________________
શારદા દર્શન
રાજા માથું ફેડતાં બેલે છે કે હું અધમ છું, મહાન પાપી છું, તેમ પશ્ચાતાપ કરતાં પિતાનું પાપ પ્રગટ કરે છે ને છેવટે પુત્રને અગ્નિ સંસ્કાર કર્યા બાદ નરસિંહને રાજગાદીએ બેસાડી પિતે સંસાર ત્યાગ કરીને આત્મકલ્યાણ કરવા માટે ચારિત્ર અંગીકાર કર્યું. સત્ય સમજાતા પાછા વળી આત્માની સાધના કરી. આ છે માનવતાની મહેક
પર્વાધિરાજના પવિત્ર દિવસે આપ સહુ કે જીવનમાંથી દુર્ગણે, દુર્વાસાના અને દુષ્કાને તિલાંજલી આપીને સદ્ગુણ અને સુકૃતની સુગંધથી માનવજીવનને મહેંકતું બનાવી ભવસાગરને પાર કરી જાવ. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન કર દ્વિ. શ્રાવણ સુદ ૧ને સેમવાર
તા. ૧૫-૮-૭૭ વિષય :- “આત્મ આઝાદીની કેડીએ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પર્વાધિરાજ પર્યુષણ પર્વ આપણે આંગણે મહેમાન બનીને આવ્યાં છે. એ મેંઘેરા મહેમાનને પધાર્યાને ત્રણ ત્રણ દિવસ પૂરા થઈ ગયા. આજે ચોથે દિવસ છે. આ મહેમાન પ્રતિવર્ષે એક વખત આપણે આંગણે પધારે છે ને આરાધકની મહેમાનગીરીને આસ્વાદ લઈને વિદાય થાય છે. એવા મહેમાનનું આપણે અંતરના ઉમળકાથી ને હૈયાના હેતથી સ્વાગત કરીએ.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્માને આઝાદીની કેડીએ લઈ જનાર મંગલ પર્વ છે. આજને વિષય “આત્મ આઝાદીની કેડીએ” આઝાદીને અર્થ શું? તે જાણે છે? આ= આત્મા, ઝા=ઝાકઝમાળ, દી=દીવે. જ્યારે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શનના દીવા પ્રગટી ઉઠે છે ત્યારે સાચી આઝાદી મેળવી શકાય છે. આજે પંદરમી ઓગષ્ટને દિન છે. આ દિવસે બ્રિટીશ સરકારની ગુલામીમાંથી ભારત સ્વતંત્ર બન્યું છે. બ્રિટીશના બંધનમાંથી મુક્ત થયા આજે ૩૦ વર્ષ પૂરા થયા ને એકત્રીશમા વર્ષમાં પ્રવેશ કરે છે. બ્રિટીશ સરકારે ભારત ઉપર અઢીસો વર્ષ સુધી રાજ્ય કર્યું. ભારતને તેની પરતંત્રતા લાગી ત્યારે તે પરતંાતામાંથી મુક્ત બનવા માટે ગાંધીજીએ ઝુંબેશ ઉપાડી. જ્યારે જ્યારે આ દિવસ આવે છે ત્યારે સૌના દિલમાં મહાત્મા ગાંધીજીની સ્મૃતિ ખડી થાય છે. કારણ કે તેમણે બ્રિટીશના સકંજામાંથી ભારતને મુકત કરાવવામાં માટે ભાગ ભજવ્યો છે. ગાંધીજીએ ઝુંબેશ ઉપાડી અને ભારતવાસીઓએ તેમાં સહકાર આ કે દેશને સ્વતંત્ર કરવા માટે જે દેવું પડે તે દઈ દઈશું કંઈક યુવાને પિતાનું