SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ મારા દર્શન આપણે બે દિવસથી નરસિંહની કહાની ચાલે છે તેમાં નરસિંહ કે પવિત્ર છે! તેના જીવનમાં માનવતાની મહેક ભરી છે. બીજી બાજુ રાજાના જીવનમાં સ્વાર્થના દુર્ગણેની દુર્ગધ ભરી છે. એ નરસિંહને મારવાના ઉપાય શોધે છે. ઉપકારીને ઉપકાર નથી જોતો. તેની પવિત્રતા કે ઉદારતાને નથી જોતે. માત્ર એને કેમ મારી નાંખું? એ જીવતે રહે તે મારા રાજ્યને માલીક બની જાય ને! આ ભાવના છે. કેટલી ઘોર અજ્ઞાનતા છે ! આ તરફ રાજકુમાર અને નરસિંહ બંને વિજયની વરમાળા પહેરીને હર્ષભેર રાજા પાસે આવીને રાજાના ચરણમાં નમ્યા. રાજાએ બંનેને આશીર્વાદ આપ્યા ને ઉપરથી મીઠા શબ્દમાં નરસિંહને કહ્યું. જે બેટા! તું હતું તે કુમારને સહાયક બને? અમને આશા ન હતી કે તું લડાઈમાં આટલું સાહસ કરી શકીશ. કુમારે પણ તેના ખૂબ ગુણલા ગાતાં કહ્યું. પિતાજી! આ વખતને વિજય તે નરસિંહને આભારી છે. એને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછા છે. રાજા ઉપરથી મોટું મલકાવે છે પણ અંદરથી જલી જાય છે. રાજાએ ઘણું વિચારને અંતે એક ઉપાય છે. એના રસોઈયાને ખાનગીમાં કહ્યું કે તું આજે ભજનમાં લાડવા બનાવજે. તેમાં નાના મોટા બનાવજે. ઝેર નાનામાં નાંખજે. રસોઈયાએ રાજાના હુકમ પ્રમાણે ભોજન તૈયાર કર્યું. જમવાને સમય થતાં રાજકુમાર અને નરસિંહ બને જમવા બેઠા. રઈયાએ રાજાના હુકમ પ્રમાણે અનેક જાતના ફરસાણ, શાક પીરસીને લાડુ પીરસ્યા. તેમાં નાને લાડુ નરસિંહના ભાણામાં ને માટે લાડુ કુમારના ભાણામાં પીરસ્ય, આ સમયે કુમાર કહે છે ભાઈ! તમે તે અમારા મહેમાન કહેવાઓ, વધુ શું કહ્યું, તમે તે સ્વજનથી પણ અધિક છે. માટે મહમાનને નાનો લાડુ આપીને મારાથી માટે કેમ ખવાય? આપણે લાડુ અદલ બદલ કરીએ. નરસિંહે ઘણી ના પાડી છતાં મોટે લાડુ નરસિંહના ભાણામાં મૂક્યો ને નાને લાડુ લઈને પિતે ખાવા લાગ્યા. બંને જમીને ઉભા થયા પણ કુમારને ચેન પડતું નથી. અત્યંત ભારે ઝેરના કારણે થંડી વારમાં આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું ને કુમાર તમરી ખાઈને પડ્યો. પડતાંની સાથે તેના પ્રાણ ચાલ્યા ગયા. આ જોઈને નરસિંહ ધ્રુજી ઉઠયો. રસોઈ દેડતો રાજા પાસે ગયો ને બનેલી વાત રાજાને કહી. સાંભળતાં રાજા કલ્પાંત કરતાં માથું કૂટવા લાગે, અને વિચાર કરે છે કે મેં કેવા કૂર કામ કર્યા કે નરસિંહને ત્રણચાર વખત મારી નાંખવાના કાવત્રા ઘડ્યા છતાં તે પુણ્યવાન જીવી ગયે ને ઉત્તરોત્તર ઉન્નતિના શિખરે ચઢ. મેં કૂર રાક્ષસ જેવા કામ કર્યા તે શું સાર કાઢયે? અંતે મારે નિર્દોષ પુત્ર મારી ક્રૂરતાને ભોગ બન્ય. ને મારા પાપ મને નડયા. ધિક્કાર છે મારા પાપી આત્માને ! અંતે રાજાને પિતાના દુષ્કૃત્યો સમજાયા. બીજી બાજુ રાજકુમારના મૃત્યુના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતાં નગરજનના ટેળે ને ટેળા રાજમહેલ પાસે આવીને કંલ્પાંત કરે છે. આ સમયે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy