________________
શારદા દર્શન
૩૧૦
કે મારા ધનના ખજાના તમારે લૂટવા નહિ, લૂટારાના સરદ્વાર અને તેની ટાળીના લૂંટારાએ વિચારમાં પડી ગયા આની પાસે એ કપડાના ડૂચા અને કમંડળ સિવાય ખીજું કંઈ દેખાતુ નથી. છતાં કહે છે કે મારે ખજાને લૂટશે નહિ. તે એમણે ખજાને કયાં રાખ્યા હશે ? જ્યાં હશે ત્યાં ભલે રહ્યો પણ સરદારે કહ્યું કે મહારાજ ! અમારા બધા વતી હું તમને વચન આપુ છું કે તમારે ખજાને અમે નહિ લૂટીએ. અમે આપના જેવા સાધુ સંતાને નથી લૂંટતા.
“સન્યાસીએ ચારના ગામમાં કરેલા પ્રવેશ’” : સન્યાસીના મનમાં થયું કે મને કદાચ ભલે કષ્ટ પડશે પણ જો આ લૂંટારાનુ જીવન સુધરી જશે તે મહાન લાભનુ કારણ ખનશે. જુએ, સંતા કેવા પરોપકારી હાય છે! ખીજાનું ભલું કરતાં પેાતાની દરકાર કરતાં નથી. એમને એમ ન થયુ` કે આ લૂંટારાનું ગામ છે ને કદાચ ભેગા થઈને મને મારી નાંખશે તેા ? સાચા સાધુ નીડર હોય. એને મરણને ડર ન લાગે પણ પાપને ડર લાગે. સન્યાસી લૂંટારાના ગામમાં આવ્યા. લૂંટારાએ તેમને રહેવા માટે એક ઝુંપડી આપી. સન્યાસી ત્યાં રહ્યા. સાંજ પડી એટલે લૂટારા થાળમાં મીઠાઈ ભરીને સન્યાસી ખાવાને જમાડવા આવ્યા ને મહારાજ પાસે થાળ મૂકીને કહે છે ખાપજી ! તમે જમી લે. ત્યારે સંન્યાસીએ કહ્યું ભાઇ ! તમે કોઈ ને રડાવી, તેની આંતરડી કકળાવી લૂંટફાટ કરીને ધન લાવા અને તે પૈસામાંથી આ બધુ· મારા માટે લાવ્યા છે તે મને ખપે નહિ. પાપના પૈસાથી લાવેલું ભેાજન મારા ગળે કેમ ઉતરે? મારે નથી જમવું. તમે અહીંથી લઈ જાઓ. આટલું ખેલતાં સંન્યાસી ગળગળા થઈ ગયા.
“મને તમારુ લેાજન ના ખપે, આ શબ્દ સાંભળતા રડેલા ચારા’” :સન્યાસીના વચન સાંભળીને લૂટારાઓના મુખ ફિક્કા પડી ગયા. ઘણાંની આંખમાં આંસુ આવી ગયા ને ખેાલવા લાગ્યા કે અરેરે...મહાત્મા આપણાં ગામમાં ભૂખ્યાં રહે તે આપણાંથી કેમ ખવાય ? તેથી બધા લૂંટારા ભૂખ્યા રહ્યા. ખીજે દિવસે સવારમાં એક વૃધ્ધ માસ હાથમાં માજરીને રાટલા ને છાશ લઈને આવ્યે ને મહાત્માને કહ્યું-આપ આ લેાજન ગ્રહણુ કરો. સંન્યાસીએ કહ્યું કે મને તમારા રોટલો ન ખપે. ત્યારે તેણે કહ્યું, ખાપજી! આ ધન ચારી કે લૂંટ કરીને લાવ્યેા નથી. હું ખેડૂત છું. મહેનત મજુરી કરીને ધન કમાઉ છું. ખાજરા મારા ખેતરના છે. તેને જાતે દળીને રોટલા બનાવ્યેા છે. તેમાં એક પણ પૈસા પાપને નથી. તેા મને ચાલશે. મહાત્માએ શાંતિથી લેાજન કર્યું. પેાતાના નિત્યનિયમ પ્રમાણે ધ ક્રિયા કરીને સન્યાસી સૂઈ ગયા. ત્યાગી ભલે દ્રવ્યથી ઉંઘતા હોય પણ ભાવથી જાગતા હૈાય છે. લૂટારાના સરદારના મનમાં થયું કે મહારાજ કહેતાં હતાં કે મારા ખજાને લૂંટશે નહિ