SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કાર શારદા દર્શન થાય? આજે સવારથી ઉઠીને સાંજ સુધીમાં મેં કેટલા શુભ કાર્યો કર્યા? કેઈનું કેટલું ભલું કર્યું? મારી આજના દિવસની કાર્યવાહી દરમ્યાન મારાથી કેઈને દુઃખ તે નથી થયું ને? મેં કોઈ ખરાબ વિચાર તે નથી કર્યાને? મારાથી કેઈનું અહિત તે નથી થયું ને? આવી પરમાર્થની લેશ પણ ચિંતવના કરી છે ખરી? આવી વિચારણા ન થતી હોય તે રાત્રી અને દિવસે ક્યાંથી સફળ બને? સત્કર્મો કરનારના રાત્રી અને દિવસે સફળ જાય છે અને અધર્મ, અન્યાય, અનીતિનું આચરણ કરનારના રાત્રી-દિવસે અફળ જાય છે. આખા દિવસમાં જે છે કે કલાકને સત્સંગ પણ ન કરી શકાય તે દિવસ ઉગે તે આપણું માટે આથમી ગયા બરાબર છે. આવી પરિસ્થિતિમાં જે દિવસ અને રાત્રીએ પસાર થયાં તેની કઈ કિંમત કે વિશેષતા નથી. માટે ધર્મારાધના કરીને રાત્રી-દિવસ અને એકેક ક્ષણને સફળ બનાવે. લાખેણી ક્ષણને સદુપયેાગ કરે. “હીરા કરતાં કિંમતી લાખેણું ક્ષણને ઓળખ” - બંધુઓ ! જેમ હીરાની નાની કણું કિંમતી છે તેમ જ્ઞાની ભગવંતે કહે છે કે માનવભવની એકેક ક્ષણ મહાન કિંમતી છે. મનુષ્યભવને જ્ઞાનીએ દુર્લભ કહ્યો છે એટલું જ નહિ પણ મનુષ્યભવની પ્રત્યેક ક્ષણને જ્ઞાનીએ દુર્લભ કહી છે. જે અમૂલ્ય રત્ન કે ધન વૈભવ વડે ખરીદી શકાતી નથી. કહ્યું છે કે રત્ન છેદાપિ નrf મનુયુ: ક્રોડે રને આપવા છતાં પણ મનુષ્યભવની એક ક્ષણનું આયુષ્ય મેળવી શકાતું નથી, જેમ કેઈ માણસનું મૃત્યુ થયું. હવે તમે કેઈ ડેકટરને કહો કે જો તમે એક મિનિટ માટે આને જીવતે કરે તે હું તમને એક કોડ રૂપિયા આપું. ત્યારે ડોકટર કહી દેશે કે “ન ભૂતે ન ભવિષ્યતિ” ભૂતકાળમાં બન્યું નથી, ભાવિમાં બનવાનું નથી ને વર્તમાનમાં તેવું બનતું નથી કે કેઈ આયુષ્ય વધારી શકે. ખુદ ભગવાન પણ એક ક્ષણનું આયુષ્ય વધારી શક્યા નથી. તે એ ક્ષણ કેટલી કિંમતી હશે ! આ કિંમતી ક્ષણને તમે સદુપયોગ કરી લે. આવનારી હર એક પલ તું માની લે અમૂલી, સાવધ રહીને આવરદા કર પૂરી, જીવનને ધન્ય બનાવી લે, આવતા દિન સુધારી લે... મનને. અહીં શું કહેવા માંગું છું તે તમને સમજાય છે ને? અણસમજમાં જિંદગીના અમૂલ્ય દિવસ અને ક્ષણે જે ગયા, તે ભલે ગયા. હવે જીવનમાં જે જે ઘડીને પળ આવે છે તેને સુધારવા સજાગ બને. ભૂલમાં ભૂતકાળ બગડયે પણ જો તમારો ભવિષ્યકાળ સુધાર હોય તે વર્તમાનકાળને સુધારો. જેને વર્તમાનકાળ સુધરે તેને ભવિષ્યકાળ અવશ્યમેવ સુધરે છે. તમને જે ધર્મારાધના કરવાની અમૂલ્ય ક્ષણ મળી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy