SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કું ભેાંયરામાં બેસાડી મૂકી, આટલા બધા દુઃખ પડવા છતાં તે દુ:ખાને પ્રભુની ભક્તિ કરવામાં સહાયક માનીને આનંદથી વધાવી લીધા હતા. આટલા દુઃખાની ઝડી વરસી તે પણ આંખમાં આંસુ નથી આવ્યા પણ ભગવાન પાછા ફર્યા એટલે તેનાથી ચીસ પડાઈ ગઈ. મારા નાથ ! તને શુ' એછુ આવ્યુ? મારી પાસે મેવા મીઠાઈના થાળ ભરેલા નથી. આ લૂખા સૂકા ખાકળા છે, પણ મારી ભાવના લૂખી નથી. હું મારા વ્હાલા ભગવાન ! શું આછું આવ્યું. મારા આંગણે આવીને પાછા ફરી ગયા ! આ રીતે કાળા પાણીએ રડતી તેની ચીસ ભગવાને સાંભળી, પાછા વળીને જોયુ. તે ચંદનમાળાની આંખમાંથી ચેાધાર આંસુ ચાલ્યા જતાં હતાં. આ જોઈને પ્રભુ તરત પાછા ફર્યા. ભગવાનને અતિશયનું ખળ હાય છે ને તેમને કરપાત્ર હાય છે. આથી ભગવાને કરપાત્ર ધર્યું. સતી ચંદનાએ પ્રભુને ઉત્કૃષ્ટ ભાવે અડદના ખાકળા વહેારાવ્યા. ત્યાં ભગવાનના અભિગ્રહ પૂરો થયેા કે તરત આકાશમાં દેવદુત્તુ ભી વાગી. “ અહેાદાન અહાદાન” એવી દેવાએ ઘાષણા કરી અને સાડા બાર ક્રોડ સાનૈયાની વૃષ્ટિ થઇ. જ્યારે ચંદના ભગવાનને વહેારાવવા તૈયાર થઇ ત્યારે ધડાક દઈને તેના હાથ પગની એડીએ તૂટી ગઇ, માથે સુંદર કેશકલાપ થઇ ગયા. વાળે વાળે મેાતી ડાંસેલા હતાં. હાથમાં ખેડીને ખદલે રત્નજડિત કકણુ થઈ ગયા. પગમાં ઝાંઝર બની ગયા અને ચંદનબાળા ચ'દ્રની માફક ચમકવા લાગી. દેવ ુંભીના દિવ્યનાદ અને દેવાની ઘેાષણા સારી નગરીમાં પ્રસરી ગઇ ને લેકે જોવા ભેગા થયા. શેઠ લુહારને મેલાવીને આવ્યા ત્યાં તે આ ચમત્કાર જોચે. પોતાની પવિત્ર પુત્રીના હાથે ભગવાનના આવા ઉગ્ર અભિગ્રહ પૂરા થયા તેથી તેમના આનંદને પાર ન રહ્યો. મૂળા શેઠાણીને ખખર પડી કે મારે ઘેર સાડાબાર ક્રોડ સાનૈયાની વૃષ્ટિ થઈ છે તેથી દોડતી આવીને સેાનામહારા ભેગી કરવા લાગી ત્યારે આકાશમાં દેવવાણી થઈ છે કે આ સેનામહેારની તુ... અધિકારી નથી. સતી ચંદનબાળાની દીક્ષામાં એ ધનના સદુપયોગ થશે, ચંદનબાળાને પોતાને ધનની જરૂર ન હતી. તેણે શેઠને સોંપી દીધું. છેવટમાં ભગવાને તીની સ્થાપના કરી ત્યારે ચંદનમાળાએ મહાવીર પ્રભુની પાસે દીક્ષા લીધી, અને મહાવીર પ્રભુના શિષ્યામ...ડળમાં સૌથી વડેરા સાધ્વી ચ’દનખ:ળા બન્યા. સયમ લઈ ને આત્મ આઝાદીને કેડીએ વિચરવા લાગ્યા. અંધુએ ! તમે સાંભળી ગયાને ? કે ચંદનબાળાને કેટલા કષ્ટ પડયા છતાં આંખમાં આંસુ ન આવ્યું અને સુખ-દુઃખમાં સમતા રાખી દીક્ષા લઈને જ્ઞાન દર્શન અને તપની ઉગ્ર સાધના કરીને આત્માને દખાવનાર કરાજાની સત્તાને ઉઠાડી આત્માનુ સામ્રાજ્ય સ્થાપન કર્યું, અને એક દિવસ આત્મિક આઝાદી મેળવીને શાશ્વત સુખને પ્રાપ્ત કર્યુ. આપણે પણ એવી આઝાદી મેળવીએ તે જ સાચા આઝાદ દિન ઉજયૈ ગણાય. સમય થઇ ગયા છે વધુ ભાવ અવસરે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy