SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ક ચાર દર્શન આવશે તેની ખબર નથી. માટે મારે ક્ષણે માત્રને પણ વિચાર કર્યા વગર લાખેણી ક્ષણને ઓળખીને ચારિત્ર અંગીકાર કરવું જોઈએ. અનાથી ચારિત્રના માર્ગે જતા માતા-પિતાને થયેલું દુખ જ્યારે દીક્ષા લેવાની મક્કમતા કુટુંબ સમક્ષ રજુ કરી ત્યારે એકદમ સૌને આઘાત લાગે, અને સૌ કોઈ બાલવા લાગ્યા કે બેટા! આ શું બોલે છે? છેવટમાં મેં સગાવહાલાને સમજાવીને દીક્ષા લીધી. હે શ્રેણક! આ છે સનાથ અનાથની વાત. સમજે મહારાજા ! આત્મા પોતે સુખ-દુઃખને કર્તા છે. આત્મા પિતે વૈતરણી નદી જેવો બને છે ત્યારે નરકમાં જવાના કામે ઉભા કરે છે. આ રીતે અનાથી મુનિએ ઘણું ઘણું વાતે શ્રેણકને સમજાવી. અનાથી મુનિને ત્યાગ અને સંયમની દઢતા જોઈને શ્રેણીક રાજા હાથ જોડી ગયા ને કહે છે હે મહાત્મા! આપે મને સચેટ અને યથાર્થ માર્ગદર્શન કરાવ્યું. આપે લાખેણી ક્ષણને ઓળખીને મનુષ્ય જન્મ સફળ કર્યો અને આપ સાચા સનાથ બન્યા. મારા જે આત્મા આપ જેવા મહાન પુરૂષોને નાથ બનવા તૈયાર થયા હતા. હું આપની ક્ષમા માગું છું. આપ મારા હિત શિક્ષક બને, એમ ઈચ્છું છું. આપના ધ્યાનમાં મેં જે વિદન કર્યું. અને તુચ્છ ભેગે માટે આપને મેં આમંત્રણ કર્યું તે મારે અપરાધ માફ કરજે. એમ કહી રાજાએ નિર્મળ ચિત્તે ધર્મના અનુરાગી બની રોમાંચિત શરીરે મુનિને પ્રદક્ષિણાપૂર્વક વંદન ર્યા. અનાથી મુનિને સંગ થતાં શ્રેણીક રાજાનું જીવન પટાઈ ગયું ને સમ્યકત્વ પામી ગયા. આ છે સત્સંગને પ્રભાવ. નીતિશતકમાં ભર્તી હરી બેલ્યાં છે કે. "जाऽयं धियोहरति सिंचति वाचि सत्य, मानोन्नति दिशति पापमपाकरोति ॥ चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्संगति: कथय किं न करोति पुंसाम् ॥" સત્સંગતિ બુદિધની જડતાને હરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, સામાનની વૃદ્ધિ કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે અને દશે દિશાઓમાં કીતિ ફેલાવે છે. બાલે, સત્સંગતિ મનુષ્યનું શું કામ નથી કરતી? જે સંતને સંગ કરે છે તેનું જીવન અવશ્યમેવ પલ્ટાઈ જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક વખત એક સંન્યાસી જંગલમાં એક ઝાડ નીચે બેઠા હતા. તે આત્મિક જ્ઞાનનાં પ્રેમી હતાં. એના જીવનમાં જાગૃતિ ખૂબ હતી. હવે બન્યું એવું કે આ સંન્યાસી જ્યાં બેઠા હતાં ત્યાં લૂંટારાઓની એક ટેળી આવી. લૂંટારાઓને આવા ત્યાગીએ ગમે નહિ પણ કેણ જાણે તેમની ભવ્યતા જોર કરતી હશે એટલે એમના દિલમાં એવા ભાવ જાગ્યા કે આ મહાત્માને આપણાં ગામમાં લઈ જઈ એ. એટલે સંન્યાસી પાસે આવીને કહે છે આપ અમારા ગામમાં પધારે ને! આ સાંભળીને સંન્યાસીએ કહ્યું કે હું તમારા ગામમાં આવું તે ખરે પણ મને એક વચન આપો
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy