy